'તમે કંઈ પણ કરો લોકો...' જ્યારે અતહર ખાન સાથે ડિવૉર્સ પછી IAS ટીના ડાબીએ લખવી પડી હતી આ પોસ્ટ
નવી દિલ્લીઃ રાજસ્થાનની યુપીએસસી 2016ની પરીક્ષા ટૉપર ભારતીય પ્રશાસનિક સેવા અધિકારી ટીના ડાબી આઈએએસ અધિકારી પ્રદીપ ગાવંડે સાથે લગ્ન કરવા જઈ રહી છે. આઈએએસ ટીના ડાબીના આ બીજા લગ્ન છે. પોતાની સગાઈ વિશે ઈન્સ્ટાગ્રામ પર સોમવારે(28 માર્ચે) ટીના ડાબીએ આ માહિતી શેર કરી. ફોટો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામ ફોટો શેર કરીને ટીનાએ લખ્યુ, 'મારુ આ સ્મિત તમારુ આપેલુ છે.' ટીના ડાબીનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. ટીનાના બીજા લગ્નના સમાચાર સાથે-સાથે તેના ડિવૉર્સની વાત પણ ફરીથી સોશિયલ મીડિયા પર એક વાર ફરીથી ચર્ચામાં છે. વર્ષ 2021ના ઓગસ્ટમાં ટીના અને તેના પૂર્વ પતિ આઈએએસ અતહરખાનના ડિવૉર્સ થયા હતા.

2018માં ટીનાએ કર્યા હતા IAS અતહર ખાન સાથે લગ્ન, 2021માં થયા ડિવૉર્સ
2015ની આઈએએસ ટૉપર ટીના ડાબીએ આઈએએસ અતહર ખાન સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ જ બંનેએ જયપુર ફેમિલી કોર્ટમાં 10 ઓગસ્ટ, 2021ના રોજ ડિવૉર્સ લઈ લીધા હતા. નવેમ્બર, 2020માં ટીના અને અતહર ખાને પરસ્પર સંમતિથી ડિવૉર્સ માટે અરજી આપી હતી. તમને જણાવી દઈએ કે અતહર ખાન કાશ્મીરના રહેવાસી છે. તેમણે 2015માં યુપીએસસી સિવિલ સેવા પરીક્ષામાં બીજો રેન્ક મેળવ્યો હતો. ટીના અને અતહર બંને રાજસ્થાન કેડરના અધિકારી છે. ડિવૉર્સ બાદ બંનેના સંબંધોને લઈને એ વખતે પણ સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ હતી.

ડિવૉર્સ પછી ટીનાએ ઈન્સ્ટા પર લખી હતી આ ઈમોશનલ પોસ્ટ
આઈએએસ અતહર ખાન સાથે ડિવૉર્સ લીધા બાદ ટીના ડાબીએ ઈન્સ્ટાગ્રામ પર 10 ઓગસ્ટ, 2021ના રોજ પહેલી પોસ્ટ કરી હતી જે સોશિયલ મીડિયા પર ફરીથી વાયરલ થઈ રહી છે ટીના ડાબીએ આ ઈમોશનલ પોસ્ટ લખી હતી. ટીનાએ લખ્યુ હતુ, 'તમે કંઈ પણ કરો લોકો તમારા વિશે વાત કરશે અને બોલશે જ. માટે સારુ રહેશે કે તમે એ કરો જેનાથી તમને ખુશી મળે. તમે પોતાની જિંદગીને સારી રીતે જીવવાની કોશિશ કરો.'

ડિવૉર્સ માટે ટ્રોલ કરવામાં આવી હતી ટીના ડાબી
તમને જણાવી દઈએ કે ટીના ડાબીને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. ઈન્સ્ટાગ્રામ પર ટીનાના 1.4 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. આ જ કારણ છે કે તેના ફેન્સે તેના ડિવૉર્સના સમાચાર પર ખૂબ રિએક્ટ કર્યુ. ટીનાના લગ્ન થોડાક જ વર્ષોમાં તૂટી જવા, કદાચ તેના ચાહકોને ગમ્યુ નહોતુ. વળી, એક વર્ગે ટીનાના નિર્ણયનુ સમ્માન પણ કર્યુ હતુ. ટ્રોલર્સને જવાબ આપવા માટે ટીનાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખી હતી.