• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Toolkit શું હોય છે, જે વિવાદ સાથે જોડાઈ રહ્યું છે દિશા રવિ- નિકિતા જૈકબ અને શાંતનું નામ

|
Google Oneindia Gujarati News

ટૂલકિટ મામલામાં 22 વર્ષની એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડને લઈ વિવાદ ચાલી રહ્યો હતો કે દિલ્હી પોલીસે વધુ બે લોકોના નામનો ખુલાસો કરી આ મામલાની ગંભીરતા વધારી દીધી છે. પોલીસે દિશા ઉપરાંત વધુ બે એક્ટિવિસ્ટ નિકિતા જૈકબ અને શાંતનુ મુલુકને લઈ કેટલાય ગંભીર આરોપો લગાવ્યા છે. પોલીસ આ બંનેને આતુરતાથી તલાશી રહી છે. જો કે ધરપકડથી બચવા માટે નીકિતાએ બૉમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. દિલ્હી પોલીસે અત્યાર સુધી આ કથિત એક્ટિવિસ્ટ વિરૂદ્ધ તેની પાસે કેટલાય તથ્ય હોવાનો દાવો કર્યો છે. આવો આપણે જાણીએ કે જે ટૂલકિટને લઈ આ બધો ફસાદ થઈ રહ્યો છે અને જેના વિશે કહેવાઈ રહ્યું છે કે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલ બબાલ અને લાલકિલ્લા પર ત્રિરંગાના અપમાન સાથે આને જોડવામાં આવી રહ્યું છે, તે આખરે શું છે?

ટૂલકિટ શું હોય છે?

ટૂલકિટ શું હોય છે?

ટૂલકિટ એક ડિજિટલ દસ્તાવેજ છે, જેમાં ઑનલાઈન સંશોધન કરાઈ શકે છે. સામાન્ય રીતે આને કોઈ મુદ્દાને લઈ કરવામાં આવી રહેલી તૈયારીઓ અને તેના ભવિષ્યના રોડમેપ જણાવવા માટે તૈયાર કરવામાં આવે છે. આમાં તે સંબંધિત મામલાથી જોડાયેલ હરેક અપડેટ નાખવામાં આવે છે, જેથી તેની સાથે જોડાયેલા લોકો આ આંદોલન અથવા આ મુદ્દાને ઓનલાઈન અથવા ભૌતિક રૂપે ઉપસ્થિત રહીને ચાલવા માંગે છે, તેમને તેનાથી જોડાયેલી હરેક તાજા જાણકારી અને રણનીતિનો પતો લાગતો રહે. આમાં એવા મુદ્દાથી જોડાયેલ અદાલતી અરજીઓ, પ્રદર્શનકારીઓની જાણકારી, આ જન આંદોલન બનાવવાની કોશિશ સાથે જોડાયેલી તમામ સામગ્રી સૂચનાઓ તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ દિવસોમાં કોઈપણ આંદોલનને યોજનાબદ્ધ રીતે ચલાવવા માટે આ ટૂલકિટ અથવા ગૂગલ ડૉક્યૂમેંટનો જબરદસ્ત ઉપયોગ થઈ રહ્યો છે. આમાં પ્રદર્શનકારીઓ માટે એક્શન પોઈન્ટ આપવામાં આવે છે અને તે મુજબ જ તેઓ નક્કી કરેલી તારીખ અથવા તો રસ્તા પર પ્રદર્શનમાં ભાગ લે છે અથવા તો સોશિયલ મીડિયા પર હેશટેગ કેમ્પેન ચલાવે છે.

આ ટૂલકિટ પર વિવાદ કેમ થઈ રહ્યો છે?

આ ટૂલકિટ પર વિવાદ કેમ થઈ રહ્યો છે?

