વિધાનસભામાં પાસ થયેલા બિલ લટકાવી રાખવા મુદ્દે રાજ્યપાલોને સુપ્રીમ કોર્ટની ટકોર, જાણો શું કહ્યું?

મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ જે રાજ્યોમાં બીજેપીની સરકાર નથી ત્યાં રાજ્યપાલોની દાદાગીરીની અનેક ફરિયાદો સામે આવી રહી છે. તેલંગાણા, દિલ્હી અને પંજાબ સહિતના રાજ્યોમાં રાજ્યપાલો દ્વારા સરકારના બિલ લાંબો સમય અટકાવી રાખવાના આરોપ લાગ્યા છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે.

સુપ્રીમ કોર્ટ રાજ્યપાલોને સંવિધાનની યાદ અપાવતા કહ્યું કે જો તમે બિલ પર સહમત છો તો તરત હા કરી દો, નહીં તો શક્ય તેટલું જલ્દી પરત કરો. બિલને લટકાવો નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણના અનુચ્છેદ 200 ની પ્રથમ જોગવાઈને લાગુ કરવા બિલને શક્ય તેટલી વહેલી તકે પરત મોકલી દેવા જોઈએ.

supreem court

સુપ્રીમ કોર્ટ હાલ તેલંગાણા સરકારની એક અરજી પણ સૂનાવણી કરી રહી છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટમાં તેલંગાણા સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, ચૂંટાયેલા ધારાસભ્યો રાજ્યપાલની દયા પર નિર્ભર છે. રાજ્યપાલ ઘણા દિવસો સુધી બિલને લટકાવી રાખે છે.

જો કે બીજી તરફ રાજ્યપાલ તરફથી સ્પષ્ટ કરાયું છે કે તેમની પાસે કોઈ બિલ પેન્ડિંગ નથી. તેલંગાણા રાજ્યપાલ ઓફિસે 10 એપ્રિલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે રાજ્યની વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ત્રણ બિલોને મંજૂરી આપવામાં આવી છે અને બે બિલ રાષ્ટ્રપતિની વિચારણા અને સંમતિ માટે મૂકવામાં આવ્યા છે.

આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોનો ઉપયોગ કર્યો અને ચીફ જસ્ટિસે કહ્યું કે અમારી આ સૂચના માત્ર રાજ્યપાલો માટે જ નહીં પરંતુ તમામ બંધારણીય સંસ્થાઓ માટે છે. કોર્ટે કહ્યું કે બંધારણનો નિયમ કહે છે કે તમામ નિર્ણયો સમય સાથે હોવા જોઈએ. અહીં તમને એ પણ જણાવી દઈએ કે ગયા મહિને સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી.

અહીં એ પણ જાણવુ જરૂરી છે કે આ પહેલો મામલો નથી. થોડા દિવસો પહેલા પંજાબમાં પણ આવી જ ફરિયાદ ઉઠી હતી. અહીં રાજ્યપાલે ગૃહની બેઠક બોલાવવાની પંજાબ કેબિનેટની વિનંતીને નામંજૂર કરીહતી. જો કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા આ મંજૂરી આપવામાં આવી હતી. એ જ રીતે દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે પણ સતત વિવાદ ચાલી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X