મોટા શહેરોમાં કોરોના સંક્રમણ તેની ટોચ પર, હવે નવા કેસમાં ઘટાડો
નવી દિલ્હી : દેશમાં દરરોજ લાખોની સંખ્યામાં કોરોનાના નવા કેસ આવી રહ્યા છે, પરંતુ દેશના ઘણા શહેરોમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં સોમવારના રોજ 31,111 નવા કેસ નોંધાયા છે, જે રવિવાર કરતા લગભગ 10 હજાર ઓછા છે. દિલ્હીમાં પણ રવિવારની સરખામણીમાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. પશ્ચિમ બંગાળમાં નવા કેસમાં પણ ઘટાડો થયો છે.

દિલ્હીમાં કોરોનાની પરિસ્થિતિ
રવિવારના રોજ દિલ્હીમાં 18286 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 28 લોકોના મોત થયા હતા. જ્યારે સોમવારના રોજ 12527 નવા કેસ નોંધાયા હતા અને 24 લોકોનામોત થયા હતા. જો કે, પોઝિટિવિટી રેટ વધીને 27.99 ટકા થયો છે.
સોમવારના રોજ હેલ્થ રિપોર્ટ અનુસાર દિલ્હીમાં કોવિડ માટે 15505 બેડ ફાળવવામાં આવ્યા છે,જેમાંથી 2784 બેડમાં કોરોના દર્દીઓ છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા શેર કરાયેલા અહેવાલ મુજબ, સોમવારના રોજ સાંજે દિલ્હીમાં કોરોનાના કુલ 83982 સક્રિય કેસ છે.

પશ્ચિમ બંગાળમાં કોરોનાની પરિસ્થિતિ
જો પશ્ચિમ બંગાળની વાત કરીએ તો અહીં પણ લોકોને લોકડાઉનમાંથી આંશિક રાહત આપવામાં આવી છે. સોમવારના રોજ પશ્ચિમ બંગાળમાં કોરોનાના 9385 નવા કેસનોંધાયા હતા, જ્યારે 33 લોકોના મોત થયા હતા.
રાજ્યમાં સક્રિય કેસની વાત કરીએ તો આ સંખ્યા 1.58 લાખથી વધુ છે. જ્યારે પોઝિવિટી રેટ 37 ટકા પર પહોંચી ગયોહતો, જે હવે ઘટીને 26.43 ટકા થઈ ગયો છે.
9 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 24272 નવા કેસ નોંધાયા હતા, પરંતુ સોમવારના રોજ નવા કેસ ઘટીને 9385થઈ ગયા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિ
મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં હજૂ પણ કોરોનાના 2.67 લાખ સક્રિય કેસ છે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં આ સંખ્યામાં ઘટાડો થયો છે.
રવિવારના રોજ મહારાષ્ટ્રસરકારની કોવિડ 19 ટાસ્ક ફોર્સના એક ડૉક્ટરે જણાવ્યું હતું કે, મુંબઈમાં કોરોના તેની ટોચને પાર કરી ગયો છે.
BMCના ડેટા અનુસાર, છેલ્લા ચાર દિવસથી કોરોનાનાનવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.