For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલની ડિનર પાર્ટીમાં જોડાયા અરુણ જેટલી, કોંગ્રેસનો કટાક્ષ

સીએમ કેજરીવાલે જીએસટી કાઉન્સિલ માટે આયોજિત કરી ડિનર પાર્ટી ડિનરમાં પહોંચ્યા નાણાં મંત્રી અરુણ જેટલી ખૂબ સહજતાથી એકબીજા સાથે હસીને વાતો કરતા અરુણ જેટલી અને અરવિંદ કેજરીવાલની તસવીરો વાયરલ

By Shachi
|
Google Oneindia Gujarati News

રાજધાની દિલ્હીમાં ગુરૂવારે એક ચોંકાવનારી ખબર સામે આવી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં કેન્દ્રિય નાણાં મંત્રી અરુણ જેટલી જોવા મળ્યા હતા અને તેમણે ખૂબ ઉત્સાહપૂર્વક આ ડિનરમાં હાજરી પુરાવી હતી. આ ડિનર દરમિયાન બંને સાથે બેસી હસતા અને વાતો કરતા જોવા મળ્યા હતા. તેમની આ તસવીરો હાલ સોશ્યલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બની છે. આ જોઇ ડિનરમાં આવેલ અન્ય લોકો પણ આશ્ચર્યચકિત થઇ ઉઠ્યા હતા.

arunjaitely arvind kejriwal

લોકોને સમજાઇ નથી રહ્યું કે, એકબીજાની જાહેરમાં કડક આલોચના કરનાર બંને નેતાઓ, એકબીજાને ભ્રષ્ટ કહેતા અને માનહાનિનો દાવો કરતા અરવિંદ કેજરીવાલ અને અરુણ જેટલી એકબીજા સાથે આટલા સહજ રીતેકઇ રીતે વાતો કરી રહ્યાં છે. ગુરૂવારે દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની બેઠક હતી, જે મોડી સાંજ સુધી ચાલી હતી. જો કે, આ બેઠકમાં કેટલાક સભ્યો હાજર ન રહેવાને કારણે કેટલીક બાબતો અંગે નિર્ણય લઇ શકાયો નહોતો. આથી મુખ્યમંત્રી કેજરીવાલે કાઉન્સિલના સભ્યો માટે ડિનરનું આયોજન કર્યું અને તેમાં અરુણ જેટલી પણ હાજર રહ્યાં.

શાનદાર ફાઇવ સેંસેઝ ગાર્ડનમાં હતું ડિનર

આ ડિનર દિલ્હીના જાણીતા ફાઇવ સેંસેઝ ગાર્ડનમાં આયોજિત કરવામાં આવ્યું હતું. બેઠક બાદ સીએમ કેજરીવાલ સીધા ડિનર સ્થળ પર પહોંચી ગયા હતા અને તેમણે મનીષ સિસોદિયાને જવાબદારી આપી હતી કે, તેઓ જીએસટી કાઉન્સિલના સભ્યોને લઇને ત્યાં પહોંચે. આ દરમિયાન તેમણે મીડિયા સાથે કોઇ વાતચીત નહોતી કરી. તમામ નેતાઓ એકબીજા સાથે ખૂબ સહજ અને ખુશ જોવા મળ્યા હતા, પરંતુ આ વાત કોંગ્રેસને જાણે પચી નથી.

કોંગ્રેસે કર્યો વ્યંગ

કોંગ્રેસના નેતા અજય માકને આ ડિનર પર વ્યંગ કરતાં કહ્યું કે, બદલે-બદલે સે સરકાર નજર આતે હે, વાહ કેજરીવાલ વાહ! ક્યા પુરાની દિખાવટી કુશ્તી કા ડ્રામા ખત્મ?

English summary
Finance Minister Arun Jaitley attended a dinner session on Thursday with the GST council, headed by Chief Minister Arvind Kejriwal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X