• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભાજપ છોડી 'MMS' બનાવવાની ફિરાકમાં નીતિશ કુમાર

|

નવી દિલ્હી, 12 જૂનઃ રાજકારણમાં જો 'MMS' ની વાત કરવામાં આવે તો તેનો અર્ત મનમોહન સિંહ થાય છે. અહીં અમે રાજકારણ અને MMS બન્નેની વાત કરી રહ્યાં છીએ, પરંતુ આ વખતે MMSનો અર્થ બીજો કંઇક છે. જી હાં, અમે એ MMSની વાતો કરી રહ્યાં છીએ, જેના ચક્કરમાં આજકાલ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પડેલા છે. સમાચાર આવી રહ્યાં છે કે, જેડીયુ, ભાજપથી અલગ થવાનું વિચારી રહ્યું છે અને નીતિશ કુમાર આ નવો દાવ રમવાની તૈયારીમાં છે.

સૂત્રોની વાત માનીએ તો નીતિશ કુમાર એક નવા ફેડરલ ફ્રન્ટ બનાવવાની જુગાડમાં છે, પ્રારંભિક સ્તર પર જે વાતો સામે આવી રહી છે, તે અનુસાર, નીતિશ કુમાર ઓરિસ્સા, બિહાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સામેલ હશે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ફ્રન્ટને ફ્રન્ટ પર લાવવા માટે નીતિશ કુમાર સપા મુખિયા મુલાયમ સિંહ(M), મમતા બેનરજી (M) અને શિવસેના(S) સાથે પણ મુલાકાત કરી રહ્યાં છે. જેડીયુના સૂત્ર જણાવે છે કે જો ત્રણેય સીએમ, બિહારના સીએમ નીતિશ કુમાર, ઓરિસ્સાના સીએમ નવીન પટનાયક, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી ઉપરાંત, મુલાયમ સિંહ અને શિવસેના એક સાથે આવી જાય તો એક નવું ફ્રન્ટ બનાવી સરકાર બનાવવાનો દાવો કરી શકે છે.

જેડીયુ સુત્રોનું કહેવું છે કે ભાજપથી અલગ થવામાં હવે અમુક સમય જ બાકી છે. નોંધનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપની ચૂંટણી પ્રચાર સમિતિન અધ્યક્ષ બનાવવા અને પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના રાજીનામા બાદ આવેલો ભૂકંપ હાલ થોડો શાંત જરૂર થયો છે, પરંતુ મોદીના મુદ્દે ભાજપના સંબંધોને લઇને જેડીયુમાં મંથન શરૂ થઇ ગયું છે.

જેડીયુ અને ભાજપના સંબંધો ખરાબ

જેડીયુ અને ભાજપના સંબંધો ખરાબ

જેડીયુ અને ભાજપના સંબંધોમાં થોડાક દિવસો રહી ગયા છે. મોદીને લઇને તેમના વિરોધી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હજુ સુધી એક શબ્દ બોલ્યા નથી, પરંતુ બન્ને દળોના નેતા સામ-સામે આવી રહ્યાં છે. મહારાજગંજ લોકસભા પેટાચૂંટણીથી લઇને ગોવાના પણજી સુધીના ઘટનાક્રમ બાદ જેડીયુના નેતાઓએ પોતાનું નફા નુક્સાનનું આકલન શરૂ કરી દીધું છે. જેડીયુના એક નેતા અનુસાર મુખ્યમંત્રીએ સરકારી આવાસ પર પક્ષના થિંકટેંક નેતાઓની મોડે રાત સુધીની બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

ઉડિયામાં બોલ્યા નવીન

જોરદાર વાત એ છે કે દેશની હિન્દી બેલ્ટમાં આવ્યા પછી પણ નવીન પટનાયક ઉડિયા ભાષામાં બોલતા જોવા મળ્યા છે.

પટનાયકને એક મોટો પ્રશ્ન

જનતા આજે પટનાયકને પૂછી રહી છે કે તેણે પંદર વર્ષમાં ઓરિસ્સાને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધું આજે વિશેષ રાજ્યના દરરજાની માંગ ઉઠી રહી છે.

રાજકારણના પપ્પૂ બન્યા નવીન

આજે એવી સ્થિતિ છે કે જનતા નવીન પટનાયકને રાજકારણના પપ્પૂ કહીં રહી છે.

પછાતો તરફ જોઇ રહ્યાં છે નવીન

મમતા બેનરજી બાદ હવે નવીન પટનાયક પણ પોતાના રાજ્યના પછાતોને મનાવવામાં લાગી ગયા છે.

English summary
Even as the BJP averted its internal crisis, it might soon face a bigger challenge as JDU is likely to end its alliance with BJP over elevation of Narendra Modi as the party's campaign chief for 2014 elections. Now the question arise what are the possibilities with Nitish Kumar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more