• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દેશને જીતાડી ઘરે પાછા ફરી રહ્યા છે વાયુસેનાના 'સિંઘમ' વિંગ કમાન્ડર અભિનંદન

|

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની ઘર વાપસી માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો હતો. માત્ર દેશ જ નહિ બલકે વાયુસેનામાં વિંગ કમાન્ડરના સાથીઓ પણ તેમની વાપસી માટે અભિયાન ચલાવી રહ્યા છે. તેવામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ જાહેરાત કરી દીધી કે 1લી માર્ચે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને તેઓ ભારત પરત મોકલી આપશે. અભિનંદનની ઘર વાપસીના સમાચાર સાંભળીને દેશભરના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર લોકો તેમની વાપસીની ખુશી જાહેર કરી રહ્યા છે. તેવામાં વિંગ કમાન્ડર અભિનંદનના ઓપરેશનથી લઈ તેમણે કેવી તકલીફ સહન કરી તે બહુ ઓછા લોકો જાણતા હશે. દેશના દરેક નાગરિકે તેમના તપથી માહિતગાર થવું જોઈએ.

abhinandan varthaman

એક સારા ફાઈટર પાયલટ બનવા માટે શું જરૂરી છે? "ખરાબ એટિટ્યૂડ". એક ટેલિવિઝન ડૉક્યુમેન્ટરીમાં કમાન્ડર અભિનંદને કંઈક આવો જ જવાબ આપ્યો હતો. પાકિસ્તાની આર્મીના ટાર્ગેટનો સામનો કરવો અઘરો હોવા છતાં ભારત માતા માટેનો એ પ્રમે જ હતો કે અભિનંદન દેશને બચાવવા માટે પાકિસ્તાનના ત્રણ ફાઈટર જેટ F-16નો પીછો કરવા જુસ્સાભેર નીકળી પડ્યા. બુધવારે સવારે 9.45 વાગ્યે બોર્ડર હાઈ અલર્ટ પર હતી, રડારમાં સંભવિત ઘૂસણખોરીના સંકેતો ઝડપાયા. સવારે 10 વાગ્યાની આજુબાજુમાં પાકિસ્તાનના ત્રણ ફાઈટર જેટ ભારતની સીમામાં ઘૂસ્યાં અને નૌશેરા સેક્ટરમાં બોમ્બ ફેંક્યા. વાયુસેનાની મિગ 21ની ટૂકળી તુરંત એક્શનમાં આવી. "અમે તૈયાર છીએ સર" કહીને વિંગ કમાંડર અભિનંદને મિગ 21 ફાઈટર જેટ સાથે ઉડાણ ભરી, એડવાન્સ F-17ની સરખામણીએ વિન્ટેજ MiG Bison લઈને અભિનંદન નીકળ્યા હોય આ ઓપરેશન એટલું સહેલું નતું થવાનું એ ખુદ અભિનંદન પણ જાણતા જ હતા.

ભારતીય બ્રિગેડ હેડક્વાર્ટર અને આર્મી ઈન્સટોલેશન્સને વ્યસ્ત રાખવું પાકિસ્તાનનો ટાર્ગેટ હતો. દુશ્મનોના લડાકૂ વિમાનનો સામનો કરવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય ફાઈટર જેટે ઉડાણ ભરી. શ્રીનગરથી 2 MiG21 અને 30 MKIને મોકલવામાં આવ્યાં. એક મિગ 21 ઉડાવી રહેલા અભિનંદન સમયસર F-16 Dનું લોકેશન શોધવામાં સફળ રહ્યા. વિંગ કમાન્ડર અભિનંદનનું એ બહાદુર પરાક્રમ હતું કે તેઓ પાકિસ્તાનના F-16ની પાછળ પડ્યા, જેમનો આખરે R-17 એર ટૂ એર મિસાઈલ જોડે સામનો થયો. F-16ને બચાવવા માટે પાકિસ્તાન એર ફોર્સે મિરાજ-3 એરક્રાફ્ટ અને ચાઈનિઝ મેડ JF-17 ફાઈટર જેટને પણ ઉપયોગમાં લીધાં હતાં.

સ્પષ્ટ રીતે તે જોખમી સૂચન હતું, વિંગ કમાન્ડર અભિનંદને પોતાની જાનથી પણ પહેલા દેશને આગળ રાખ્યો અને પાકિસ્તાની એરક્રાફ્ટની પાછળ પડી ગયા. પાકિસ્તાનના એરક્રાફ્ટની હાજરી વિશે તેમને ભારતમાં બનાવેલ એરક્રાફ્ટના અન્ય ભાગે ચેતવણી આપી હતી છતાં તેમણે પાકિસ્તાની એરક્રાફ્ટનો પીછો છોડ્યો નહિં અને આખરે સુધી વાદળો ઉપર લડતા રહ્યા. તેમણે ઘરથી દૂર જઈ R-17 એર ટૂ એર મિસાઈલ ફાયર કરીને હુમલો કર્યો, જેનાથી F-16 વિમાનને તેમણે જમીનદોસ્ત કરી દીધું, PAF મિસાઈલે અભિનંદનના એરક્રાફ્ટની પાંખને પણ ખુલ્લી પાડી દીધી જેને પગલે તેમણે ના છૂટકે એરક્રાફ્ટ છોડીને LoCની બીજી તરફ ઉતરવું પડ્યું જ્યાંથી તેમને પાકિસ્તાની આર્મીએ પકડી લીધા હતા.

