આધાર પર શું હતો વિવાદ? આ પાંચ સવાલોએ લોકોને કર્યા પરેશાન
આધાર કાર્ડની અનિવાર્યતાને પડકાર ફેંકતી અરજી પર સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક ખંડપીઠે આજે ફેસલો સંભળાવ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આધાર કાર્ડ બિલકુલ સુરક્ષિત છે પણ તેને ફરજીયાત કરવા માટે સરકાર લોકો પર દબાણ ન કરી શકે, આની સાથે જ બેંક ખાતાં, સીમ કાર્ડ, સ્કૂલ વગેરે જગ્યાએ આધાર કાર્ડ લિંક કરવાનો ઓપ્શન ખુલ્લો રાખવાનો નિર્દેશ આપ્યો છે. આધારને લઈને કેટલાક સવાલો હતા જે લોકોને પરેશાન કરી રહ્યા હતા. તો અહિં નજર કરો આવા જ કેટલાક સવાલો પર જે તમને મૂંઝવી રહ્યા હોય.

શું આધાર સુરક્ષિત છે?
UIDAIએ દાવો કર્યો કે આધાર પૂરી રીતે સુરક્ષિત છે. 12 ડિજિટનો નંબર જાહેર કરનાર સંસ્થાનો દાવો છે કે તમારા આધારના બાયોમેટ્રિક ડેટા લીક થવાનો અત્યાર સુધીમાં એકેય મામલો સામે આવ્યો નથી. આલોચકોનો તર્ક છે કે ડેટાની સુરક્ષાને લઈને UIDAIનો દાવો સિમિત ક્ષેત્ર સુધી જ છે. એમનું માનવું છે કે કોઈપણ પ્રકારના સિસ્ટમમાં કોર ડેટા સુરક્ષિત રહે જ છે પરંતુ જ્યારે કોઈ કારણોસર ડેટા શેર કરવામાં આવે છે ત્યારે વ્યક્તિની ઓળખાણ સંબંધિત જાણકારીનો ખોટો ઉપયોગ થઈ શકે છે.
માત્ર સરકારી યોજનાઓ માટે જ આધાર કાર્ડની માહિતી માગવીઃ SC

આધાર નંબર લીક થઈ જાય તો?
જુલાઈ 2017માં ઝારખંડ સરકારની સામાજિક સુરક્ષા વેબસાઈટ પર રાજ્યના વૃદ્ધાવસ્થા પેંશન યોજનાના લાભાર્થીઓનો આધાર નંબર, નામ, સરનામુ અને બેંક અકાઉન્ટ નંબર શેર કરવામાં આવ્યું હતું. જેના પર વિવાદ થયો હતો. આ વિવાદ પર UIDAIએ કહ્યું હતું કે આધાર નંબર શેર થવા પર વ્યક્તિના ખાનગીપણા પર કોઈ સમજૂતી નથી થતી.
જો કે આધાર એક્ટ મુજબ આધાર નંબર જાહેર કરવો ગેરકાયદેસર માનવામાં આવ્યો છે. આલોચકોનું કહેવું છે કે આધાર નંબર જાહેર થવા પર વ્યક્તિની ઓળખાણ અન્ય જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય છે કેમ કે આ નંબર બીજી વાર બદલી ન શકાય. ફેબ્રુઆરીમાં અમદાવાદમાં એક મામલો સામે આવ્યો હતો જ્યાં 32 વર્ષના તરુણ સુરેજાના નામના વ્યક્તિએ એક મૃતકના આધાર કાર્ડના નંબરનો ખોટો ઉપયોગ કરી એક ફાઈનાન્સ કંપની પાસેથી ક્રેડિટ કાર્ડ મેળવ્યું હતું અને તેના પરથી તેણે લાખોની શોપિંગ કરી ચૂકવણી નહોતી કરી. જ્યારે માર્ચમાં બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાના ડુપ્લિકેટ આધાર કાર્ડથી એક હોટલનો રૂમ પણ બુક કરવામાં આવ્યો હતો.
જાણો, આધાર કાર્ડને ઓનલાઈન કેવી રીતે વેરિફાઈ કરશો?

શું પ્રામાણિકતા માટે બાયોમેટ્રિકનો ઉપયોગ થવો જોઈએ?
UIDAIનો તર્ક છે કે પાસવર્ડ જેવી પ્રણાલીથી બાયોમેટ્રિક્સ વધુ સુરક્ષિત છે. બાયોમેટ્રિક પ્રામાણિકતા કોઈ સમસ્યા હોય તેવું UIDAI એવું નથી માનતી. જ્યારે ટીકાકારોનું કહેવું છે કે એવી ટેક્નિક્સ ઉપલબ્ધ છે જેનાથી કોઈ વસ્તુથી વ્યક્તિના ફિંગરપ્રિન્ટ અને સોશિયલ મીડિયા પર શેર કરેલ ફોટોનો ઉપયોગ કરી છેતરપિંડી કરી શકાય છે. 2014માં હેકર્સે જર્મનીના રક્ષામંત્રી ઉર્સુલા વૉન ડેર લેયાનના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ હાઈ રિઝોલ્યૂશન ફેટેમાંથી ડમી ફિંગરપ્રિન્ટ બનાવ્યા હતા.
આંધ્રપ્રદેશમાં 89 લાખ મનરેગા મજૂરોના આધાર ડેટા લીક

આધારની સુરક્ષાને લઈને વધતી ઘટનાઓ
ફેબ્રુઆરી 2017માં UIDAIએ એક્સિસ બેંક, સુવિધા ઈન્ફોસર્વ અને એક અન્ય કંપની વિરુદ્ધ ગુનાહિત મામલો દાખલ કરાવવામાં આવ્યો હતો જ્યારે એક વ્યક્તિએ જુલાઈ 2016થી ફેબ્રુઆરી 2017 દરમિયાન બાયોમેટ્રિકના માધ્યમથી 397 બિનસત્તાવાર લેણ-દેણ કર્યા હતા. આવી જ રીતે ઓગસ્ટ 2017માં એક ડેવલોપરે ઈ-હોસ્પિટલ એપથી છોતરપિંડી કરી હજારો લોકોના આધાર નંબર અને ખાનગી માહિતી એકઠી કરી લીધી હતી. જાન્યુઆરીમાં અંગ્રેજી અખબાર ટ્રિબ્યૂનલના ખુલાસામાં દાવો કરવામાં આવ્યો હતો કે માત્ર 500 રૂપિયામાં એક સૉફ્ટવેર દ્વારા કરોડો લોકોના આધારની ડિટેલ જાણી શકાય છે.
સુરતથી ઝડપાયું નકલી આધાર કાર્ડનું મોટું રેકેટ

આધારને લઈને આ ખામી કેટલી ગંભીર?
નિષ્ણાંતોનું કહેવું છે કે આધાર ડેટા લીક સુરક્ષાનો મુદ્દો છે કે નહિત તે સિક્ટોરિટી ઑડિટના માધ્યમથી જ જાણી શકાય છે. પરંતુ ઑડિટની જાણકારી સાર્વજનિક નથી. UIDAIના સીઈઓએ કહ્યું હતું કે આધારની સુરક્ષાના કારણોસર નામ શેર ન કરી શકાય.