For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ ગુસ્સામાં કેમ છે મરાઠા? શું છે મરાઠા અનામત આંદોલનની માંગો?

સમગ્ર મહારાષ્ટ્ર મરાઠા આંદોલનની આગમાં બળી રહ્યુ છે. ઠેર-ઠેર બસોને નિશાન બનાવવામાં આવી રહી છે, હાઈવે પર ગાડીઓને રોકવામાં આવી રહી છે. આવો જાણીએ, શું છે મરાઠા સમુદાયની મુખ્ય માંગોઃ

|
Google Oneindia Gujarati News

સમગ્ર મહારાષ્ટ્ર મરાઠા આંદોલનની આગમાં બળી રહ્યુ છે. ઠેર-ઠેર બસોને નિશાન બનાવવામાં આવી રહી છે, હાઈવે પર ગાડીઓને રોકવામાં આવી રહી છે. ઠાણેમાં લોકલ ટ્રેન રોકવાની કોશિશ કરવામાં આવી છે જ્યારે ઘણા વિસ્તારોમાં દુકાનોને બળજબરીથી બંધ કરાવવામાં આવી છે. લાતુરમાં પણ બળજબરીથી દુકાનો બંધ કરાવવામાં આવતા બે જૂથોમાં મારપીટ થઈ છે. આ પહેલા મંગળવારે મરાઠા અનામત અંગે એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેની બુધવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. મરાઠા ક્રાંતિ મોરચા પોતાની માંગો અંગે આખા રાજ્યભરમાં આંદોલન કરી રહ્યા છે. આવો જાણીએ, શું છે મરાઠા સમુદાયની મુખ્ય માંગોઃ

ઓબીસી દરજ્જાની માંગ કરી રહ્યા છે મરાઠા સમુદાય

ઓબીસી દરજ્જાની માંગ કરી રહ્યા છે મરાઠા સમુદાય

મરાઠા સમુદાય મહારાષ્ટ્રમાં ઓબીસી દરજ્જાની માંગ કરી રહ્યા છે. મરાઠા નેતાઓની માંગ છે કે તેમના સમુદાયને ઓબીસી કેટેગરીમાં શામેલ કરવામાં આવે. જો ઓબીસી કેટેગરીમાં શામેલ કર્યા વિના તેમને અનામત આપવામાં આવે તો પછી તે કોર્ટ કચેરીના કેસોમાં ફસાઈ જશે અને રાજ્યમાં અનામતની સીમા 50 ટકાથી ઉપર જતી રહેશે, જેના કારણે મરાઠા અનામતને કોર્ટમાં પડકારવામાં આવી શકશે. હાલમાં બંધારણીય વ્યવસ્થા હેઠળ કોઈ પણ રાજ્યમાં 50 ટકાથી ઉપર અનામત આપવુ સંભવ નથી.

મરાઠા સમુદાય તત્કાળ ઉકેલ ઈચ્છે છે

મરાઠા સમુદાય તત્કાળ ઉકેલ ઈચ્છે છે

મરાઠા નેતાઓનું કહેવુ છે કે સરકારની નિયત જોઈને લાગતુ નથી કે તે આમ કરવા ઈચ્છે છે. સરકાર જો ઈચ્છે તો વિધાનસભામાં પ્રસ્તાવ લાવીને મરાઠા સમુદાયને ઓબીસી કેટેગરીમાં લાવી શકે છે. જો કે જણાવવામાં આવી રહ્યુ છે કે નીચલા વર્ગ આયોગ આ દિશામાં કામ કરી રહ્યુ છે. પરંતુ મુંબઈ હાઈ કોર્ટમાં ફરિયાદ કરનાર ફરિયાદકર્તા વિનોદ પાટિલે મુખ્યમંત્રીને એક પત્ર મોકલ્યો છે અને કહ્યુ છે કે સરકાર આના પર એક દિવસની અંદર વટહુકમ જારી કરે નહિતર આંદોલન ચાલુ રહેશે.

મરાઠા સમુદાય આખા મહારાષ્ટ્રમાં કરી રહ્યુ છે આંદોલન

મરાઠા સમુદાય આખા મહારાષ્ટ્રમાં કરી રહ્યુ છે આંદોલન

મરાઠા સમુદાય મહારાષ્ટ્રમાં સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત આપવાન માંગ કરી રહ્યો છે. મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયની કુલ 33 ટકા વસ્તી છે. વસ્તીના આધારે તે પોતાના માટે અનામતની માંગ કરી રહ્યા છે. આ પહેલા હાઈ કોર્ટે રાજ્ય સરકારે 2014 ના નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં 16 ટકા અનામત આપવાના નિર્ણય પર રોક લગાવી દીધી હતી અને કહ્યુ હતુ કે કુલ અનામતની સીમા 50 ટકાથી વધારી શકાય નહિ અને આ વાતના કોઈ પુરાવા મળ્યા નથી કે મરાઠા સમુદાય આર્થિક અને સામાજિક રીતે પછાતપણાનો શિકાર છે.

English summary
what is Maratha reservation issue, what are the demands
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X