WBના જલપાઈગુડીમાં ભીષણ માર્ગ અકસ્માત, 13ના મોત, 18 ઘાયલ
West Bengal: 13 people lost their life in an accident in Dhupguri city of Jalpaiguri district: એક દુઃખદ સમાચાર પશ્ચિમ બંગાળના જલપાઈગુડીથી છે જ્યાં કાલે મોડી રાતે એક ભીષણ માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત થઈ ગયા છે અને 18 લોકો ઘાયલ થઈ ગયા છે. અહીં બોલ્ડરથી લાદેલી એક ટ્રક એક ખાનગી કાર અને મેજિક વેન પર પલટી ગઈ. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ ગાઢ ધૂમ્મસના કારણે આ દર્દનાક દૂર્ઘટના બની છે.
જણાવવામાં આવી રહ્યુ છે કે બોલ્ડરથી લદાયેલી એક ટ્રક કે જે પહેલેથી જ ઓવરલોડ હતી, તે ગાઢ ધૂમ્મસના કારણે અસંતુલિત થઈ ગઈ અને રસ્તા પર ઉભેલી કાર અને મેજિક વેન પર પલટી ગઈ જેમાં 13 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા. વળી, 18 લોકો ઘાયલ થઈ ગયા જેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ઘટના સ્થળે પહોંચીને પોલિસે શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
દૂર્ઘટનાનો દિવસ
જ્યાં બંગાળમાં આ દર્દનાક દૂર્ઘટના કાલે બની ત્યાં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં મંગળવારે સવારે વિંધ્યાચલના રામગયા ઘાટ પર મોટી દૂર્ઘટના બની ગઈ. અહીં મુસાફરોથી ભરેલી એક નૌકા પલટી ગઈ. આ દરમિયાન મુસાફરોની ચીસાચીસ સાંભળીને ત્યાં હાજર નાવિકોએ પોલિસને સૂચના આપી અને બચાવ કાર્યમાં લાગી ગયા. સૂચના બાદ ઘટના સ્થળે પહોંચી સ્ટીમરની મદદથી તેમને બહાર કાઢ્યા. જણાવવામાં આવી રહ્યુ છે કે છ મુસાફરોને જિલ્લા હોસ્પિટલ મિર્ઝાપુરમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યારે આઠ લોકોને વિધ્યાચલમાં પ્રાથમિક ઈલાજ આપવામાં આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે નૌકા પર 15થી 18 લોકો સવાર હતા.
દૂર્ઘટનામાં પિતા-પુત્રના મોત
વળી, ગુજરાતમાં સુરતના પલસાણા તાલુકામાં ચલથાણ પાસેના રેલવે ઓવરબ્રીજ નીચે જાનલેવા દૂર્ઘટના બની. અહીં બે બાઈકો સામ-સામે અથડાઈ ગયા. જેમાં બાઈક સવાર પિતા-પુત્રના મોત થઈ ગયા. વળી, બીજી બાઈક પર સવાર સત્યમ રાજકુમાર વર્માને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પોલિસે સત્યમ સામે કેસ પણ નોંધ્યો છે.
Fact check: બોર્ડની પરીક્ષામાં હવે 23%થી પાસ થશે છાત્રો?