For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શું છે વડાપ્રધાનની 'મેક ઇન ઇન્ડિયા' યોજના

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી મેક ઇન ઇન્ડિયાની જાહેરાત જોરશોરથી કરી હતી. તેને લાગૂ કરવા માટે વડાપ્રધાન હવે આગળ વધી રહ્યાં છે. વડાપ્રધાનના નેતૃત્વમાં આ યોજનાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે કેબિનેટે આ સ્કિમને અમલીકરણની મંજૂરી આપી દિધી છે. જેના હેઠળ કેપિટલ ગૂડ્સને પ્રોત્સાહન આપવાનું નક્કી થયું છે. આ ઉપરાંત નવી ટેક્નોલોજી તથા આધુનિકતાને પ્રોત્સાહન આપવામાં આવશે.

શું છે આ મેક ઇન ઇન્ડિયા

શું છે આ મેક ઇન ઇન્ડિયા

શું તમને ખબર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મેક ઇન ઇન્ડિયા આઇડિયા જે હવે એક સ્કીમના રૂપમાં લઇ રહ્યો છે. આ શું છે. જો કે તેનો અર્થ છે કે સારી અને જરૂરિયાતની વસ્તુઓનું નિર્માણ વધુમાં વધુ ભારતમાં થશે.

વસ્તુની બનાવટ ભારતમાં

વસ્તુની બનાવટ ભારતમાં

આ યોજના હેઠળ વડાપ્રધાન ઇચ્છે છે કે જરૂરિયાતની વસ્તુઓના પેકેટ અથવા વસ્તુ પર મેડ ઇન ઇન્ડિયા (Made in India) લખ્યું હોય. આ શબ્દ વસ્તુ પર ત્યારે લખી શકાય જ્યારે વસ્તુની બનાવટ ભારતમાં થઇ હોય.

ઉદાહરણ તરીકે

ઉદાહરણ તરીકે

મોબાઇલનું ઉદાહરણ લઇ લો. સેમસંગ મોબાઇલની પાછળ અથવા સેમસંગ મોબાઇલના ડબ્બા પર લખેલી જાણકારી પર નજર કરીએ તો તેના પર મેડ ઇન કોરિયા લખેલું હશે. કારણ કે સેમસંગ કોરિયામાં બને છે. એટલા માટે જે વસ્તુ જ્યાં બને છે તે દેશનું નામ લખવામાં આવે છે.

શું થાય છે તેનો ફાયદો

શું થાય છે તેનો ફાયદો

તેનો સૌથી મોટો ફાયદો તો એ થશે કે દેશમાં બનેલી વસ્તુની કિંમત ઓછી થશે. આ ઉપરાંત જો વસ્તુનું નિર્માણ ભારતમાં થશે તો તેનો નિકાસ ટેક્સ પણ રાજકીય ખજાનાને ભરી શકાય છે.

આ પાયલોટ પ્રોજેક્ટ હશે

આ પાયલોટ પ્રોજેક્ટ હશે

આ સ્કીમ માટે 930 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. સરકાર યોજના માટે 581 કરોડ આપશે. આખી યોજના પર 20,000 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ શકે છે.

English summary
What is PM Narendra Modi's Make in India scheme.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X