For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળઃ અમિત શાહે મહાપુરુષની મૂર્તિને માળા પહેરાવતાં વિવાદ છેડાયો

પશ્ચિમ બંગાળઃ અમિત શાહે મહાપુરુષની મૂર્તિને માળા પહેરાવતાં વિવાદ છેડાયો

|
Google Oneindia Gujarati News

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં આગલા વર્ષે વિધાનસભા ચૂંટણી થનારી છે. ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ ચૂંટણી શંખનાદ ફૂંકી દીધો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ સુધી પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. આ દરમ્યાન તેમણે એક આદિવાસીના ઘરે ભોજન કર્યું, અને બાદમાં અમિત શાહે ગુરુવારે બંગાળના આદિવાસી બહુમત વાળા વિસ્તાર બાંકુડામાં સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની પ્રતિમા પર માળા અર્પણ કરી. આદિવાસીઓને લોભાવવા માટે આયોજિત આ કાર્યક્રમ બાદ જે મૂર્તિ પર અમિત શાહે માળા પહેરાવી તેને લઈ બંગાળમાં વિવાદ ઉભો થઈ ગયો છે. શું છે સમગ્ર મામલો જાણો...

મૂર્તિને લઈ બબાલ મચાવી

મૂર્તિને લઈ બબાલ મચાવી

જણાવી દઈએ કે સ્વતંત્રતાની લડાઈમાં માત્ર 25 વર્ષની ઉંમરે જ બિરસા મુંડાની હત્યા કરી દેવામા ંઆવી હતી. પશ્ચિમ બંગાળમાં આદિવાસી મતદારોને લોભાવવા માટે બિરસા મુંડાની પ્રતિમાના સન્માનમાં અમિત શાહે માળા અર્પણ કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો પરંતુ અમિત શાહ અને ભાજપના નેતા જે મૂર્તિને માળા પહેરાવી રહ્યા હતા તે મૂર્તિ બરસા મુંડાની પ્રતિમા નહોતી, તે એક આદિવાસી નેતાની પ્રતિમા હતી. આ કાર્યક્રમના આયોજક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને જેવી જ ખબર પડી તેમણે તરત બિરસા મુંડાનો ફોટો મંગાવ્યો અને તેને નેતાની મૂર્તિના પગ પાસે રાખી ફોટો પર માળા અર્પણ કરવામાં આવી.

અમિત શાહે ટ્વીટ કર્યું

અમિત શાહે ટ્વીટ કર્યું

આ કાર્યક્રમ બાદ ગૃહમત્રી અમિત શાહે ટ્વીટ કરતાં લખ્યું, "આજે પશ્ચિમ બંગાળના બાંકુરામાં પ્રસિદ્ધ આદિવાસી નેતા ભગવાન બિરસા મુંડાજીને પુષ્પાંજલિ અર્પિત કરી. બિરસા મુંડાજીનું જીવન આપણા આદિવાસી ભાઈઓ અને બહેનોના અધિકારો અને ઉત્થાન માટે સમર્પિત હતું. તેમનું સાહસ સંઘર્ષ અને બલિદાન આપણને બધાને પ્રેરિત કરતા રહેશે."

આદિવાસી સંગઠને બિરસા મુંડાનું અપમાન ગણાવ્યું

આદિવાસી સંગઠને બિરસા મુંડાનું અપમાન ગણાવ્યું

પરંતુ આ કાર્યક્રમમાં આદિવાસી નેતાની મૂર્તિની નીચે સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની તસવીર રાખી બબાલ મચાવી દીધી છે. આદિવાસીઓના સંગઠન ભારત જકાતી માઝી પરગના મહલે કહ્યું કે આ ઘટનાથી આદિવાસી સમાજને ઠગેલા અને વ્યથિત મહેસૂસ કરી રહ્યા છે. આદિવાસી સંગઠને કહ્યું કે આનાથી બિરસા મુંડાનું અપમાન થયું. જ્યારે આદિવાસી સમુદાયના લોકોએ કથિત રીતે ફોટોને શુદ્ધ કરવા માટે ગંગા જળ છંટકાવ્યું.

ટીએમસી નેતાએ અમિત શાહને બાહરી ગણાવ્યા

ટીએમસી નેતાએ અમિત શાહને બાહરી ગણાવ્યા

ભાજપે આ ભૂલ કરી પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસને ચૂંટણીમાં ધુઆંધાર બેટિંગ કરવાનો સોનેરી મોકો આપી દીધો. ટીએમસીએ અમિત શાહને બાહરી કહેતાં ટ્વીટ કર્યું છે, "કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંગાળની સંસ્કૃતિથી એટલા અજાણ છે કે તેમણે ભગવાન મુંડાને ખોટી મૂર્તિની માળા પહેરાવી અપમાનિત કર્યા છે અને તેમની તવીરને અન્ય કોઈના પગમાં રાખી દીધી. શું તેઓ ક્યારેય બંગાળનું સન્માન કરશે?"

નુસરત જહાંએ અમિત શાહને સવાલ પૂછ્યો

નુસરત જહાંએ અમિત શાહને સવાલ પૂછ્યો

જ્યારે ટીએમસી સાંસદ નુસરત જહાંએ ભાજપ પર આરોપ લગાવ્યો કે બંગાળના મહાપુરુષોનું અપમાન કરી રહ્યું છે. નુસરતે લખ્યું ઈશ્વરચંદ વિદ્યાસાગરથી લઈ બિરસા મુંડા સુધી બંગાળના મહાપુરુષો પ્રત્યે આ કેવો અનાદર છે, અમિત શાહ જી? આ ઉપરાંત તેમણે અમિત શાહ પર બંગાળની સંસ્કૃતિને રાજનૈતિક પ્રોપેગેંડા તરીકે ઉપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો.

ભરૂચઃ કેમિકલ પ્લાન્ટમાં ફરીથી લાગી આગ, 1નુ મોત, 3 ઘાયલ, પહેલા પણ થયો હતો બ્લાસ્ટભરૂચઃ કેમિકલ પ્લાન્ટમાં ફરીથી લાગી આગ, 1નુ મોત, 3 ઘાયલ, પહેલા પણ થયો હતો બ્લાસ્ટ

English summary
West Bengal: Controversy erupts over Amit Shah garlanding statue of birasa munda
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X