For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

XXX વૉટ્સએપ ગ્રુપમાં જોડાયો મહિલાનો નંબર, વીડિયો-ફોટો જોઈ પહોંચી પોલિસ સ્ટેશન

મુંબઈ પોલિસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે જેણે પૂછ્યા વિના એક મહિલાને એડલ્ટ વૉટ્સએપ ગ્રુપમાં જોડી દીધી.

|
Google Oneindia Gujarati News

સોશિયલ મસેજિંગ એપ વૉટ્સએપ પર હાલમાં ગ્રુપ બનાવીને લોકોને જોડવાનું ચલણ જોરશોરથી ચાલી રહ્યુ છે. લોકો પોતાના કોઈ ખાસ એરિયા, ક્લબ કે સંસ્થા સાથે જોડાયેલ ગ્રુપ બનાવે છે અને ત્યારબાદ પૂછ્યા વિના લોકોને તેમાં જોડી દે છે. જો તમને કોઈ આવી આદત હોય તો તરત જ સાવધાન થઈ જજો. મુંબઈ પોલિસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે જેણે પૂછ્યા વિના એક મહિલાને એડલ્ટ વૉટ્સએપ ગ્રુપમાં જોડી દીધી. ત્યારબાદ ગ્રુપમાં આવતા અશ્લીલ કન્ટેન્ટથી મહિલા એટલી પરેશાન થઈ ગઈ કે તેણે પોલિસની મદદ લીધી અને મહિલાને ગ્રુપમાં એડ કરનારા વ્યક્તિને જેલ સળિયા પાછળ ધકેલી દીધો.

આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ ચૂંટણીઃ મતદાન બાદ કમલનાથે બતાવ્યો હાથનો 'પંજો', શું વધશે મુશ્કેલી?આ પણ વાંચોઃ મધ્ય પ્રદેશ ચૂંટણીઃ મતદાન બાદ કમલનાથે બતાવ્યો હાથનો 'પંજો', શું વધશે મુશ્કેલી?

12 લોકોના વૉટ્સએપ ગ્રુપમાં આવવા લાગ્યા પોર્ન વીડિયો

12 લોકોના વૉટ્સએપ ગ્રુપમાં આવવા લાગ્યા પોર્ન વીડિયો

આ કેસ મુંબઈના માટુંગા વિસ્તારનો છે. એક મહિલાએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરી કે ગયા સપ્ટેમ્બર મહિનામાં એક અજાણ્યા વ્યક્તિએ તેમનો મોબાઈલ નંબર એક વૉટ્સએપ ગ્રુપમાં જોડી દીધો. આ વૉટ્સએપ ગ્રુપનું નામ હતુ 'XXX'. મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યુ કે પહેલા તેને લાગ્યુ તે કોઈએ મજાકમાં તેમનો નંબર આ વૉટ્સએપ ગ્રુપમાં જોડી દીધો છે અને તેમણે તેના પર ધ્યાન આપ્યુ નહિ. આ ગ્રુપમાં કુલ 12 લોકોના નંબર હતા અને મહિલા આમાંથી કોઈને જાણતી નહોતી. ત્યારબાદ ગ્રુપમાં સતત અશ્લીલ મેસેજ, વીડિયો અને ફોટો આવવા લાગ્યા. મહિલાએ કંટાળીને પોલિસમાં ફરિયાદ કરી.

આવી રીતે પકડાયો ગ્રુપ એડમિન

આવી રીતે પકડાયો ગ્રુપ એડમિન

મુંબઈ પોલિસે ગ્રુપ એડમિનનો નંબર લઈને તપાસ કરી તો માલુમ પડ્યુ કે તેનુ નામ મુશ્તાર અલી શેખ (24) છે અને તે પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. વ્યવસાયે કારપેન્ટર મુસ્તાક અલીને પકડવા માટે પોલિસે એક ટીમ બનાવી પશ્ચિમ બંગાળ મોકલી અને સિયોનધારાવી વિસ્તારથી તેની ધરપકડ કરી લેવામાં આવી. મુંબઈ પોલિસે મુશ્તાક સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની ધારા 67 અને 67-એ હેઠળ કેસ ફાઈલ કર્યો છે. કોર્ટમાં હાજર કરાયા બાદ પોલિસે મુશ્તાકને જેલમાં ધકેલી દીધો છે. પોલિસ તેના ફોનની પણ તપાસ કરી રહી છે.

‘મને લાગ્યુ મારા સાળાનો નંબર છે'

‘મને લાગ્યુ મારા સાળાનો નંબર છે'

પોલસ પૂછપરછ દરમિયાન મુશ્તાકે જણાવ્યુ કે તેણે ભૂલથી મહિલાનો નંબર તે ગ્રુપમાં જોડી દીધો હતો. મુશ્તાકે પોતાની આ ભૂલની માફી માંગી અને કહ્યુ કે તેને લાગ્યુ કે આ નંબર તેના સાળાનો છે. પોલિસ મુશ્તાક સાથે પૂછપરછના આધારે ગ્રુપના બાકીના લોકોની પણ પૂછપરછ કરી રહી છે. પોલિસનું કહેવુ છે કે વૉટ્સએપ ગ્રુપ બનાવતા લોકોએ એ વાતનું ધ્યાન રાખવુ જોઈએ કે તે ગ્રુપમાં કયા પ્રકારનું કન્ટેન્ટ શેર કરવામાં આવી રહ્યુ છે. જ્યારે લોકોએ કોઈ વૉટ્સએપ ગ્રુપમાં શેર કરાયેલ વાંધાજનક કન્ટેન્ટ માટે ફરિયાદ નોંધાવી હોય તેવી ફરિયાદો પહેલા પણ ઘણી વાર મળી છે.

આ પણ વાંચોઃ Pics: લગ્ન પહેલા ગૃહશાંતિ પૂજામાં રાજકુમારી જેવી લાગી રહી છે ઈશા અંબાણીઆ પણ વાંચોઃ Pics: લગ્ન પહેલા ગૃહશાંતિ પૂજામાં રાજકુમારી જેવી લાગી રહી છે ઈશા અંબાણી

English summary
Whatsapp Group Admin Arrested Over Sharing Adult Content With Woman.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X