
અટલ બિહારી વાજપાઇએ ઇન્દિરાને ગણાવ્યા દુર્ગા
નવી દિલ્હી, 17 ડિસેમ્બર: આજે આખા દેશમાં લોકો ફક્ત એક વાત પર ચર્ચા કરી રહ્યાં છે કે અંતે કેમ પક્ષ અને વિપક્ષ સદનને ચાલવા દેતા નથી. કેમ વિપક્ષ હોબાળો મચાવીને કામમાં અડચણ પેદા કરે છે. પરંતુ વર્ષ 1971માં એક અવસર એવો પણ આવ્યો હતો કે જ્યારે લોકસભામાં પક્ષ અને વિપક્ષ બંને એક મુદ્દા પર સાથે આવી ગયા હતા.
ચર્ચા છોડીને ઇન્દિરાની ભૂમિકા પર ધ્યાન આપો
વર્ષ 1971માં અટલ બિહારી વાજપાઇ વિપક્ષના નેતા હતા અને ઇન્દિરા ગાંધી દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કરી રહી હતી. અટલ બિહારી વાજપાઇએ વિપક્ષના નેતા તરીકે એક પગલું આગળ વધતાં ઇન્દિરા ગાંધીને 'દુર્ગા' ગણાવ્યા હતા.
વાજપાઇએ આ શબ્દ ઇન્દિરા ગાંધી માટે તે સમયે પ્રયોગ કર્યો જ્યારે ભારતે પાકિસ્તાન પર 1971ની લડાઇમાં એક મોટી જીત પ્રાપ્ત કરી હતી. પાકિસ્તાને 90,368 સૈનિકો અને નાગરિકોએ સરેંડર કર્યું હતું. અટલ બિહારી વાજપાઇએ સદનમાં કહ્યું હતું કે જે પ્રકારે ઇન્દિરા ગાંધીએ આ લડાઇમાં પોતાની ભૂમિકા ભજવી છે, તે ખરેખર કાબિલ-એ-તારીફ છે.
સદનમાં યુદ્ધ પર ચર્ચા ચાલી રહી હતી અને વાજપાઇના અનુસાર આપણે ચર્ચા છોડીને ઇન્દિરા ગાંધીની ભૂમિકા પર વાત કરવી જોઇએ જે કોઇ દુર્ગાથી કમ નથી. આજના આધુનિક જમાનાના રાજકારણમાં જ્યાં સંકુચિત માનસિકતાવાળા વિપક્ષ ક્યારેક-ક્યારેક પક્ષના કોઇ નેતાના મહત્વને ઓળખી શકતા નથી, વાજપાઇએ તે સમયે આ વાત કરીને કદાચ એક નવું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
ઇન્દિરાનું સાહસિક પગલું
ઇસ્ટ પાકિસ્તાનમાં રહેનાર બંગાળી સમુદાય પર પાકિસ્તાન સેના જુલમ વધારતી જતી હતી. ત્યાં વસતા હિન્દુ અલ્પસંખ્યકો પર અત્યાચાર અટકવાનું નામ જ લેતો ન હતો.
10 મિલિયનની હિન્દુ વસ્તી ખતમ કરવા માટે જનરલ ટિક્કા ખાને જે 'બંગાળના કસાઇ'નું ટાઇટલ સુધી આપવામાં આવ્યું હતું, તે લોકોને મારવા પર ઉતર્યો હતો. વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી સતત આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી રહી હતી કે તે આ તરફ ધ્યાન આપે પરંતુ દરેક વખતે તેમની અપીલને નજર અંદાજ કરી દેવામાં આવી.
27 માર્ચ 1971ના રોજ ઇન્દિરા ગાંધીએ નિર્ણય કર્યો કે તે ઇસ્ટ પાકિસ્તાનમાં ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરીને જ રહેશે. તેમને તેમની સરકારના બાકી મંત્રીઓનું પણ સમર્થન મળ્યું.
મુક્તિ વાહીની ગોરિલ્લા જેવા ઇસ્ટ પાકના આર્મી ઓફિસર્સ અને ઇન્ડિયન ઇંટેલીજેંસ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી, તેને પાકિસ્તાનને પરેશાન કરી દિધું હતું. આ પરેશાનીનું સમાધાન પાકિસ્તાનને લડાઇમાં જ નજર આવ્યું અને પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાઇ ગયું.