• search

ઓબામા સાથે બેઠક યોજવા તૈયાર મોદીનો સંકેત શું છે?

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  નવી દિલ્હી, 5 જૂન : ભારતના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા સાથે દ્વિપક્ષીય બેઠક યોજવાના પ્રસ્તાવને સંમતી આપીને વિદેશ નીતિના સૌથી કપરા નિર્ણયને પાર પાડ્યો છે. આ વર્ષે સપ્ટેમ્બરના અંતમાં વૉશિંગ્ટન ખાતે નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે દ્વિપક્ષીય બેઠક યોજવાના છે.

  ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત બનાવવાની દિશામાં આ નિર્ણય એટલા માટે પણ મહત્વનો છે કે તેનાથી નરેન્દ્ર મોદીને યુએસ વિઝા આપવા કે નહીં તેના વિવાદનો અંત આવશે તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે વર્ષ 2002ના ગુજરાત રમખાણો બાદ અમેરિકાની જ્યોર્જ બુશ સરકારે વર્ષ 2005માં મોદીના વિઝા રદ કરી દીધા હતા અને અમેરિકામાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

  નરેન્દ્ર મોદીની સહમતી બાદ વડાપ્રધાન કાર્યલય તરફથી અમેરિકાના પ્રશાસનને તેમની પ્રસ્તાવિત યાત્રાની માહિતી આપી દેવામાં આવી છે. મોદી અને ઓબામા વચ્ચે કઇ તારીખે બેઠક યોજવી તે હજી નક્કી થઇ શક્યું નથી.

  જો કે અમેરિકામાં ભારતના રાજદૂત એસ જયશંકર 8 જૂનના રોજ ભારત આવી રહ્યા છે. ત્યાર બાદ તેઓ નરેન્દ્ર મોદીને મળશે. મોદી સાથે ચર્ચા કરીને બંને દેશોના વર્તમાન સંબંધોની માહિતી આપશે અને ત્યાર બાદ આગળની રણનીતિ નક્કી કરાશે. આ સ્થિતમાં અમેરિકાનું આમંત્રણ સ્વીકારીને નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં કેવા સંકેતો આપ્યા છે તે જોઇએ...

  અમેરિકા મુલાકાત માટે મોદીની તત્પરતા

  અમેરિકા મુલાકાત માટે મોદીની તત્પરતા

  રાજકીય વિશ્લેષકો માને છે કે નરેન્દ્ર મોદીએ અમેરિકા સાથે સંબંધ ઘનિષ્ઠ બનાવવા માટે જે તત્પરતા અને નિર્ણાયકતા દર્શાવી છે તે યુપીએના શાસનકાળમાં ભારત-અમેરિકાના સંબંધો પર જામેલી ધૂળ ખંખેરી નાખશે. આ ઉપરાંત બંને દેશો વચ્ચેનો મોદીના વિઝા મુદ્દાનો તણાવ પણ ઘટાડશે.

  મોદીની વિદેશનીતિમાં ચીન-જાપાનને પ્રાથમિકતા

  મોદીની વિદેશનીતિમાં ચીન-જાપાનને પ્રાથમિકતા

  નરેન્દ્ર મોદી આર્થિક ફાયદો મેળવવા માટે પોતાની વિદેશ નીતિમાં ચીન, દક્ષિણ કોરિયા તથા સુરક્ષાત્મક ભાગીદારી માટે જાપાનને પ્રાથમિકતા આપવાના છે તે સ્પષ્ટ છે. જો કે અમેરિકા સાથેની બેઠક માટે સહમતિ આપીને તેમણે એવો સંકેત પણ વહેતો કર્યો છે કે તેઓ અમેરિકા સાથેના સંબંધોના ભોગે અન્ય સંબંધો મજબૂત બનાવવા ઇચ્છતા નથી.

  અમેરિકા હાથ લંબાવવામાં રહ્યું પાછળ

  અમેરિકા હાથ લંબાવવામાં રહ્યું પાછળ

  નરેન્દ્ર મોદીની વધતી લોકપ્રિયતાને જોઇને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને એ પહેલા જ યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટન અને યુરોપીયન યુનિયને પહેલાથી જ તેમની તરફેણ કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે અમેરિકા આ બાબતમાં પાછળ રહ્યું છે. અમેરિકાએ લોકસભા ચૂંટણી 2014 પૂરી થઇ અને પરિણામ આવ્યા ત્યાં સુધી નરેન્દ્ર મોદી અંગે ટિપ્પણી કરવાથી બચતું રહ્યું હતું. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ જ બીજો કોઇ માર્ગ ન રહેતા મિત્રતાનો હાથ લંબાવ્યો હતો.

  પાકિસ્તાન અંગે મોદીનું વલણ

  પાકિસ્તાન અંગે મોદીનું વલણ

  ચૂંટણી પહેલા સુધી પાકિસ્તાન મુદ્દે યુપીએ સરકારને ખરી ખોટી સંભળાવતા રહેલા અને યુપીએની પાકિસ્તાન સાથેની વિદેશ નીતિને બિરયાની ડિપ્લોમસી ગણાવતા નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ ઔપચારિક રીતે પાડોશી દેશો સાથે સંબંધો સુધારવા માટે પાકિસ્તનના વડાપ્રધાન નવાઝ શરીફને પોતાની શપથવિધિમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું. આ પહેલનો તેમને સકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો.

  નરેન્દ્ર મોદીની વિદેશનીતિ ભારતને લાભ કરાવશે

  નરેન્દ્ર મોદીની વિદેશનીતિ ભારતને લાભ કરાવશે

  નરેન્દ્ર મોદી વિદેશ નીતિ મુદ્દે જે પ્રકારે નિર્ણયો લઇ રહ્યા છે તે જોતા વિશ્લેષકોનું માનવું છે કે ભારતને આર્થિક અને રાજદ્વારી બંને રીતે ફાયદો કરાવી આપશે.

  English summary
  What are indications of Narendra Modi's acceptance of meet with Barack Obama.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more