• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટેન્કર પલટ્યા બાદ દૂધ લૂટવા ઉમટી ભીડ, તડપતો રહ્યો ઈજાગ્રસ્ત યુવક

|

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં બારી ઘાટામાં બપોરે દૂધ ભરેલું ટેન્કર પલટ્યું. ટેન્કર પલટતા જ તેનું ઢાંકણું ખુલી ગયું અને તેમાં ભરેલું 30 હજાર લિટર દૂધ રોડ પર વહેવા લાગ્યું. આ દરમિયાન ટેન્કર ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. તે દર્દથી તડપતો હતો, પરંતુ લોકોનું ધ્યન તો દૂધ લૂંટવામાં જ હતું. કોઈએ ડ્રાઈવરને મદદ કરવા તસ્દી ન લીધી.

આ ટેન્કર પાલનપુરથી લગભગ 30 હજાર લિટર દૂર ભરીને પાલી તરફ જતું હતું. સામેથી આવી રહેલા ટ્રેક્ટર ટ્રોલીને સાઈડ આપવાના ચક્રમાં ટેન્કર રોડ પરથી નીચે ઉતરી ગયું અને ટેન્કર પલટી ગયું. દૂધથી ભરેલું ટેન્કર પલટી જવાની માહિતી ફેલાતા જ દૂધ લૂંટવા લોકોમાં હરિફાઈ જામી. લોકો ઘરેથી ડોલ, પીપડા સહિતના વાસણો લઈને ટેન્કર પાસે પહોંચ્યા. દૂધ લઈ જવા દરમિયાન કોઈ વ્યક્તિ એક, તો કોઈ વ્યક્તિએ ત્રણ ત્રણ ધક્કા ખાધા. માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ ડ્રાઈવરને સરકારી હોસ્પિટલમાં ભરતી કરાવ્યો. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસમાં રાજસ્થાનમાં દૂધ ઘી અને તેલ ઢોલાવાની આ પાંચમી ઘટના છે.

SIKAR: પાટણમાં વહ્યું રિફાઈન્ડ ટ્રેન

SIKAR: પાટણમાં વહ્યું રિફાઈન્ડ ટ્રેન

સીકર જિલ્લાના પાટન પોલીસના કહેવા પ્રમાણે 22 ઓગસ્ટે કપાસનું રિફાઈન્ડ તેલ બરેલું ટેન્કર રાજકોટ થઈને નોઈડા જતા હતા. પાટન બાયપાસ પર અચાનક નીલગાય રસ્તામાં આવી. જેનાથી ટેન્કરચાલકે કાબુ ગુમાવ્યો અને રોડના કિનારે ટેન્કર પલટી ગયું. જ્યારે આસપાસના લોકોને આ માહિતી મળી તો લોકો ડોલ, પીપડા સહિતના વાસણો લઈને મોટી સંખ્યામાં ટેન્કર પાસે પહોંચ્યા અને તેલ ભરીને ઘરભેગા થઈ ગયા. જો કે આ ઘટનામાં ડ્રાઈવર સુરક્ષિત હતો.

જયપુરમાં પલટ્યું હતું તેલનું ટેન્કર

જયપુરમાં પલટ્યું હતું તેલનું ટેન્કર

4 જુલાઈએ જયપુર જિલ્લાના ચાકસુમાં ફાગી રોડ પર ગોલીરાવ તાળાવના વળાંકે કંડલા ગુજરાતથી મુરૈના મધ્યપ્રદેશ જઈ રહેલું રાઈસ બ્રાન્ તેલનું ટેન્કર પલટી ગયું. જેના કારણે ટેન્કરમાં ભરેલું 44 હજાર લિટર રાઈસ બ્રાન તેલ રોડ પર વહી ગયું. ટેન્કર જ્યાં સુધી સીધું થાય ત્યાં સુધીમાં તો બધું જ તેલ ખાલી થઈ ગયું. ફાગી વળાંકે પીપલી ચાર રસ્તા પાસે ગાંધી સ્મારક રોડ પાસે લગભગ અડધો કલાક સુધી તેલ ફેલાઈ ગયું. તેલ રસ્તા પર વહીને નાળામાં પહોંચી ગયું. તેલ ભેગુ કરીને ભરવા માટે લોકોમાં જાણે સ્પર્ધા લાગી હતી. લગભ ગબે કલાક સુધી સ્ટેટ હાઈવે પર જામ સર્જાયો.

ઝુંઝુનુંમાં દૂધનું ટેન્કર પલટ્યું

ઝુંઝુનુંમાં દૂધનું ટેન્કર પલટ્યું

27 જૂને ઝુંઝુનુ જિલ્લાના બિસાઉ તાલુકામાં ચુરુ રોડ સ્થિત મદરસા પાસે બપોરે દૂધ ભરેલું ટેન્કર પલટ્યું. જેના કારણે રોડ પર દૂધની નદી વહી. લોકોએ અહીં પણ જે વાસણ હાથમાં આવ્યું તે લઈને દૂધ ભરવાની શરૂઆત કરી. લોકો દૂધ ભરીને ઘરે લઈ જવા દોડવા લાગ્યા.

સીકરમાં પલટ્યું હતું ઘી ભરેલું ટેન્કર

સીકરમાં પલટ્યું હતું ઘી ભરેલું ટેન્કર

23 જૂને સીકર જિલ્લામાં લોસલ ડીડવાના રોડ પર મોરડુંગાના વળાંક પાસે એક ટેન્કર પલટ્યું હતું. ટેન્કર ડીડવાનાથી સીકર જતું હતું. રોડ ક્રોસ કરી રહેલી ગાયને બચાવવાના પ્રયાસમાં વનસ્પતિ ઘી ભરેલું ટેન્કર પલટ્યું હતું. અહીં પણ રોડ પ ઘીની નદીઓ વહેવા લાગી. જેવું લોકોને ખબર પડી કે લોકોમાં ઘી ભરવા માટે લાઈન લાગી. લોકો ઘરેથી વાસણો લઈને ઘી ભરવા પહોંચી ગયા.

જયારે પત્નીને તેના પતિ અને ગર્લફ્રેન્ડના 2000 અશ્લીલ ફોટા મળ્યા

English summary
when milk oil and ghee thanker over turned in rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more