For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે મહાત્મા ગાંધીએ 4 રૂપિયા માટે પત્ની કસ્તૂરબા પર કર્યો હતો ગુસ્સો

મહાત્મા ગાંધી પોતાના આદર્શ અને નિયમો માટે જાણીતા છે. તેમણે ક્યારેય પોતાના આદર્શ અને નિયમોના રસ્તામાં કોઈને પણ આવવા દીધા નથી.

|
Google Oneindia Gujarati News

મહાત્મા ગાંધી પોતાના આદર્શ અને નિયમો માટે જાણીતા છે. તેમણે ક્યારેય પોતાના આદર્શ અને નિયમોના રસ્તામાં કોઈને પણ આવવા દીધા નથી. ત્યાં સુધી કે પોતાની પત્નીને કસ્તૂરબા ગાંધી પર પણ મહાત્મા ગાંધીએ એક વાર ચાર રૂપિયા માટે ગુસ્સો કર્યો હતો. વાસ્તવમાં 1929 માં નવજીવન કે જે સાપ્તાહિક પત્રિકા હતી તેમાં એક લેખ છપાયો હતો. તેમાં મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલી ખૂબ જ ખાસ વાત સામે આવી છે. લેખનું શીર્ષક હતુ 'માય સૉરો, માય શેમ' એટલે કે મારી વ્યથા, મારી શરમ. આ લેખમાં મહાત્મા ગાંધીએ અમદાવાદ સ્થિત પોતાના આશ્રમમાં રહેતા લોકો પર ગુસ્સો કર્યો હતો જેમાં તેમના પત્ની પણ શામેલ હતા.

આશ્રમનો નિયમ અલગ હતો

આશ્રમનો નિયમ અલગ હતો

ગાંધીજીએ પોતાના એ લેખમાં લખ્યુ હતુ કે જો હું આના વિશે ન લખુ તો મારા કર્તવ્યોનું હનન થશે. ગાંધીજીએ લખ્યુ કે એક કે બે વર્ષ પહેલા કસ્તૂરબાને એક કે બે રૂપિયા અલગ અલગ પ્રસંગે લોકો તરફથી ભેટ રૂપે મળ્યા હતા. આશ્રમનો નિયમ છે કે તે પોતાના માટે કંઈ પણ રાખી શકતા નથી. એટલે સુધી કે જો પોતાને કોઈ પણ વસ્તુ આપવામાં આવી હોય તો પણ તે ન રાખી શકે. આવા સમયમાં તેમણે પૈસા પોતાની પાસે રાખ્યા હતા જે નિયમની વિરુદ્ધમાં હતુ.

આ પણ વાંચોઃ Gandhi Jayanti 2018: બાપૂના આ શાનદાર સંદેશા જરૂર મોકલો દોસ્તોનેઆ પણ વાંચોઃ Gandhi Jayanti 2018: બાપૂના આ શાનદાર સંદેશા જરૂર મોકલો દોસ્તોને

પૈસાની ચાહત બચી છે

પૈસાની ચાહત બચી છે

ગાંધીજીએ જણાવ્યુ કે કસ્તૂરબાની ભૂલ તે વખતે સામે આવી જ્યારે આશ્રમમાં એક ચોર ચોરી કરવા માટે આવ્યો. ચોર આશ્રમની અંદર આવ્યો અને કસ્તૂરબાના રૂમમાં પણ ગયો. જો કે ત્યારબાદ કસ્તૂરબાઓ પોતે કરેલા કર્મ માટે માફી માંગી. પરંતુ આ ઘટના બાદ ગાંધીજીએ લખ્યુ કે કસ્તૂરબાનું વાસ્તવિક હ્રદય પરિવર્તન હજુ સુધી થયુ નહોતુ. તેમની અંદર પૈસાની ચાહત હજુ પણ બાકી હતી.

ચાર રૂપિયા માટે ગુસ્સો કર્યો

ચાર રૂપિયા માટે ગુસ્સો કર્યો

પોતાના લેખમાં ગાંધીજીએ લખ્યુ કે થોડા દિવસ પહેલા અમુક અજાણ્યા લોકોએ કસ્તૂરબાને ચાર રૂપિયા આપ્યા હતા. આ પૈસા આશ્રમને આપવાના બદલે કસ્તૂરબાએ પોતાની પાસે રાખી લીધા હતા. આ કૃત્યને પોતાના લેખમાં ચોરી ગણીને ગાંધીજીએ લખ્યુ કે આશ્રમની અંદર એક વ્યક્તિએ કસ્તૂરબાને નિયમ વિશે જણાવ્યુ. ત્યારબાદ તેમને પોતાના કૃત્ય માટે માફી માંગવી પડી. શરમથી બચવા માટે કસ્તૂરબાએ પૈસા પાછા આપી દીધા અને ફરીથી આવુ નહિ કરવાની વાત કહી.

શપથ લીધા

શપથ લીધા

ગાંધીએ કહ્યુ કે કસ્તૂરબાએ ઈમાનદારીથી પોતાના કૃત્ય માટે માફી માંગી અને શપથ લીધા કે જો તે ફરીથી આવુ કરશે તો તે આશ્રમ છોડી દેશે. ત્યારબાદ આશ્રમે તેમના શપથ સ્વીકારી લીધા. એવુ નથી કે ગાંધીજીએ આ લેખમાં પોતાની પત્ની કસ્તૂરબાને માત્ર વખોડ્યા જ હતા પરંતુ આ લેખમાં તેમણે પોતાની પત્નીની પ્રશંસા કરતા લખ્યુ હતુ કે હું કસ્તૂરબાના જીવનને ઘણુ પવિત્ર માનુ છુ. તેમણે પોતાના પત્ની ધર્મને નિભાવવા માટે ઘણી વસ્તુઓનો ત્યાગ કર્યો. તેણે ક્યારેય મારા ત્યાગના રસ્તામાં બાધા નથી ઉભી કરી.

આ પણ વાંચોઃ 2જી ઓક્ટોબરથી ઉજવવામાં આવી રહ્યો છે દાન ઉત્સવ, જાણો મહત્વઆ પણ વાંચોઃ 2જી ઓક્ટોબરથી ઉજવવામાં આવી રહ્યો છે દાન ઉત્સવ, જાણો મહત્વ

English summary
When Mahatma Gandhi criticised wife Kasturba for Rs 4.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X