For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેક ન્યૂઝ માટે WhatsApp એ શરૂ કર્યુ એડ કેમ્પેઈન, યુઝર્સ માટે 10 ટિપ્સ

આઈટી મંત્રાલયની કડકાઈ બાદ ફેક ન્યૂઝ માટે વૉટ્સએપે ભારતીય વર્તમાનપત્રોમાં એક જાહેરખબર પણ આપી છે જેમાં વૉટ્સએપ પર મળેલા મેસેજ ચેક કરવા માટે ટિપ્સ આપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

આઈટી મંત્રાલયની કડકાઈ બાદ ફેક ન્યૂઝ માટે વૉટ્સએપે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આના માટે કંપનીએ ભારતીય વર્તમાનપત્રોમાં એક જાહેરખબર પણ આપી છે જેમાં વૉટ્સએપ પર મળેલા મેસેજ ચેક કરવા માટે ટિપ્સ આપવામાં આવી છે. કંપનીએ 10 ટિપ્સ આપી છે જેનાથી યુઝરને ખબર પડી શકે કે તેમને આપવામાં આવેલી માહિતી સાચી છે કે નહિ. મંગળવારે કંપનીએ કહ્યુ કે આનાથી લડવા માટે ટેકનોલોજી કંપનીઓ, સરકાર અને સમાજને સાથે કામ કરવાનું રહેશે અને લોકોને આના વિશે જાગૃત કરવા પડશે કે પ્રાપ્ત માહિતી સાચી છે કે નહિ.

મેસેજની સત્યતા ચકાશો

મેસેજની સત્યતા ચકાશો

વૉટ્સએપે લોકોને ફેક ન્યૂઝ વિશે જાગૃત કરવા માટે ભારતીય વર્તમાનપત્રોમાં જાહેરખબર આપી છે. આ એડમાં કંપનીએ યુઝર્સને અપીલ કરી છે કે તે કોઈ પણ મેસેજને ફોરવર્ડ કરતા પહેલા એક વાર ચેક કરી લે. આના માટે કંપનીએ 8 ટિપ્સ પણ આપી છે જેનાથી યુઝર્સ ચેક કરી શકે છે. વૉટ્સએપે પોતાના યુઝર્સને કહ્યુ છે કે તે મેસેજ ફોરવર્ડ કરતા પહેલા ચેક કરી લે. વળી, મળેલી પોસ્ટ પણ વ્યવસ્થિત રીતે વાંચી લે અને જો કોઈ મેસેજમાં કોઈ લિંક છે તો એ જોઈ લે કે તે વિશ્વસનીય છે કે નહિ. વૉટ્સએપે યુઝર્સને વિનંતી કરતા કહ્યુ કે ફેક ન્યૂઝ હંમેશા વાયરલ થઈ જાય છે એટલે પહેલા મેસેજની સત્યતા ચકાશો.

આ સપ્તાહમાં એક નવુ ફિચર

આ સપ્તાહમાં એક નવુ ફિચર

વૉટ્સએપ એ સુનિશ્ચિત કરવા માટે ઘણા ઉપાય કરી રહ્યા છે કે આને ભીડ ભેગી કરવાના એક ઉપકરણ તરીકે વાપરવામાં ન આવે. આના માટે કંપની આ સપ્તાહમાં એક નવુ ફિચર લાવી રહી છે. આ નવુ ફિચર વૉટ્સએપ પર ફોરવર્ડ અને સાચા ન્યૂઝને જાણી શકશે. કંપની યુઝર્સને એ સમજવામાં મદદ કરવા માટે મેસેજને હાઈલાઈટ કરશે કે આને મૂળ રૂપે ટાઈપ નથી કરવામાં આવ્યા. આનાથી મૂળ મેસેજ કોણે લખ્યો છે એ નિશ્ચિત ન થતા તેના ચેકિંગની સલાહ આપવામાં આવશે.

નવા કેબલનું પરિક્ષણ

નવા કેબલનું પરિક્ષણ

ભારતમાં આ ફિચર લોન્ચ કરતા પહેલા કંપનીએ કહ્યુ, "અમે ભારતમાં એક નવા કેબલનું પરિક્ષણ કરી રહ્યા છે જે ફોરવર્ડ મેસેજ અને સેન્ડર દ્વારા ટાઈપ કરીને મોકલેલા મેસેજને હાઈલાઈટ કરે છે. આ મેસેજ પ્રાપ્ત કરનારને એક મહત્વપૂર્ણ સંકેત રૂપે કામ કરશે જેનાથી યુઝર મેસેજને આગળ મોકલતા પહેલા બે વાર વિચારશે. આનાથી મેસેજ પ્રાપ્ત કરનારને એ ખબર પડી જશે કે તેને મળેલ મેસેજ સેન્ડરે પોતે મોકલ્યો છે કે તે એક સંભવિત અફવા છે."

English summary
WhatsApp Starts Ad Campaign To Fight Against Fake News, Lists 10 Tips For Its Users.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X