કોલકત્તામાં હિંસા બાદ મમતા બેનર્જીએ ફેસબુક-ટ્વીટર પર બદલ્યુ પ્રોફાઈલ, જાણો કારણ
રાજ્યના સીએમ મમતા બેનર્જીએ ઈશ્વરચંદ વિદ્યાસાગરના ફોટાને પોતાના ફેસબુક અને ટ્વિટરનો ડીપી (ડિસ્પ્લે પિક્ચર) બનાવ્યો છે.
લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન 19મેના રોજ થવાનુ છે. આ ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં હિંસા પોતાના ચરમ પર પહોંચી ગઈ છે. કોલકત્તામાં મંગળવારે અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસાએ હવે આ મામલે તૂલ પકડી લીધુ છે. આ હિંસા દરમિયાન દાર્શનિક અને લેખક ઈશ્વરચંદ વિદ્યાસાગરની મૂર્તિ તોડાવાના કારણે રાજકીય ગલીઓમાં એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે. આ વિવાદ વચ્ચે રાજ્યના સીએમ મમતા બેનર્જીએ ઈશ્વરચંદ વિદ્યાસાગરના ફોટાને પોતાનો ફેસબુક અને ટ્વિટરના ડીપી (ડિસ્પ્લે પિક્ચર) બનાવ્યો છે.

મમતા સહિત ટીએમસીના ઘણા નેતાઓએ બદલ્યો પોતાનો ફોટો
મંગળવારે કોલકત્તામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓ અને ટીએમસી સમર્થકો વચ્ચે ઝડપ થઈ હતી. ભાજપ પર આરોપ લાગી રહ્યા છે કે આ ઝડપ દરમિયાન તેમના કાર્યકર્તાઓએ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની એક પ્રતિમા સાથે તોડફોડ કરી હતી. માનવામાં આવી રહ્યુ છે કે મમતા બેનર્જીએ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તૂટવાના વિરોધમાં જ ટ્વિટર અને ફેસબુક પર પોતાનું પ્રોફાઈલ પિક્ચર બદલીને વિદ્યાસાગરનો ફોટો લગાવ્યો છે.

વિરોધ સ્વરૂપ પોતાના ડીપીમાં વિદ્યાસાગરનો ફોટો લગાવ્યો
ટીએમસીના ઘણા નેતાઓએ વિરોધ સ્વરૂપ પોતાના ડીપીમાં વિદ્યાસાગરનો ફોટો લગાવ્યો છે. શાહની રેલી પહેલા થયેલી હિંસા માટે ટીએમસી અને ભાજપ એકબીજા પર સતત આરોપ લગાવી રહ્યા છે. ભાજપે આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. આ દરમિયાન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડવાના વિરોધમાં મમતા બેનર્જીએ વિરોધ રેલી કાઢવાનું પણ એલાન કર્યુ છે. મમતાએ ભાજપ પર હુમલો કરતા કહ્યુ કે ભાજપની રેલીમાં શામેલ અમુક ગુંડાઓએ વિદ્યાસાગર કૉલેજ પર હોબાળો કર્યો. અમે આનો આકરો જવાબ આપીશુ શું તે જાણે છે વિદ્યાસાગર કોણ છે? આ ઘટના શરમજનક છે. કોલકત્તામાં હિંસા ફેલાવવા માટે ભાજપ બહારથી લોકોને લાવ્યા છે.

રોડ શો દરમિયાન ભાજપ અને ટીએમસી સમર્થકો વચ્ચે હિંસક મારામારી
તમને જણાવી દઈએ કોલકત્તામાં અમિત શાહના રોડ શો દરમિયાન ભાજપ અને ટીએમસી સમર્થકો વચ્ચે હિંસક મારામારી થઈ હતી. હિંસા એ સમયે ભડકી ઉઠી હતી જ્યારે વિદ્યાસાગર કોલેજની અંદર અજ્ઞાત લોકોએ તેમના કાફલા પર પત્થરમારો કર્યો જેનાથી બંને પાર્ટીઓના સમર્થકો વચ્ચે ઝડપ શરૂ થઈ ગઈ. જે વાહન પર અમિત શાહ બેઠેલા હતા તેના પર ડંડા ફેંકવામાં આવ્યા અને ભાજપ સમર્થકો પર પણ પત્થરમારો કરવામાં આવ્યો. જો કે અમિત શાહને કોઈ પ્રકારની ઈજા થઈ નથી અને સુરક્ષાબળો તેમને સુરક્ષિત સ્થળે લઈ ગયા. એક તરફ જ્યે ટીએમસી આ હિંસાનો આરોપ ભાજપ પર લગાવી રહી છે તો બીજી તરફ ભાજપ આ હિંસા માટે મમતા બેનર્જીને જવાબદાર ગણાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
