For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૉટ્સએપનું નવુ ફિચર, ગ્રુપ વીડિયો, વોઈસ કોલિંગનો મળશે લાભ

વૉટ્સએપે મંગળવારથી ગ્રુપ કોલિંગની સુવિધા પોતાના યુઝર્સને આપી છે. ગ્રુપ કોલિંગ વોઈસ અને વીડિયો બંને પ્રકારે કરી શકાશે.

|
Google Oneindia Gujarati News

વૉટ્સએપે મંગળવારથી ગ્રુપ કોલિંગની સુવિધા પોતાના યુઝર્સને આપી છે. ગ્રુપ કોલિંગ વોઈસ અને વીડિયો બંને પ્રકારે કરી શકાશે. આનો લાભ આઈઓએસ અને એન્ડ્રોઈડ ફોન યુઝર્સ લઈ શકશે. આ ફિચર દ્વારા યુઝર એક સાથે ઘણા લોકો સાથે વીડિયો ચેટ કરી શકે છે. ગ્રુપ કોલિંગ ફિચરમાં એકસાથે ચાર લોકો વાત કરી શકશે.

ગયા વર્ષે કરી હતી ફિચરની ઘોષણા

ગયા વર્ષે કરી હતી ફિચરની ઘોષણા

ગ્રુપ વીડિયો કોલિંગના ફિચર અંગે કંપનીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં જણાવ્યુ હતુ. ડેવલપર કોન્ફરન્સ F8 માં કંપનીએ આનું એલાન કર્યુ હતુ. ત્યારબાદ સતત આના માટે કામ ચાલી રહ્યુ હતુ. આ ફિચરને લોન્ચ કરવા માટે કંપની સતત કામ કરી રહી હતી. હવે આ ફિચર અધિકૃત રીતે લોન્ચ કરી દેવામાં આવ્યુ છે. દુનિયાભરના આઈઓએસ અને એન્ડ્રોઈડ યુઝર્સ આનો લાભ લઈ શકશે.

2016 માં આવ્યુ હતુ કોલિંગનું ઓપ્શન

2016 માં આવ્યુ હતુ કોલિંગનું ઓપ્શન

વર્ષ 2016 થી વૉટ્સએપમાં વીડિયો કોલિંગનું ફિચર છે. જો કે અત્યાર સુધી બે યુઝર્સ એકસાથે વીડિયો કોલ કરી શકતા હતા, ગ્રુપમાં કોલિંગ કરી શકાતી નહોતી. હવે કંપનીએ ગ્રુપમાં પણ વીડિયો કોલની સુવિધા આપી છે. વૉટ્સએપના જણાવ્યા અનુસાર દુનિયાભરમાં રોજ લગભગ સો કરોડ યુઝર વૉટ્સએપ કોલિંગ કરે છે.

આવી રીતે કરી શકશો ગ્રુપ કોલિંગ

આવી રીતે કરી શકશો ગ્રુપ કોલિંગ

વૉટ્સએપ ગ્રુપ વીડિયો કોલિંગની શરૂઆત કરવા માટે યુઝરને સૌથી પહેલા એક યુઝર કોલ કરવાનો રહેશે અને ત્યારબાદ તમે બે લોકોને વાતચીતમાં શામેલ કરી શકશો. જ્યારે પહેલો યુઝર તે કોલ ઉઠાવી લેશે તો એક પ્લસનું સિમ્બોલ દેખાશે. તેના પર ક્લિક કરીને બીજા યુઝરને વીડિયો કોલિંગ દ્વારા જોડી શકાશે.

English summary
WhatsApp Group video and voice calling now available to everyone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X