જ્યારે મનોહર પરિકરની સલામતી માટે ભાજપ કાર્યાલયમાં 10 મૌલવીઓએ પઢી હતી કુરાન
ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરનું રવિવારે (17 માર્ચ, 2019)ના રોજ નિધન થઈ ગયુ. તેમની ઉંમર 63 વર્ષની હતી. ચાર વાર મુખ્યમંત્રી અને પૂર્વ સંરક્ષણ મંત્રી પરિકર લાંબા સમયથી કેન્સરની બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા. છેલ્લા એક વર્ષથી બિમાર ભાજપના વરિષ્ઠ નેતાનું આરોગ્ય બે દિવસ પહેલા ખૂબ ખરાબ થઈ ગયુ હતુ. શનિવારે મોડી રાતથી તે વેન્ટીલેટર પર હતા. રવિવારે સાંજે છ વાગીને ચાલીસ મિનિટે તેમણે અંતિમ શ્વાસ લીધા. પરિકર ભાજપના અમુક નેતાઓમાંના એક હતા જેમની છબી ધર્મનિરપેક્ષ માનવામાં આવતી હતી. આનો અંદાજો એ વાતથી લગાવી શકાતો હતો કે ગયા વર્ષે જ્યારે પરિકરની તબિયત ખરાબ થઈ હતી અને તેમને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા તો તેમની સલામતી માટે ભાજપ કાર્યાલયમાં દસ મૌલવીઓએ ઈસ્લામ ધર્મના પવિત્ર પુસ્તક કુરાનનો પાઠ કર્યો હતો. રાજ્યના આર્કબિશપ ફિલિપ નેરી ફેરાઓએ પણ કેથોલિક સમાજે તેમના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી.

પરિકરની છબી હંમેશાથી ખૂબ સરળ અને સામાન્ય વ્યક્તિની રહી
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક તરીકે શરૂઆત કરીને ગોવાના મુખ્યમંત્રી અને દેશના સંરક્ષણ મંત્રી બનનાર પરિકરની છબી હંમેશાથી ખૂબ સરળ અને સામાન્ય વ્યક્તિની રહી છે. તે સર્વસ્વીકાર્ય નેતા હતા. માત્ર ભાજપ નહિ પરંતુ બીજા પક્ષોના નેતાઓ પણ તેમનુ માન સમ્માન કરતા હતા. તેમણે ગોવામાં ભાજપને મજબૂત આધાર આપ્યો. લાંબા સમય સુધી કોંગ્રેસનો ગઢ રહેનાર ગોવામાં સ્થાનિક સંગઠનોની પકડ છતાં ભાજપ તેના કારણે મજબૂત થઈ.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક રૂપે કેરિયર શરુ કર્યુ
મધ્યમવર્ગીય પરિવારમાં 13 ડિસેમ્બર, 1955ના રોજ જન્મેલા પરિકરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક રૂપે કેરિયર શરૂ કર્યુ. અહીં સુધી કે આઈઆઈટી મુંબઈના સ્નાતક બન્યા બાદ પણ તે સંઘ સાથે જોડાયેલા રહ્યા. સક્રિય રાજકારણમાં પરિકરનું પદાર્પણ 1994માં પણજી સીટ પરથી ભાજપ ટિકિટ પર ચૂંટણી જીતવા સાથે થયુ. તે 2014થી 2017 સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સંરક્ષણ મંત્રી રહ્યા.

પરિકરના પુત્રો રાજકારણથી દૂર
મનોહર પરિકરના બે પુત્રો છે. ઉત્પલ અને અભિજીત. ઉત્પલ અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ છે. જ્યારે અભિજીત બિઝનેસમેન છે. ઉત્પલના પત્ની ઉમા સરદેસી છે. બંનેના લવમેરેજ થયા હતા. ઉમાએ યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાથી અભ્યાસ કર્યો છે. બંનેનો એક પુત્ર છે જેનું નામ ધ્રુવ છે. થોડા દિવસો પહેલા ઉત્પલે કહ્યુ હતુ કે રાજકીય પદ આકરી મહેનતથી મળે છે. આને કોઈ પણ વારસાઈ જાગીર સમજીને ન મેળવી શકે. બીજા પુત્રો અભિજીત બિઝનેસમેન છે. તેમના લગ્ન તેમની જૂની દોસ્ત સાઈ સાથે 2013માં થયા. તેમના પત્ની ફાર્માસિસ્ટ છે.
આ પણ વાંચોઃ કર્ણાટકમાં રાહુલઃ 500-1000 નોટોની જેમ બંધારણને પણ ખતમ કરી દેશે મોદી