જણાવી દઈએ કે ખેડૂત આંદોલન માટે પણ આવા પ્રકારના ટૂલકિટનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે સ્વિત્ઝરલેન્ડની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગની ભૂલથી સાર્વજનિક થઈ ગયું હતું. તેમણે ટ્વિટર પર તેને નાખી ખેડૂત આંદોલનને લઈ ટૂલકિટના સંચાલકોના ઈરાદાઓ અને યોજનાઓને જાહેર કરી દેવાયું, જે કથિત રૂપે બહુ ભડકાઉ અને ઉકસાવનાર હતું. જો કે જેવો જ આનો ખુલાસો થયો, તેમણે એ વિવાદાસ્પદ ડૉક્યૂમેન્ટ્સ તરત બદલી નાખ્યાં. દિલ્હી પોલીસે આ મામલે દિશા રવિની ધરપકડ કરી છે અને નિતિકા જૈકબ અને શાંતનુ મુલુકની તલાશ કરી રહી છે. દિલ્હી પોલીસનો દાવો છે કે રવિ, જૈકબ અને શાંતનુએ જ એ વિવાદાસ્પદ ટૂલકિટ તૈયાર કર્યું હતું અને એડિટ કરવા માટે અન્યોને શેર કર્યું હતું. પોલીસ મુજબ દિશા રવિના સેલફોનથી તેમની વિરુદ્ધ પુખ્તા સબૂત મળ્યાં છે. જ્યારે તે ગૂગલ ડોક્યૂમેન્ટ શાંતનુના ઈમેલ અકાઉન્ટથી બનાવવામાં આવ્યું હતું.

આ મામલામાં આરોપ કેટલા ગંભીર છે?

આ મામલામાં આરોપ કેટલા ગંભીર છે?

દિલ્હી પોલીસ મુજબ 26 જાન્યુઆરી અને તે પહેલા પણ આંદોલનને હવા આપવા અને ઉગ્ર બનાવવાની પૂરી યોજના એક સમજી વિચારેલી નિયત સાથે તૈયાર કરાઈ હતી. આ ટૂલકિટમાં એક ખાસ સેક્શન હતું, જેમાં 26 જાન્યુઆરી અને તે પહેલાં હૈશટૈગ દ્વારા ડિઝિટલ સ્ટ્રાઈક કરવા 23 જાન્યુઆરી બાદ ટ્વિટર પર આંદોલન ભડકાવતા ટ્વીટ કરવા, 26 જાન્યુઆરીએ ફિઝિકલ એક્શન અને દિલ્હીમાં ખેડૂત રેલીમાં સામેલ થવા જેવાં આહ્વાન કરવામાં આવ્યાં હતાં. શરૂમાં દિલ્હી પોલીસે આ ટૂલકિટ વિશે ગૂગલ અને કેટલાક સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી જાણકારી માંગી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે ખેડૂત આંદોલન સાથે જોડાયેલ કેટલીક ખાસ ઈમેલ આઈડી, યૂઆરએલ અને કેટલાક સોશિયલ મીડિયા અકાઉન્ટનો રિપોર્ટ આપે, જેમાં ટૂલકિટ નિર્માતાઓનો પણ પૂરો રિપોર્ટ માંગ્યો હતો જેને ગ્રેટા થનબર્ગે ટ્વિટર પર નાખી તમામ રણનીતિ ઉજાગર કરી દીધી હતી.

ટૂલકિટ વિવાદમાં નોંધાયેલી એફઆઈઆરમાં શું છે?

ટૂલકિટ વિવાદમાં નોંધાયેલી એફઆઈઆરમાં શું છે?

દિલ્હી પોલીસની સાઈબર સેલે આ મામલે ટૂલકિટના નિર્માતાઓ વિરુદ્ધ ખાલિસ્તાન સમર્થક અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધાયેલો છે, જે વિરુદ્ધ ભારત સરકાર સામે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક યુદ્ધ છેડવાનો આરોપ છે. સાઈબર સેલના જોઈન્ટ કમિશ્નર પ્રેમનાથ મુજબ આપણે બધા જાણીએ છીએ કે 26 જાન્યુઆરીએ કેટલા મોટા પાયે હિંસા થઈ. ખેડૂત આંદોલન તો 27 નવેમ્બરથી ચાલી રહ્યું હતું. આ ટૂલકિટ વિશે અમને 4 ફેબ્રુઆરીએ માલૂમ પડ્યું. ખેડૂત આંદોલન તો 27 નવેમ્બરથી ચાલી રહ્યું હતું. આ ટૂલકિટ વિશે અમને 4 ફેબ્રુઆરીએ માલૂમ પડ્યું, જેને ખાલિસ્તાની સંગઠનોની મદદથી તૈયાર કરાયું હતું.

19 વર્ષ બાદ ગોધરા કાંડનો મુખ્ય આરોપી રફીક ગુજરાતમાં પકડાયો

English summary
What is Toolkit? which is being linked to the controversy of Disha Ravi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X