• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોના વાઇરસના ઇન્ફેક્શનનું તમારી નોકરી પર કેટલું જોખમ છે?

By BBC News ગુજરાતી
|

લૉકડાઉનને કારણે લાખો લોકો વર્ક ફ્રૉમ હોમ કરી રહ્યા છે પરંતુ જેમનું ઘરેથી ન થઈ શકે તેઓ હવે લૉકડાઉનમાં ઢીલાશ પછી કામ પર જવાનું શરૂ કરી રહ્યા છે.

તેમનો કોરોના વાઇરસથી સામનો થાય તેની શક્યતા કેટલી? અને તેની સરખામણી કેવી રીતે થઈ શકે છે.

અમેરિકામાં થયેલા એક સર્વેના આધારે યુકેની નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ તરફથી જે આંકડા બહાર પાડવામાં આવ્યા તેમાં કર્મચારીઓ વચ્ચેનું અંતર અને સંક્રમણના ખતરા વિશે વાત કરવામાં આવી છે.

સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઇડલાઇન્સ બહાર આવી એ પહેલાં આ સર્વે કરવામાં આવ્યો હતો.

મોટાભાગના કાર્યસ્થળ પર લોકો એકબીજાની નજીક રહેતા હોય છે, આ અંતર એક હાથ જેટલું હોય છે. બહુ ઓછાં એવાં કાર્યસ્થળો હોય છે, જ્યાં વર્ષમાં ક્યારેક જ સંક્રમણનો ખતરો વધારે હોય છે.

એ નોંધ લેવી જરૂરી છે કે આ સર્વેમાં ભાગ લેનારા લોકોનો ઇન્ટરવ્યૂ ત્યારે લેવામાં આવ્યો હતો જ્યારે અમેરિકામાં કોરોના મહામારી નહોતી ફેલાઈ અને સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઇડલાઇન્સ બહાર નહોતી પાડવામાં આવી.

અમેરિકામાં અલગ-અલગ પ્રકારનાં કાર્યસ્થળોમાં કામ કરવાની પદ્ધતિ જુદી-જુદી હોય છે, પરંતુ મોટાભાગના વિકસિત દેશો માટે પરિણામ એક જેવા હોઈ શકે છે.

આરોગ્યકર્મીઓને બીમારી અને લોકોના સંપર્કમાં આવવાનો ખતરો સૌથી વધારે હોય છે.

એ સિવાય જે લોકોને કાર્યસ્થળે સૌથી ઓછો ખતરો હોય છે તેમાં કલાકારો, વકીલો અને માર્કેટિંગ, એચઆર અને નાણાકીય સેવાઓ સાથે જોડાયેલા કર્મીઓ સામેલ છે.

સફાઈકર્મીઓ, જેલઅધિકારીઓ અને આ પ્રકારની અન્ય સેવાઓમાં કામ કરતા કર્મીઓ અન્ય લોકોના સંપર્કમાં ઓછા આવે, છતાં તેમને પણ ખતરો વધારે હોય છે.

જે કર્મચારીઓ કાર્યસ્થળ પર અન્ય ઘણા બધા લોકો સાથે નજીકના સંપર્કમાં આવતા હોય છે તેમને કોવિડ-19 જેવા નવા સંક્રમણનો ખતરો સૌથી વધારે હોય છે.

ઈંટના ભઠ્ઠા પર કામ કરતા મજૂરો, ટૅક્સીડ્રાઇવર, હૅરસલૂન પર કામ કરતા કર્મીઓ, અભિનેતાઓ અને બારસ્ટાફને ખતરો વધારે છે.

એક સ્ટડી પ્રમાણે યુકેમાં મૃત્યુ પામેલા આરોગ્યકર્મીઓની સંખ્યા સામાન્ય લોકોના સરેરાશ મૃતાંક કરતાં વધારે નથી. જોકે સામાજિકરૂપે કૅર-વર્કર્સ તરીકે કામ કરતા લોકોનો મૃતાંક વધારે હતો.

