For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરમાળા પહેરાવતા પહેલા વરરાજાના હાથમાં કંપારી છૂટવા લાગી

યુપીના ફિરોઝાબાદમાં એક હેરાન કરતો મામલો સામે આવ્યો છે. અહીં એક ગામમાં લગ્ન દરમિયાન દુલ્હાના હાથમાં કંપારી છૂટી રહી હતી ત્યારે લગ્ન રોકી દેવામાં આવ્યા

|
Google Oneindia Gujarati News

યુપીના ફિરોઝાબાદમાં એક હેરાન કરતો મામલો સામે આવ્યો છે. અહીં એક ગામમાં લગ્ન દરમિયાન દુલ્હાના હાથમાં કંપારી છૂટી રહી હતી ત્યારે લગ્ન રોકી દેવામાં આવ્યા અને ઘરના લોકોએ બારાત પાછી જવા માટે કહી દીધું. મહિલાઓ સ્વાગત દરમિયાન, વરમાળા અને કન્યાદાન દરમિયાન દુલ્હાના હાથને સતત કાંપતો જોઈને ચોકી ગયા. લગ્ન દરમિયાન છોકરી પક્ષ તરફથી ખુબ જ હંગામો થયો. આ દરમિયાન ગામમાં પંચાયત કરાવવામાં આવી, ત્યારપછી બારાત પછી મોકલી દેવામાં આવી. છોકરીના લગ્ન માટે હવા બીજા દૂલ્હાની શોધ ચાલી રહી છે.

marriage

આ આખો મામલો ફિરોઝાબાદ સ્થિત યમુના તલહટી વિસ્તારનો છે. ગયા સોમવારે રાજસ્થાનમાં રાજખોડા ગામમાં બારાત આવી હતી. છોકરી પક્ષ ઘ્વારા બારાતનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. બારાત જયારે છોકરીના દરવાજે પહોંચી ત્યારે બધી જ મહિલાઓની નજર દુલ્હાના હાથ પર પડી. તેમને જોયું કે દુલ્હાના હાથમાં ખુબ જ વધારે કંપારી છૂટી રહી હતી. લોકોએ સમજ્યું કે ઠંડીને કારણે દુલ્હાના હાથમાં કંપારી છૂટી રહી છે.

આ પણ વાંચો: પ્રેમજાળમાં ફસાવીને સિપાહીએ બીએડ છાત્રા સાથે દુષ્કર્મ કર્યું, સુસાઇડ નોટમાં લખી આખી કહાની

લોકોએ નોટિસ કર્યું પરંતુ વરમાળા દરમિયાન પણ દુલ્હાના હાથ ખુબ જ કાંપી રહ્યા હતા. શંકાના આધારે મહિલાઓએ રાત્રે કન્યાદાન દરમિયાન વરરાજાને ચા આપી. ત્યારે વરરાજાના હાથથી ચા છલકવા લાગી. ત્યારપછી વિવાદ શરુ થયો અને લગ્નની પ્રક્રિયા તત્કાલ રોકી દેવામાં આવી. વિવાદ વધ્યો અને પંચાયત બોલાવવામાં આવી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે દુલહમાં ખામી હોવા છતાં તેને સંતાડવામાં આવી. પંચાયતના નિર્ણય પછી બારાત પાછી મોકલી દેવામાં આવી.

આ પણ વાંચો: સાધુ પર લાગ્યો પ્રેમ પ્રસંગનો આરોપ, કાપ્યું પોતાનું ગુપ્તાંગ

English summary
weird incident happend in marriage in firozabad uttar pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X