For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો નવી સરકારથી શું ઇચ્છે છે બિહારની ગરીબ પ્રજા?

|
Google Oneindia Gujarati News

અપેક્ષાઓની ખાસિયત તે હોય છે કે તેની કોઇ સીમા નથી હોતી. અને ખાસ કરીને જ્યારે ગરીબ લોકોની વાત હોય ત્યારે સવાલ આવી જાય છે રોજી-રોટીનો, પોતાની ઓળખનો અને પોતાના અસ્થિત્વનો. ત્યારે જ્યારે બિહારમાં દલિત અને ગરીબોની સરકાર થવાની છે ત્યારે દલિત અને ગરીબોને આ સરકારની કેટલીક અપેક્ષા હોય તે વાત સ્વાભાવિક છે.

શા માટે પીએમ મોદીથી નિતીશ કુમાર લોકોને વધુ ગમ્યા?

મહાગંઠનની ઐતિહાસિક જીતે તે વાત તો સાબિત કરી દીધી છે કે દલિત અને પછાત સમાજને નવી સરકારની અનેક આશાઓ છે. ત્યારે નિતીશ કુમારનો નારો હતો કે ન્યાયની સાથે વિકાસ ત્યારે આવનારા પાંચ વર્ષોમાં બિહારમાં આ બન્ને વસ્તુઓ લાવવામાં નિતિશ સરકાર સફળ થાય છે કે કેમ તે જોવું રહ્યું.

બિહાર ચૂંટણીના પરિણામોમાંથી ભાજપને મળ્યા 10 પાઠ

બિહારમાં અનેક પ્રશ્નો છે જેનું હલ આવનારી સરકારે શોધવાનું છે. જેમ કે આજે પણ બિહારમાં ખેતરમાં કામ કરનારને ખેતરના માલિક હોવાનો અધિકાર નથી આપવામાં આવ્યો. જોકે આ પહેલા નીતીશ કુમારે ભૂમિ સુધાર આયોગનું ગઠન કર્યું હતું પણ તેની પર ઠોસ કાયદો બનવાનો હજી બાકી છે. વળી પહેલા બિહારમાં સ્પષ્ટ બહુમતી પણ નહતી. પણ આ વખતે જનતાએ સ્પષ્ટ બહુમતી પણ આપી છે જેથી આ અંગે જલ્દી કાર્ય થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

bihar election

બીજો મુદ્દો છે રણવીર સેનાનો. ભાજપના પોસપુત્ર મનતા રણવીર સેના મોટી સંખ્યામાં બિહારમાં દલીત અને પછાત લોકોની હત્યા કરી છે. પણ આટલો વખત તેમને નિતિશ સરકાર દ્વારા અને ભાજપ દ્વારા બચાવવામાં આવતા હતા. ત્યારે આ વખતે શું તેમને સજા મળશે કે કેમ તે જોવાનું રહેશે.

ત્રીજો સૌથી મોટો મુદ્દો છે શિક્ષાનો. હજી પણ બિહારમાં શિક્ષા નિમ્ન સ્તરની છે. દલીત પરિવારના બાળકોને હજી પણ સારું શિક્ષણ મેળવવા માટે અક્ષમ છે. ત્યારે નવી સરકાર શિક્ષણને પ્રાથમિકતા આપે તે જરૂર છે.

નિતીશની હેટ્રીક અને મોદીને પીએમ બનાવનાર એક જ વ્યક્તિ?

ચોથી સમસ્યા છે ન્યાય વ્યવસ્થા અને સામાજીક વ્યવસ્થાની. જેને માટે નિતીશ અને લાલુ બન્નેએ જવાબદારી ઉઠાવી પડશે. બિહારમાં ફરીથી જંગલરાજ આવશે તેવી ભીતિ પણ સેવાઇ રહી છે ત્યારે શું આ જંગલરાજમાં કોઇ ફેરફાર થશે કે કોઇ બદલાવ આવશે કે કેમ તે તો હવે જોવું જ રહ્યું.

English summary
What are the major demands of the poor people in Bihar. Know their expectations from Nitish Govt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X