For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલકાતાના તારાતલામાં પુલ પડ્યો, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

કોલકાતાના તારાતલામાં મંગળવારે સાંજે પુલ પડી ગયો. આ પુલ નીચે ઘણી કાર અને બાઈકો દબાયા હોવાની આશંકા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કોલકાતાના તારાતલામાં મંગળવારે સાંજે પુલ પડી ગયો. આ પુલ નીચે ઘણી કાર અને બાઈકો દબાયા હોવાની આશંકા છે. પુલ નીચે ઘણા લોકો દબાયા હોવાની વાતનો પણ પોલીસ ઇન્કાર નથી કરી રહી. જગ્યા પર પોલીસ પ્રશાશન પહોંચી ચૂક્યું છે. રાહત અને બચાવ કામગીરી શરુ થઇ ચુકી છે. આ પુલ તારા તલા અને મોમીનપુરને જોડે છે. આ પુલ ખુબ જ જૂનો છે, તેને 1970 દરમિયાન બનાવવામાં આવ્યો હતો.

West Bengal Majerhat bridge

પુલ પડવાથી હજુ જાનમાલને કેટલું નુકશાન થયું છે તેના વિશે કોઈ જ અંદાઝો નથી. આ પુલ તારાતલા અને મોમીનપુરને જોડે છે. આ ખુબ જ વ્યસ્ત વિસ્તાર છે. ઘણા દિવસથી આ પુલનું સમારકામ ચાલી રહ્યું હતું.

West Bengal Majerhat bridge

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘ્વારા આ દુર્ઘટના પર દુઃખ વ્યકત કરવામાં આવ્યું છે. તેમને જણાવ્યું કે પ્રબંધક બેઠક થઇ છે અને તેઓ જાતે રાહતના કામ પર નજર રાખી રહ્યા છે. મમતા બેનર્જી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને પોલીસ પાસે આ દુર્ઘટનાની રિપોર્ટ માંગી છે.

West Bengal Majerhat bridge

દુર્ઘટના સમયે આર્મી પાસે મદદ માંગવામાં આવી ના હતી. પરંતુ આર્મી એરિયા નજીક હોવાને કારણે સેનાના લોકો પણ મદદ કામમાં જોડાયેલા છે.

પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી ફરહાદ હાકીમ જગ્યા પર પહોંચ્યા. તેમને કહ્યું કે જે લોકો પુલની નીચે દબાયા હતા તે બધાને કાઢી લેવામાં આવ્યા છે.

West Bengal Majerhat bridge

English summary
West Bengal Majerhat bridge in South Kolkata has collapsed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X