તો પ્રશ્ન એ છે કે બીમારી અને અન્ય લોકોના સંપર્કમાં આવવાનો સૌથી વધારે ખતરો હોવા છતાં આરોગ્યકર્મીઓમાં મૃત્યુ ઓછા કેમ જોવા મળી રહ્યા છે?

ઓએનએસમાં આરોગ્ય બાબતોના નિષ્ણાત બેન હમ્બરસ્ટોન પ્રમાણે એનું કારણ આરોગ્યકર્મીઓ દ્વારા પહેરવામાં આવતી પીપીઈ કિટ હોઈ શકે છે.

એ સિવાય આરોગ્યકર્મીઓ હાથ ધોવા જેવી સાવચેતીનાં પગલાંનું પણ બરાબર ધ્યાન રાખે છે.

યુકેમાં ટૅક્સીડ્રાઇવરોમાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે ઘણાં મૃત્યુ નોંધાયાં છે. ટૅક્સીડ્રાઇવરો અન્ય લોકો સાથે નજીકથી સંપર્કમાં આવે છે.

હૅરસલૂન અને જિમમાં કામ કરતા ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર જેવા લોકો પણ અન્ય લોકોના સંપર્કમાં આવતા હોય છે. પરંતુ જિમ અને હૅરસલૂન જેવાં સ્થળો બંધ રહ્યાં હોવાને કારણે આ પ્રકારના કામ કરતાં લોકોનાં મૃત્યુ નહોતાં નોંધાયાં.


સર્વેની પ્રક્રિયા

અહીં આપવામાં આવેલો ડેટા યુકે ઑફિસ ઑફ નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ છે.

ઑક્યુપેશનલ ઇન્ફૉર્મેશન નૅટવર્ક દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ભાગ લેનારા લોકોને બે પ્રશ્નો પૂછવામાં આવ્યા જેમના તેમણે એકથી પાંચ વચ્ચે અંક આપીને જવાબ આપ્યા હતા.

પહેલો પ્રશ્ન હતો કે કાર્યસ્થળ પર અન્ય લોકો સાથે કેટલી નજીકથી સંપર્કમાં આવો છો?

બીજો પ્રશ્ન હતો કે કાર્યસ્થળ પર કેટલી વખત બીમારી કે સંક્રમણનો ખતરો હોય છે?

સંક્રમણના ખતરા અંગેના પ્રશ્નના ઉત્તરમાં એકનો અર્થ એ થયો કે તેમને કાર્યસ્થળ પર ક્યારેય ચેપ લાગવાનો ખતરો નથી હોતો, અને પાંચનો અર્થ કે કાર્યસ્થળ પર સંક્રમણનો ખતરો વધારે હોય છે.

અન્ય લોકોના સંપર્કમાં આવવા અંગેના પ્રશ્નના ઉત્તરમાં એકનો અર્થ કાર્યસ્થળ પર તેઓ અન્ય લોકોથી કમસેકમ સો ફૂટના અંતર પર હોય છે. અહીં ઉત્તરમાં પાંચ પસંદ કરવાનો અર્થ એ કે કાર્યસ્થળ પર તેમને અન્ય લોકોને અડવાનું થાય છે અથવા અંતર ઓછું હોય છે.

આ સર્વે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો આવ્યા ત્યાર પહેલાં કરવામાં આવ્યો હતો.

એક પ્રકારની નોકરી કરતા લોકોના જવાબોનો સરેરાશ કાઢીને તેને 100ના આંક પર મૂકવામાં આવ્યો. અને તેના આધારે દરેક નોકરીને રૅન્કિંગ આપવામાં આવી હતી.

ડેનિયલ ડનફર્ડ, શૉન વિલમૉટ, માર્કોઝ ગુર્જેલ અને કેટી હૅસેલ.

https://www.youtube.com/watch?v=CLKQWfaz_Do


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
What is the risk of corona virus infection at your job?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X