For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિશે મોદીને પૂછ્યું, 'ક્યાં છે તમારી 56 ઇંચની છાતી?'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગોપાલગંજ, 15 નવેમ્બર: જેડીયૂના વરિષ્ઠ નેતા નીતિશ કુમારે કાળા નાણા અને બિહારને વિશેષ દરજ્જાના મુદ્દે ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા વાયદાને પુરો ન કરવાને લઇને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિકા કરી હતી.

બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારે ગોપાલગંજ અને સીવાનમાં પોતાની 'સંપર્ક યાત્રા'ના બીજા દિવસે, સત્તામાં આવ્યાના 150 દિવસ બાદ વાયદા અનુસાર, દેશમાં કાળા નાણું પરત ન લાવી શકવા બદલ વડાપ્રધાને ટિકા કરી.

કાળા નાણાના મુદ્દે નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ અને યોગ ગુરૂ સ્વામી રામદેવના વાયદાની યાદ અપાવતાં નીતિશ કુમારે લોકોને ભાજપના નેતાઓને પૂછવા માટે કહ્યું કે દેશમાં ક્યારે બધુ કાળુ નાણું પરત આવતાં ગરીબોના વાયદા અનુસાર 15-20 લાખ રૂપિયા મળશે. 29 નવેમ્બરના રોજ પુરી થઇ રહેલી રાજ્યવ્યાપી યાત્રાને જેડીયૂની આગામી વર્ષે યોજાનારી મહત્વપૂર્ણ વિધાનસભાની ચૂંટણીની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે.

nitish-modi

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની યાત્રા દરમિયાન ભારતીય ક્ષેત્રમાં ચીની ઘુસણખોરી અને બોર્ડર પર પાકિસ્તાન દ્વારા સતત થનાર સંઘર્ષ વિરામનો ઉલ્લેખ કરતાં નીતિશ કુમારે પૂછ્યું, 'ક્યાં છે તમારી 56 ઇંચની છાતી? 'નીતિશ કુમારે લોકોને વડાપ્રધાન દ્વારા લોકો કરવામાં આવેલા 'વિશેષ પેકેજ, વિશેષ શ્રેણીનો દરજ્જો અને બિહાર પર ખાસ ધ્યાન'ના વાયદાઓની યાદ અપાવતાં અને તેમને પૂછ્યું કે 'આ મુદ્દે શું થયું છે?

પોતાના જૂના સહયોગી પર હુમલો કરતાં નીતિશ કુમારે કહ્યું 'ખાસ ધ્યાન આપવાની વાત તો જવા દો, ભાજપ સરકાએ બિહારમાં ઇંદિરા આવાસ અને મનરેગા યોજનાઓ માટે કોષમાં કાપ મુકી દિધો છે.' પૂર્વ મુખ્યમંત્રીએ ભાજપ પર ન્યૂયતમ સમર્થન મૂલ્ય (એમએસપી) નિર્ધારિત કરવાનો વાયદો પુરો ન કરવાનો આરોપ છે.

તેમણે આરોપ લગાવ્યો છે, 'આ વર્ષે જાહેર એમએસપીમાં ફક્ત 3.5 ટકાનો વધારો થયો. રાજ્ય જેડીયૂ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણ સિંહની સાથે નીતિશ કુમારે પાર્ટી કાર્યકર્તાઓને ગામમાં ફરી ફરીને લોકોને વડાપ્રધાન અને ભાજપના 'અસલી' ચહેરાથી અવગત કરાવવા માટે કહ્યું જેથી તે સંસદીય ચૂંટણીમાં ભગવા પાર્ટી દ્વારા પાથરવામાં આવેલી 'જાલ'માં ફસાઇ નહી.

English summary
Launching another attack on Prime Minister Narendra Modi, former Bihar chief minister Nitish Kumar today questioned his government on repeated ceasefire violations by Pakistan on the border and Chinese incursion in Indian territories.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X