For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર ચૂંટણીના પરિણામોમાંથી ભાજપને મળ્યા 10 પાઠ

|
Google Oneindia Gujarati News

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો ભાજપ માટે ઘણાં આશ્ચર્યનજક રહ્યાં છે. વર્ષ 2010ની ચૂંટણીમાં પક્ષને 91 બેઠકો મળી હતી. અને આ વખતે પક્ષને મોટી પછળાટ મળી છે.

બિહારમાં જનતાનો મત: દેશમાં મોદી, રાજ્યમાં નિતીશ

પાર્ટીએ જ્યાં એકતરફ પોતાની હારનો સ્વીકાર કર્યો છે. તો અંદરો અંદર આ હાર માટે આત્મમંથનની શરૂઆત પણ કરી દીધી છે. આખરે એવુ તો શું થયુ કે પક્ષનું આટલુ ખરાબ પ્રદર્શન રહ્યું.

નિતીશની હેટ્રીક અને મોદીને પીએમ બનાવનાર એક જ વ્યક્તિ?

પક્ષના પ્રદર્શન માટે જે કારણો રહ્યાં હોય પણ તે વાત સત્ય છેકે આ હારમાંથી પાર્ટીને ઘણાં સબક મળ્યાં છે. આવો એક નજર કરીએ કે પક્ષને બિહાર ચૂંટણીમાંથી કયા 10 નવા પાઠ શીખવા મળ્યાં છે.

નિવેદનો

નિવેદનો

રેલીઓ અને સભાઓમાં માત્ર નિવેદનો આપવા ખાતર નિવેદનો ન આપવા પરંતુ દિમાગનો ઉપયોગ કરીને સમજી વિચારીને નિવેદનો આપવા જોઇએ.

સૌનું સાંભળો

સૌનું સાંભળો

નેતા કોઇ પણ હોય ભૂતપૂર્વ અધિકારી હોય, અભિનેતા હોય કે કોઇ નાનો કાર્યકર્તા બધાને સમાનતાથી સાંભળો.

રણનિતી

રણનિતી

માત્ર જાત-પાત અને ગૌ માંસ જેવા મુદ્દાઓને જ રણનિતીમાં શામેલ ના કરો, પણ વિકાસના મુદ્દાને સૌથી પહેલા રાખો.

ઘમંડને ત્યજો

ઘમંડને ત્યજો

લોકસભા ચૂંટણી બાદ અન્ય રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જીતથી આવેલો ઘમંડ બિહારની હારે ચકનાચૂર કરી દીધો છે. ઘમંડને બાજુએ મૂકીને આગળની રણનીતી પર કાર્ય કરો.

દુશ્મનને નબળો ન સમજો

દુશ્મનને નબળો ન સમજો

ભાજપે આ વખતે નિતીશ કુમારને નબળા સમજવાની ભૂલ કરી હતી. જેના કારણે પક્ષને ઘણું નકસાન થયુ છે. તેવામાં હવે આગળની ચૂંટણીમાં પોતાના દુશ્મનોની તાકાતને સમજીને આગળ વધો.

સ્થાનિક નેતાઓને મહત્વ

સ્થાનિક નેતાઓને મહત્વ

ભાજપે શત્રુજ્ઞ સિંહાની ટ્વિટમાંથી એક મોટી શીખ લેવી પડશે. એટલે કે જો સફળતા જોઇએ છે, તો ક્ષેત્રિય નેતાઓને મહત્વ આપવુ પડશે.

લોકસભા અને વિધાનસભા

લોકસભા અને વિધાનસભા

જે નેતા અથવા તો પક્ષ રાષ્ટ્રીય સ્તરે કમજોર છે, તે રાજ્ય સ્તરે પણ નબળા હશે તેમ ન સમજવુ જોઇએ.

પ્રસિદ્ધિ

પ્રસિદ્ધિ

સીએમ નિતીશ કુમારની પ્રસિદ્ધિને પીએમ મોદીએ પોતાની પ્રસિદ્ધિથી ઓછી આંકી. પીએમ મોદીએ સમજવુ પડશે કે બિહારની જેમજ અન્ય રાજ્યોમાં તેમની સરખામણીમાં પ્રસિદ્ધ નેતાઓ હાજર છે.

સમયસર નેતાનું એલાન

સમયસર નેતાનું એલાન

વિધાનસભા ચૂંટણીમાં પક્ષ પાસે જ્યાં સુધી પોતાના સ્થાનિય નેતા નહીં હોય, ત્યાં સુધી જનતા મૂંઝવણ અનુભશે.

વિવાદીત મુદ્દાઓને ચૂંટણી મુદ્દો ન બનાવવામાં આવે

વિવાદીત મુદ્દાઓને ચૂંટણી મુદ્દો ન બનાવવામાં આવે

ગૌ માંસ, પાકિસ્તાન અને આરક્ષણ જેવા મુદ્દાઓ જૂના થઇ ગયા છે. સારૂં રહેશે હવે પાર્ટી આ મુદ્દાઓથી તોબા કરી લે.

English summary
There are various factors that worked for the Mahaghatbandan and several that did not work for the Bharatiya Janata Party led National Democratic Alliance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X