શું છે Influenzaના લક્ષણ? આનાથી બચવા શું કરવુ અને શું ના કરવુ?

ઈન્ફલ્યુએન્ઝાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ખાંસી અને તાવ ઘણા દિવસોથી ચેપગ્રસ્ત દર્દીઓને પરેશાન કરે છે. આવી સ્થિતિમાં, આ ચેપથી બચવાના ઉપાયો જાણવું જરૂરી છે.

Influenza

ઈન્ફલ્યુએન્ઝા હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે અને આ વાયરસને કારણે કર્ણાટક અને હરિયાણામાં બે મૃત્યુ નોંધાયા છે. સંક્રમિત દર્દીઓમાં કોરોના વાયરસ જેવા લક્ષણો દેખાઈ રહ્યા છે અને ખાંસી અને તાવ લોકોને લાંબા સમયથી પોતાની ઝપેટમાં લઈ રહ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના ડૉક્ટરોનું કહેવું છે કે ઈન્ફલ્યુએન્ઝા-એ વાયરસના કારણે આ રોગ ફેલાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, એ જાણવું જરૂરી છે કે આ વાયરસના ચેપના લક્ષણો શું છે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ?

એનડીટીવીના અહેવાલ મુજબ ઈન્ફલ્યુએન્ઝાથી સંક્રમિત લોકોમાં મુખ્યત્વે તાવ અને ઉધરસના લક્ષણો જોવા મળે છે. જો કે, ઈન્ફલ્યુએન્ઝાના ચેપ તરીકે કેટલાક અન્ય લક્ષણો પણ જોવા મળી રહ્યા છે.

આ લક્ષણો છે:-

આ લક્ષણો છે:-

  • ગળામાં સમસ્યા થવી
  • બોડી પેઇન
  • ઝાડા થવા
  • ઉબકા આવવા
  • ઉલ્ટી થવી

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ ઈન્ફલ્યુએન્ઝાને રોકવા માટે 'શું કરવું અને શું નહીં' અંગે માર્ગદર્શિકા જારી કરી છે.

શુ કરવુ:-

શુ કરવુ:-

  • તમારા હાથને સાબુ અને પાણીથી નિયમિતપણે ધોઈ લો.
  • જો તમને ઉપર સૂચિબદ્ધ કોઈપણ લક્ષણો લાગે, તો ચહેરા પર માસ્ક પહેરો અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો.
  • જો તમને ફ્લૂ જેવા લક્ષણો હોય તો તમારા મોં અને નાકને સ્પર્શ કરવાનું ટાળો.
  • જો તમને લક્ષણો હોય તો ખાંસી અને છીંક આવે ત્યારે તમારા નાક અને મોંને યોગ્ય રીતે ઢાંકો.
  • પુષ્કળ પાણી પીઓ અને પ્રવાહી લેતા રહો.
  • તાવ અને શરીરમાં દુખાવો હોય તો પેરાસીટામોલની ગોળીઓ લેવી.
શું ના કરવુ

શું ના કરવુ

અન્ય લોકોને મળતી વખતે હાથ મિલાવવાનું ટાળો અને પર્યાપ્ત અંતર જાળવો.
જાહેર સ્થળોએ થૂંકવાનું ટાળો.
જાતે ડોક્ટર ન બનો, ડૉક્ટરની સલાહ મુજબ એન્ટિબાયોટિક્સ અને અન્ય દવાઓ લો.
જમતી વખતે પણ અન્ય લોકોથી પૂરતું અંતર રાખો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X