પશ્ચિમ બંગાળ હિંસાઃ મુકુલ રૉયની ગાડીમાં તોડફોડ, ભાજપ નેતાઓને મકાનમાં ઘેરીને રાખ્યા
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી 2019 દરમિયાન હિંસા રોકાવાનું નામ નથી લઈ રહી, ગુરુવારે રાતે પણ દમદમ લોકસભા વિસ્તારના નાગર બજારમાં ભાજપના વરિષ્ઠ નેતા મુકુલ રૉયની ગાડીમાં રાતે લગભગ 11.15 વાગે તોડફોડ કરવામાં આવી જેનો આરોપ તૃણમૂલ કોંગ્રેસ સમર્થકો પર લગાવી રહ્યા છે. એટલુ જ નહિ એક કલાકથી વધઉ સમય સુધી મુકુલ રૉય સહિત ભાજપના અન્ય નેતાઓને ઉપદ્રવી લોકોએ એક મકાનમાં ઘેરીને રાખ્યા હતા.
આ પણ વાંચોઃ પ્રજ્ઞા ઠાકુરે ગોડસેને ગણાવ્યો 'દેશભક્ત', તો ભાજપે કહ્યું માફી માંગો!

મુકુલ રૉયની ગાડીમાં તોડફોડ
મળતી માહિતી મુજબ પીએમ મોદીની દમદમમાં જનસભાને સંબોધિત કર્યા બાદ ભાજપ નેતા મુકુલ રૉય એક વ્યક્તિના ઘરમાં જન્મદિવસની પાર્ટીમાં શામેલ થવા માટે નાગર ગયા હતા ત્યારે અચાનક ત્યાં સેંકડોની સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા અને ગાડીમાં તોડફોડ કરવા લાગ્યા. તોડફોડ કરનાર બધા લોકો તૃણમૂલ સમર્થક બતાવવામાં આવી રહ્યા છે. નજીકમાં જ પોલિસ ચોકી હોવા છતાં ત્યાં પોલિસે કંઈ કર્યુ નહિ.
|
ભાજપ સમર્થકોએ લગાવ્યો ટીએમસી પર તોડફોડનો આરોપ
જ્યારે ભાજપ સમર્થકોને ખબર પડી તો તે પણ સ્થળ પર પહોંચ્યા ત્યારે પોલિસ પણ ત્યાં પહોંચી અને તેમણે તોડફોડ કરનારાની ધરપકડ કરી, ભાજપના બધા આરોપોનો ટીએમસીએ ઈનકાર કર્યો છે, ઉલ્ટા તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ નેતા ત્યાં રૂપિયા વહેંચવા માટે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાતે દસ વાગ્યા બાદ બંગાળમાં ચૂંટણી પ્રચાર થમી ગયો છે, અમિત શાહના રોડ શો દરમિયાન ભડકેલી હિંસાના કારણે હાલમાં બંગાળ સળગી રહ્યુ છે, ટીએમસી અને ભાજપ બંને જ એકબીજા પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે.

પીએમ મોદીએ સાધ્યુ સીએમ મમતા બેનર્જી પર નિશાન
ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે પીએમ મોદીએ કહ્યુ કે પશ્ચિમ બંગાળની જનતા જ્યારે તમારી પાસે હિસાબ માંગે તો તમે ગાળો દેવા પર ઉતરી આવ્યા મમતા દીદી, તમે ધમકીઓ દેવા લાગ્યા, હિંસા, આગ ફેલાવવા લાગ્યા, મોદી હટાવોનો જે રાગ આલાપી રહ્યા હતા તે આજે આજે ભડકી ગયા છે, રોજ વિરોધીઓની ગાળો વધતી જઈ રહી છે, બંગાળના મુખ્યમંત્રી મને પ્રધાનમંત્રી નથી માનતા, તે પાકિસ્તાનના પીએમને પોતાના પ્રધાનમંત્રી માને છે.

‘એક મોદી ગુંડો અને એક અમિત શાહ ગુંડો'
વળી, મમતાએ પણ પીએમ મોદી પર જોરદાર હુમલો કર્યો, તેમણે કહ્યુ કે ભાજપ બંગાળમાં યુપીથી ગુંડા મોકલીને હુલ્લડો કરાવી રહી છે, ચૂંટણી પંચ ભાજપના ભાઈ છે, ભાજપના હાથે વેચાઈ ચૂક્યા છે, પ્રધાનમંત્રીએ ઉઠક બેઠક કરવી જોઈએ, જૂઠ બોલવા માટે આવા પીએમને શરમ આવવી જોઈએ, મહેરબાની કરીને મારી મા, મારા ભાઈઓ, મારા પાપાજી, મારા દોસ્તો, મારા ભાઈઓ-બહેનો, નવયુવાન લોકો મોદીને હટાવો, મોદીને દેશમાંથી કાઢી દો ચૂંટણી દ્વારા...બે ગુંડા છે, એક મોદી ગુંડો અને એક અમિત શાહ ગુંડો અને બંને દેશને બરબાદ કરી દેશે.