West Bengal: નંદીગ્રામમાં ભીડાયા TMC અને BJPના કાર્યકર્તા, ઘણા ઘાયલ, PICS
Several BJP workers injured after Clash with TMC workers in Nandigram: પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી છે પરંતુ ઈલેક્શન પહેલા રાજ્યમાં રાજનીતિ ગરમાઈ છે. અહીં સતત હિંસાનો દોર ચાલુ છે. મંગળવારે પણ નંદીગ્રામમાં ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જબરદસ્ત ભીડ થઈ જેમાં ભાજપના ઘણા કાર્યકર્તા ઘાયલ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે કાલે અહીં ટીએમસી સાથે ભાજપમાં આવેલા શુભેન્દુ અધિકારીએ રેલી કરી હતી પરંતુ રેલી પહેલા ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓમાં હિંસક ઝડપ થઈ ગઈ અને વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ.

બંને પક્ષોમાં હિંસક ઝડપ
મીડિયા રિપોર્ટ અનુસાર શુભેન્દુ અધિકારીના સમર્થકો જ્યારે રેલી સ્થળ તરફ જઈ રહ્યા હતા ત્યારે ટીએમસીના અમુક કાર્યકર્તા બસોમાં તોડફોડ કરા લાગ્યા જેના પર શુભેન્દુ અધિકારીના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓએ તેમને રોકવાની કોશિશ કરી પરંતુ વાત વધી ગઈ અને બંને પક્ષોમાં હિંસક ઝડપ થઈ ગઈ. જો કે ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલિસ ઘટના સ્થળે પહોંચી અને તેની સ્થિતિને કાબુમાં કરી. તમને જણાવી દઈએ કે નંદીગ્રામમાં મંગળવારે શુભેન્દુ અધિકારી તરફથી રોડ શો કાઢવામાં આવ્યો અને ત્યારબાદ તેમણે એક રેલીને સંબોધિત કરી.

'પશ્ચિમ બંગાળમાં ટીએમસીને ઉખાડી ફેંકવાનુ જ તેમનુ લક્ષ્ય'
તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થયા બાદ નંદીગ્રામ વિસ્તારમાં શુભેન્દુની આ પહેલી સભા હતા. એબીપી ન્યૂઝ ચેનલ સાથે વાત કરીને શુભેન્દુ અધિકારીએ કહ્યુ કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીને ઉખાડી ફેંકવાનુ જ તેમનુ લક્ષ્ય છે. તેમણે કહ્યુ કે બંગાળમાં મોટી સંખ્યામાં લોકો ભાજપ તરફથી આવી રહ્યા છે. તેમણે સીએમ મમતા બાદ અભિષેક બેનર્જી પર પણ નિશાન સાધ્યુ અને કહ્યુ કે તે નેતા નહિ પરંતુ એક તાનાશાહ છે જેમનુ કામ છે માત્ર અને માત્ર પૈસા કમાવવાનુ, તસ્કરી અને વસૂલી આ બધુ ત્યાં કોણ કરે છે, એ બધાને ખબર છે.

'હિંસા અને વિભાજનકારી રાજનીતિ બંધ કરો'
ઉલ્લેખનીય છે કે હાલમાં બંગાળમાં રાજકીય પારો ચરમ પર છે. મંગળવારે બોલપુરમાં સીએમ મમતા બેનર્જીએ પદયાત્રા કરી. જ્યારૈ બીજી તરફ ઉત્તર 24 પરગણા જિલ્લાના ટીટાગઢ શહેરમાં ભાજપ નેતાઓએ રોડ શો કર્યો. આ રોડ શોમાં ભાજપ નેતા અર્જૂન સિંહ, શુભેન્દુ અધિકારી, બાબુલ સુપ્રિયો, સુમિત્રા ખાન અને સુભ્રાંશુ રૉય રોડ શોનો હિસ્સો હતા. જ્યારે પોતાની રેલીમાં ભાજપ પર હુમલો કરીને સીએમ મમતાએ કહ્યુ કે જે લોકો મહાત્મા ગાંધી અને દેશના અન્ય મહાપુરુષોનુ સમ્માન નથી કરતા, તે 'સોનાર બાંગ્લા' બનાવવાની વાત કરે છે. મમતાએ કહ્યુ કે બંગાળની સંસ્કૃતિને નષ્ટ કરવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યા છે. હિંસા અને વિભાજનકારી રાજનીતિ બંધ કરો.