• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પાર્ટીમાં રાહુલ ગાંધીને નંબર 2નું સ્થાનનો શું અર્થ છે?

|
Google Oneindia Gujarati News
નવી દિલ્હી, 20 જાન્યુઆરી : કોંગ્રેસના યુવરાજ રાહુલ બાબાએ રાજા બનવાની દિશામાં એક પગલું આગળ વધાર્યું છે. જયપુર અને દિલ્હીમાં ફટાકડા અને આતશબાજીની વચ્ચે રાહુલ ગાંધીને કોંગ્રેસના ઉપાધ્યક્ષ બનાવી દીધા છે. રાહુલ ગાંધીને ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને તેમણે આ જવાબદારી સહર્ષ સ્વીકારી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું તેઓ નવા ભારતની જવાબદારી સંભાળવા માટે તૈયાર છે અને ખરેખર શક્તિમાન છે. પક્ષના કાર્યકરોની માંગણીને ધ્યાનમાં લઇને રાજધર્મ નિભાવતા રાહુલે સહર્ષ જવાબદારી સ્વીકારી છે. પણ કાર્યકરોની ખુશી નિરાશામાં ના પરિણમે તે માટે તેમણે જ ધ્યાન આપવું પડશે નહીંતર ધરમ કરતા ધાડ પડે તેવી સ્થિતિ ઉભી થશે. કોંગ્રેસ પાસે જેટલી સત્તા છે તે રાહુલ બાબાની રાજકીય અણઆવડતને કારણે ગુમાવવી પડી શકે એવું પણ બની શકે.

આ મુદ્દે અહીં એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે કેમ તેમને નવું પદ મળતા જ નવી જવાબદારીઓ પણ મળી છે અને નવી જવાબદારી મળવા અને મેળવવાનો અર્થ અને અર્થઘટન અલગ થાય છે.

રાહુલ ગાંધીને મળેલા નવા પદ અને જવાબદારીમાં નજીકના ભવિષ્યમાં સૌથી મોટું કામ લોકસભા ચૂંટણી 2014 છે. જો વર્ષ 2014માં કોંગ્રેસ ચૂંટણી જીતશે તો વડાપ્રધાન માટે રાહુલ ગાંધી જ હશે. રાહુલ ગાંધીની છાપ મંત્રીમંડળથી લઇને સંગઠનમાં પણ જોવા મળશે. આ સાથે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી તેમના માર્ગદર્શકની ભૂમિકામાં આવી જશે. કોંગ્રેસના કાર્યકરોનું માનવું છે કે રાહુલ બાબા પોતાની તાકાત પર પક્ષને એટલો મજબૂત બનાવશે કે તેમને સાથી પક્ષોની મદદ લેવાની જરૂર પડશે નહીં.

આટલી મોટી જવાબદારી રાહુલ એકલા કેવી રીતે ઉઠાવશે તે એક પ્રશ્ન છે. પક્ષમાં મળેલું નંબર ટુનું સ્થાન લાગે છે તેટલું સહેલું નથી. વર્તમાન સમયમાં કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટાચારને કારણે અને દેશમાં મોંઘવારી વધારવાને કારણે ચર્ચામાં છે. રાહુલે આ બંને બાબતોને પક્ષની વિરુદ્ધમાં જતી અટકાવવી પડશે. જનતાને આ માટે જવાબ આપવો પડશે. આ સાથે રાહુલે લોકસભા ચૂંટણી 2014 માટે સહયોગી પક્ષોની શોધ કરવી પડશે. આ ઉપરાંત પાર્ટીના આંતરિક ઝગડાઓ પણ દૂર કરવા પડશે.

રાહુલ પર સૌને મોટી આશા છે જેના કારણે તેમની પર દેશમાં કોંગ્રેસનું વર્ચસ્વ વધારવાની પણ જવાબદારી છે. વર્તમાન સ્થિતિ અનુસાર દેશના 28 રાજ્યોમાંથી 18માં કોંગ્રેસની સરકાર નથી. જ્યાં કોંગ્રેસની સરકાર નથી ત્યાં કોંગ્રેસની સ્થિતિ સુધારવી, મજબૂત કરીને સરકાર બનીવી શકે તેવી સ્થિતિમાં લાવવા માટે જરૂરી રણનીતિ તૈયાર કરવા માટે રાહુલ ગાંધીએ તૈયાર રહેવું પડશે. આ માટે રાહુલે પક્ષના સંગઠનને મજબૂત કરવું પડશે.

અહીં નોંધપાત્ર બાબત એ છે કે પક્ષના ઉપાધ્યક્ષ બનવાની જવાબદારી રાહુલે સ્વીકારી એ પહેલા પાછલા બે વર્ષોમાં દેશના વિવિધ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં રાહુલને જે જવાબદારીઓ સોંપવામાં આવી હતી તેમાં ખાસ સફળતા મળી નથી. રાહુલની ઉપસ્થિતિ હોવા છતાં યુપી, બિહાર, પંજાબ જેવા રાજ્યોમાં કોંગ્રેસ હારી છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં પણ કોંગ્રેસ હારી છે.

સમગ્ર દેશને હચમચાવી દેનારી કેટલીક ઘટનાઓમાં રાહુલે પોતાનો પક્ષ મૂકવાનું ટાળ્યું હતું જેમાં અણ્ણા હઝારેનું આંદોલન, દિલ્હી ગેંગ રેપ વગેરેનો સમાવેશ થાય છે. જો રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્તરે પોતાનો પ્રભાવ ઉભો કરવો હશે તો આ તમામ મુદ્દાઓનું ધ્યાન રાખવું પડશે. આમ રાહુલ ગાંધી માટે નવી જવાબદારી પડકારજનક છે. સૂઝ બૂઝ અને ઉશ્કેરાટ વગર કામ કરવાથી જ તેમને સફળતા મળી શકશે.

English summary
What is meant to Rahul's 2nd position in party?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X