For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LEO ઉપગ્રહ શું છે? ભારતે કેવી રીતે રહસ્યમય ઓપરેશન 'મિશન શક્તિ' પાર પાડ્યું

LEO ઉપગ્રહ શું છે? કઈ રીતે પાર પડ્યું ઓપરેશન 'મિશન શક્તિ'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 3 મિનિટના સમયગાળામાં જ ભારતે પૃથ્વીથી 300 કિમીના અંતરે રહેલ એલઈઓ (Low Earth Orbit) સેટેલાઈટને એન્ટી સેટેલાઈટ મિસાઈલ A-SATની મદદથી તોડી પાડ્યું. મિશન શક્તિ એ ભારતની આંતરિક્ષ શક્તિઓને વિકસાવવા માટેનું સફળ પરીક્ષણ ઓપરેશન હતું. પીએમ મોદીએ આ અંગે દેશને સંબોધિત કરતાં માહિતી આપી હતી. મહત્વનું છે કે એન્ટી-સેટેલાઈટ મિસાઈલથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, ત્યારે અંતરિક્ષ ક્ષેત્ર અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત ચોથા નંબરે પહોંચી ગયું છે. પીએમ મોદીએ જણાવ્યું કે આવા પ્રકારની એક્સરસાઈઝમાં ટેક્નિકલ કુશળતાની ખાસ આવશ્યકતા હોય છે. ત્યારે મોટા ભાગના લોકો જાણવા માટે ઉત્સુક હશે કે આખરે Low Earth Orbit સેટેલાઈટ શું છે અને તે કેવી રીતે કામ કરે છે. તો અહીં જાણો સમગ્ર માહિતી વિગતવાર.

શું છે LEO?

શું છે LEO?

  • લો અર્થ ઓર્બિટ (LEO) પૃથ્વીની કેન્દ્રિય ભ્રમણકક્ષા છે જે 2,000 કિમી અથવા તેથી ઓછી (પૃથ્વીની ત્રિજ્યાના આશરે એક-તૃતિયાંશ)ની ઊંચાઈ ધરાવે છે, અથવા દરરોજ ઓછામાં ઓછા 11.25 અવધિ (એક ભ્રમણકક્ષાનો સમયગાળો 128 મિનિટ અથવા તેથી ઓછો) અને 0.25થી ઓછી વિષમતા છે.
  • અંતરિક્ષમાં આવેલ મોટાભાગની માનવ સર્જિત વસ્તુઓ LEO જ છે.
  • LEO સેટેલાઈટનો ઉપયોગ ટેલિકોમ્યુનિકેશનમાં થાય છે, જે પૃથ્વીની સપાટીથી 400 થી 1000 માઇલની વચ્ચે ભ્રમણ કરે છે.
  • મોટાભાગે આવા સેટલાઈટ ઈમેલ, વીડિયો કોન્ફ્રન્સ, પેજીંગ વગેરે જેવા કોમ્યુનિકેશન માટે ઉપયોગમાં લેવાય છે.
  • તેઓ અત્યંત ઊંચી ગતિએ આગળ વધે છે અને પૃથ્વી સંબંધમાં તેઓ અવકાશમાં સ્થિર થતા નથી.
  • અંતરિક્ષમાં આ ભ્રમણકક્ષાએ સરકાર અને પ્રાઈવેટ કંપનીઓના કુલ 4000 જેટલા LEO સેટેલાઈટ આવેલા છે.

અંતરિક્ષમાં જ ટૂકડા થઈ ગયા

અંતરિક્ષમાં જ ટૂકડા થઈ ગયા

ઉલ્લેખનીય છે કે તોડી પડાયેલ સેટેલાઈટના અંતરિક્ષમાં જ ટૂકડે ટૂકડા થઈ ગયા અને તે પૃથ્વીમાં પ્રવેશ્યા, જો કે પૃથ્વીમાં પ્રવેશતાની સાથે જ તે સળગીને ખાખ થઈ ગયા હતા. જણાવી દઈએ કે ચીને 700 કિમીની ઉંચાઈ પર સેટેલાઈટ તોડી પાડ્યો હતો, ઉંચાઈ વધારે હોય ત્યાં ગ્રેવિટી ન હોવાથી તે સેટેલાઈટના ટૂકડા પૃથ્વી પર પ્રવેશ્યા નહોતા અને આજે પણ તે સેટેલાઈટનો કાટમાળ અંતરિક્ષમાં જ ફરી રહ્યો છે.

શું છે મિશન શક્તિ

શું છે મિશન શક્તિ

ભારતીય વૈજ્ઞાનિકોએ 300 કિમી દૂર લો અર્થ ઓર્બિટમાં એક સેટેલાઈટને માત્ર 3 મિનિટમાં તોડી પાડ્યો છે અને આ ઓપરેશન ભારતમાં વિકસિત એન્ટી સેટેલાઈટથી કરવામાં આવ્યું છે, આ એક પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું, અત્યાર સુધી દુનિયાના માત્ર 3 જ દેશ પાસે આ તાકાત હતી, હવે ભારત પાસે પણ આ શક્તિ છે. ભારત સ્પેસ પાવર વાળો ચોથો દેશ બની ગયું છે. મિશન શક્તિ આ એક અઘરું ઓપરેશન હતું, જેમાં ઉંચી કોટીટીની ક્ષમતાની જરૂરીયાત હતી, જેને ભારતીય વૈજ્ઞાનિકોએ પોતાની સમજશક્તિ અને બૌદ્ધિક ક્ષમતાથી અંજામ આપ્યો.

ભારતે પૃથ્વીથી 300 કિમી ઉપર સેટેલાઈટ તોડી પાડ્યોઃ નરેન્દ્ર મોદીભારતે પૃથ્વીથી 300 કિમી ઉપર સેટેલાઈટ તોડી પાડ્યોઃ નરેન્દ્ર મોદી

English summary
What is LEO satellite? How India accomplished ultra secretive Mission Shakti
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X