For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શું છે MTCR? અને ભારતને તેનાથી શું ફાયદો થશે!

|
Google Oneindia Gujarati News

ભારતને આજે મિસાઇલ ટેક્નોલોજી કંટ્રોલ રિઝીમ (MTCR)ની પૂર્ણ સદસ્યતા મળી છે. વિદેશ સચિવ એસ. જયશંકરે ફ્રાંસ અને નેધરલેન્ડ તથા લક્ઝેમબર્ગના રાજદૂતોની હાજરીમાં આ દસ્તાવેજ પર અધિકૃત હસ્તાક્ષર કર્યા છે. અને હવે તે આ વિશ્વના પાવરફુલ ગ્રુપમાંથી એક ગ્રુપનું સભ્ય છે. ત્યારે ભારત દ્વારા એમટીસીઆરની સભ્યતા મેળવ્યા બાદ ભારતની મિસાઇલ્સ તકાત વધશે તે વાત તો પાક્કી છે.

ત્યારે એનએસજીની નિષ્ફળતા બાદ ભારતની આ સફળતાએ વિદેશ મંત્રાલયની મહેનતને એળે નથી જવા દીધી. ત્યારે શું છે એમટીસીઆર? તેનાથી ભારતને કેવો ફાયદો થઇ શકે છે, કેવી રીતે ભારતની આ વિદેશ નીતીએ ચીન અને પાકિસ્તાનને પાછળ પાડ્યું છે તે વિષે સવિસ્તાર જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

શું છે એમટીસીઆર?

શું છે એમટીસીઆર?

1987માં સાત દેશો સમેત 12 વિકસિત દેશો સાથે મળીને હથિયારો અને મિસાઇલ્સની કાળાબજારીને થતી રોકવા માટે એક કરાર કર્યો હતો. જેને મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિઝીમ કહે છે. હાલ 34 દેશો આ ગ્રુપની સભ્યો છે. આ તમામ દેશોને તેમની રાસાણિક, બાયોલોજીકલ અને ન્યૂક્લિયર મિસાઇલ્સની ખરીદ, વેચાણ અને ઉત્પાદન વિષે આ ગ્રુપને જાણકારી આપવી પડે છે.

શું શું ફાયદા ભારતને થઇ શકે છે?

શું શું ફાયદા ભારતને થઇ શકે છે?

નોંધનીય છે કે આ ગ્રુપમાં જોડાયા પછી ભારત તેમાં સામેલ તમામ દેશો એકબીજા સાથે સરળતાથી મિસાઇલ્સની લે-વેચનો વેપાર કરી શકે છે.

શું શું ફાયદા ભારતને થઇ શકે છે?

શું શું ફાયદા ભારતને થઇ શકે છે?

આ ગ્રુપમાં જોડાયા પછી ભારતને રોકેટ સિસ્ટમ, ડ્રોન જેવી ટેકનોલોજીને ખરીદવામાં સરળતા રહેશે. સાથે ભારત પોતાનો મિસાઇલ્સ પાવર વધારી શકે છે.

શું છે નુક્શાન?

શું છે નુક્શાન?

આ કરાર બાદ ભારત વધુમાં વધુ 300 કિમી મારણ ક્ષમતા વાળી મિસાઇલનું જ નિર્માણ કરી શકે છે. જે આ કરાર મુજબ હથિયોરોની હોડને રોકવામાં માટે કરવામાં આવ્યું છે.

શું છે સજા?

શું છે સજા?

જો કોઇ પણ દેશ આ કરારમાં સૂચવેલા નિયમોને તોડે છે તો તે આવનારા બે વર્ષો કે તેથી વધુ સમય સુધી અન્ય કોઇ પણ દેશ જોડે હથિયાર અને મિસાઇલ્સની ખરીદી નથી કરી શકતો.

ઇટલી નડ્યું હતું!

ઇટલી નડ્યું હતું!

નોંધનીય છે કે 2015માં ભારતને આ ગ્રુપની સદસ્યા માટે એપ્લાય કર્યું હતું પણ ઇટલીના વિરોધ ના કારણે તેને આ સભ્યતા નહતી મળી. જો કે 2016માં ભારતનો રસ્તો મોકળો થયો હતો અને તેની સરળતાથી કોઇ પણ વિરોધ વગર આ સભ્યતા મળી હતી.

એનએસજીમાં પણ મદદ

એનએસજીમાં પણ મદદ

સાથે જ જાણકારોનું કહેવું છે કે આવનારા સમયમાં એનએસજીની સદસ્યા માટે દાવેદાર થવા માટે ભારતને તેની એમટીસીઆરની સદસ્યતા મદદરૂપ થઇ શકે છે. જે જોતા આ સભ્યતા ભારત માટે આવનારા દિવસોમાં ફાયદાકારક સાબિત થશે.

English summary
India is set to become the 35th member of the MTCR (Missile Technology Control Regime) on Monday (June 27). Though it has failed to get an entry to the Nuclear Suppliers Group (NSG) as of now, its admission in the MTCR is being seen a big dioplomatic success.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X