સંસદના શિયાળુ સત્ર પહેલા ત્રણ દિવસ માટે દિલ્લી આવશે મમતા બેનર્જી, વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત સંભવ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એકવાર ફરીથી દિલ્લીના પ્રવાસે જવાના છે.

નવી દિલ્લીઃ 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલ શિયાળુ સત્ર માટે સત્તાધારી પક્ષ ભાજપ સાથે વિપક્ષે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિપક્ષ સંસદમાં સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી રહ્યુ છે. આને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એકવાર ફરીથી દિલ્લીના પ્રવાસે જવાના છે. મમતા બેનર્જી 22 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી દિલ્લીમાં રહેશે જ્યાં તેઓ વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરીને સંસદમાં ભાજપનો મુકાબલો કરવા માટેની રણનીતિ પર ચર્ચા કરશે.

Mamata Banerjee

કૃષિ કાયદા પાછા લેવાની બંધારણીય પ્રક્રિયા પર થશે ચર્ચા

માનવામાં આવી રહ્યુ છે કે મમતા બેનર્જી વિપક્ષી નેતાઓ સાથે કૃષિ કાયદાને પાછા લેવા અંગે ચર્ચા કરી શકે છે કારણકે હજુ આ કાયદાએ બંધારણીય પ્રક્રિયામાંથી પસાર થવાનુ છે જે બાદ જ તે પાછા લેવાશે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરે પ્રકાશ પર્વના પ્રસંગે કૃષિ કાયદાને પાછા લેવાનુ એલાન કર્યુ હતુ. પીએમ મોદીએ ખેડૂતોના ઉગ્ર વિરોધ બાદ આ કાયદા પાછા લેવાનુ એલાન કર્યુ છે.

બંગાળ જીત્યા બાદ મમતાનો આ ત્રીજો દિલ્લી પ્રવાસ

તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં સતત ત્રીજી વાર સરકાર બનાવ્યા બાદ મમતા બેનર્જીનો આ ત્રીજો દિલ્લી પ્રવાસ રહેવાનો છે. આ પહેલાના બંને પ્રવાસમાં મમતાએ દિલ્લીમાં વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જ્યારથી તેમણે બંગાળમાં ત્રીજી વાર સરકાર બનાવી ત્યારથી એ અટકળો જોરમાં છે કે મમતા હવે 2024માં યોજાનાર લોકસભા ચૂંટણી માટે વિપક્ષ તરફતી એક ચહેરા તરીકે પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છે માટે તેઓ વિપક્ષી નેતાઓ સાથે તાલમેલ બેસાડવા માંગે છે.

પીએમ મોદીને પણ મળી શકે છે મમતા બેનર્જી

આ ઉપરાંત સમાચાર એ પણ છે કે મમતા બેનર્જી પોતાના આગામી દિલ્લી પ્રવાસ દરમિયાન પ્રધાનમં6ી નરેન્દ્ર મોદીને પણ મળી શકે છે. આ મુલાકાતનો ઉદ્દેશ બીએસએફના અધિકાર ક્ષેત્રમાં કરવામાં આવેલી વૃદ્ધિને લઈને હોઈ શકે છે જેનો નિર્ણય કેન્દ્રએ કર્યો છે. મમતા બેનર્જી શરૂઆતથી જ આ નિર્ણયની વિરોધમાં રહ્યા છે. ગયા મહિને મમતાએ આ મુદ્દાને લઈને પીએમ મોદીને એક પત્ર પણ લખ્યો હતો જેમાં તેમણે કહ્યુ હતુ કે બીએસએફના અધિકાર ક્ષેત્રમાં વૃદ્ધિ કરવાથી રાજ્યના સંઘીય ઢાંચામાં દખલ દેવાનો મોકો મળશે. તમને જણાવી દઈએ કે કેન્દ્રએ બંગાળ, પંજાબ અને આસામમાં આંતરરાષ્ટ્રીય સીમાથી બીએસએફના અધિકાર ક્ષેત્રને વધારીને 50 કિલોમીટર અંદર સુધી કરી દીધુ હતુ જે પહેલા 15 કિલોમીટર હતુ. કેન્દ્રના આ નિર્ણયની પંજાબ અને બંગાળ સરકારે આકરી ટીકા કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X