For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમય પહેલા થશે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી, ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં થઈ શકે તારીખોનુ એલાન

કેન્દ્રીય ચૂંટણી પંચ જલ્દી પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની તારીખોનુ એલાન કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ West Bengal Assembly Elections 2021 latest news. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની ગતિવિધિ સતત વધી રહી છે. આ દરમિયાન સમાચાર છે કે કેન્દ્રીય ચૂંટણી પંચ જલ્દી રાજ્યમાં ચૂંટણીની તારીખોનુ એલાન કરી શકે છે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળમાં મે મહિનામાં 10માં અને 12માં ધોરણની બોર્ડની પરીક્ષાઓ યોજાવાની છે જેના કારણે વિધાનસભા ચૂંટણી સમય પહેલા જ કરાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ 30 મે, 2021માં ખતમ થઈ રહ્યો છે. સમાચારમાં જણાવ્યા મુજબ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

modi-mamta

ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ ચૂંટણી પંચ ફેબ્રુઆરી મહિનામાં પહેલા સપ્તાહમાં જ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરી શકે છે. ચૂંટણી પંચ ઈચ્છે છે કે પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી મેમાં થનાર 10મા અને 12મા બોર્ડની પરીક્ષાઓ પહેલા 5 મે સુધીમાં પૂર્ણ થઈ જાય. હાલમાં જ પશ્ચિમ બંગાળમાં રાજકીય દળો સાથે પોતાની વાતચીત દરમિયાન ચૂંટણી પંચે રાજ્યમાં વહેલી તકે ચૂંટણી કરાવવાની માહિતી પણ આપી. વળી, ટીએમસી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યુ કે તેમની પાર્ટી જલ્દી ચૂંટણી થવાની સ્થિતિમાં સંપૂર્ણપણે તૈયાર છે.

ગુજરાતઃ રાજ્યના 5 જિલ્લામાં બનશે 8 નવી ઓદ્યોગિક વસાહતગુજરાતઃ રાજ્યના 5 જિલ્લામાં બનશે 8 નવી ઓદ્યોગિક વસાહત

English summary
West Bengal Assembly Election: Election date could be announced in the first week of February.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X