પાકિસ્તાન સ્પષ્ટ રીતે ભારતીય આર્મીના સ્થાપિત ઉપકરણો પર હુમલો કરવા માગતું હતું, પરંતુ વિંગ કમાન્ડર અભિનંદનના બહાદુર પરાક્રમ અને ભારતીય વાયુસેનાની હાજરીને કારણે પાકિસ્તાન પોતાનો ટાર્ગેટ ચૂકી ગયું. પકડાયા તે પહેલા ભારતના બહાદુરે ભારે હિંમત દેખાડી અને પાકિસ્તાની ફાઈટર જેટના પાટલટનો પરસેવો છૂટાવી દીધો હતો. અપહરણકારો સામે તેઓ લડ્યા, હવામાં ફાયરિંગ કર્યું, અને દુશ્મનોના હાથમાં આવી જાય તે પહેલા જ તેઓ મહત્વના દસ્તાવેજો ઓગાળી ગયા.

દુર્ઘટના બાદ જ્યારે તેઓ ઈજાગ્રસ્ત હતા અને ખરાબ રીતે લોહીલૂહાણ હાલતમાં હતા ત્યારે તેમણે આ પરાક્રમ કર્યું. તેઓ સ્થાનિકો દ્વારા ઘેરાયેલા હતા જેઓ તેમના પર હુમલો કરવા ધમકાવી રહ્યા હતા. તેમણે અમુક રાઉન્ડ હવામાં ફાયર કર્યા પણ તેનો કંઈ લાભ ન મળ્યો. બાદમાં તેઓ એક તળાવમાં કૂદી ગયા અને ત્યાં તેમણે જરૂરી દસ્તાવેજો અને નકશો કાઢ્યો. દુશ્મનોના હાથમાં ન આવે તેની ખાતરી કરવા માટે અમૂક દસ્તાવેજો તેઓ ગળી ગયા અને બાકીના દસ્તાવેજો તેમણે પાણીમાં ડૂબાવીને નષ્ટ કરી નાખ્યા

ચેન્નઈના અભિનંદનને પોતાના ક્ષેત્રમાં 16 વર્ષનો અનુભવ છે. તેઓ પૂર્વ ફાઈટર પાયલટ, એર માર્શન સિમહાકુટ્ટી વર્થમનના દીકરા છે. અભિનંદન વર્ષ 2000માં નેશનલ ડિફેન્સ એકેડમીમાં જોડાયા અને 2004માં તેમને ફાઈટર પાયલટ બનાવવામાં આવ્યા.MiG21s ઉડાવતા પહેલા તેઓ Su30MKIના પાયલટ હતા.

અભિનંદન હંમેશા પોતાના પિતામાંથી પ્રેરણા મેળવતા રહ્યા છે, જેઓને 1973થી ફાઈટર પાયલટ તરીકે કાર્યરત થયા હતા. 4000 કલાક સુધી તેમણે ફાઈટર જેટ ઉડાવ્યું. સંસદ હુમલા બાદ 2001માં વર્ધમાનને ઓપરેશન પરાક્રમા દરમિયાન વેસ્ટર્ન સેક્ટરમાં લશ્કર બિલ્ડઅપ કરવા આદેશ આપ્યો હતો.

જેવા દીકરા તેવાં જ બહાદુર અભિનંદનના માતા પણ છે, જેઓ વ્યવસાયે ડૉક્ટર છે અને દુનિયાના ખરાબમાં ખરાબ સંઘર્ષગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ તેમણે તબીબી સારવાર આપી છે. એટલું જ નહિ, અભિનંદનના પત્ની તનવી મારવાહ પણ ભારતીય વાયુસેનામાં ફરજ બજાવી ચૂક્યાં છે અને કેટલીક વખત પોતાની બહાદુરીના પગલે તેમને સન્માનિત પણ કરવામાં આવેલ છે.

2011માં અભિનંદન એક ટેલિવિઝન ડૉક્યોમેન્ટરીમાં જોવા મળ્યા હતા જેમાં તેમને પૂછવામાં આવ્યું કે Su30ના પાયલટ બનવા માટે શું જરૂરી છે, જેના જવાબમાં તેમણે કહ્યું કે, 'બેડ એટિટ્યૂડ' વધુમાં તેમણે કહ્યું હતું કે આ બાબતે અમને શ્રેષ્ઠ કંઈ બનાવતું હોય તો તે છે અમે મેળવેલી ટ્રેનિંગ. જણાવી દઈએ કે અભિનંદન સાથે કામ કરતા અન્ય દેશના જવાનો તેમને 'સિંઘમ'ના નામે જ બોલાવે છે. જણાવી દઈએ કે અભિનંદન વર્ધમાને કોઈમ્બતુરના અમતરાવતીનગરમાં આવેલ સૈનિક વેલ્ફેર સ્કૂલમાંથી અભ્યાસ મેળવ્યો હતો. તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી કડકવાસલાના વિદ્યાર્થી હતા અને તેમને બે બાળકો છે.

ઘરે તમારું સ્વાગત છે વિંગ કમાન્ડર અભિનંદન વર્થમન, તમે ખરેખર દેશના સાચા હીરો છો.

તમિલ ટાઈગર્સનો ઉલ્લેખ કરતા ઇમરાન ખાને કહ્યું- આત્મઘાતી હુમલા ધર્મના કારણે નથી થતા

English summary
Welcome back home ''Singam'' Wing Commander Abhinandan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more