For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો નરેન્દ્ર મોદીએ પોતાના લેખમાં ડૉ.કલામ માટે શું કહ્યું?

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણીતા અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આજે લેખ લખીને સ્વર્ગીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એપીજે અબ્દુલ કલામને શાબ્દિક શ્રદ્ઘાંજલિ અર્પી છે.

નોંધનીય છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને "મિસાઇલ્સ મેન" તરીકે જાણીતા ડૉ. અબ્દુલ કલામનું સોમવારે, શિલોંગમાં હદય રોગનો હુમલો થવાના કારણે નિધન થયું હતું. જે બાદ તેમના પાર્થિવ દેહને આજે તેમના વતન રામેશ્વરમાં લઇ જવામાં આવશે. જ્યાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

જો કે આવું પહેલી વાર બન્યું છે ભારતના કોઇ વડાપ્રધાન લેખ લખીને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાજંલિ અર્પી હોય. વળી આ લેખમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબ્દુલ કલામના જીવનના અનેક પાસાને ઉજાગર કર્યા છે. ત્યારે આ લેખના કેટલાક ખાસ અંશો વિષે જાણો આ ફોટોસ્લાઇડરમાં...

ભારતે તેનો રત્ન ખોયો

ભારતે તેનો રત્ન ખોયો

નરેન્દ્ર મોદીએ તેમના લેખના શીર્ષકમાં કહ્યું છે કે "ભારતે તેનું રત્ન ખોઇ દીધું". જો કે તેમણે વિશ્વાસ દર્શાવ્યો કે અબ્દુલ કલામના વિચારો તેમના "ભારતને જ્ઞાનના સુપરપાવર" બનાવવાના સપનાને જરૂરથી માર્ગદર્શન પૂરું પાડશે.

ગરીબ બાળકો માટે પ્રેરણા

ગરીબ બાળકો માટે પ્રેરણા

મોદીએ કહ્યું કે કલામ તે તમામ ગરીબ બાળકો માટે પ્રેરણારૂપ છે જેમને તેમની ગરીબીમાંથી બહાર આવીને પોતાના જીવનમાં ધ્યેય પ્રાપ્ત કરવાની મહેચ્છા હોય.

ગરીબી

ગરીબી

વધુમાં મોદીએ કહ્યું કે ગરીબી એક તેવો વારસો છે જે ગરીબ બાળકને સ્વપ્ન જોવાના પહેલા જ હારવી દે છે. પણ કલામ તેવા વ્યક્તિ હતા જેમણે સંજાગો આગળ હારવાની ના પાડી દીધી.

છાપા વેચનાર

છાપા વેચનાર

નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક સમયે પોતાના ભણતર માટે અને પોતાના પરિવારને આર્થિક સહાય કરવા માટે કલામ છાપા વેંચ્યા હતા. અને આજે તમામ છાપાના તમામ પાના પર ખાલી તેમના વિષે જ લખવામાં આવ્યું છે.

ડૉ. કલામ

ડૉ. કલામ

મોદીએ કહ્યું કે ડૉ. કલામમાં બાળક જેવી પ્રમાણિકતા, ટીનએજર જેવી એનર્જી અને પુખ્ત વયના વ્યક્તિ જેવી પરિપક્વતા હતી. જે તેના જેવા વ્યક્તિની એક યુનિક ખૂબી હતી.

દાન, દયા, બલિદાન

દાન, દયા, બલિદાન

મોદીએ કહ્યું કે કલામે આ દુનિયા જોડેથી ખૂબ જ થોડું લીધું છે અને બદલામાં પોતાનું સર્વસ્વ સમાજને આપ્યું છે. તેમની જોડેથી જો કોઇ વસ્તુ શીખવા જેવી હોય તો તે છે દાન, દયા અને બલિદાન.

રાજકારણ અને કલામ

રાજકારણ અને કલામ

મોદીએ કહ્યું કે કલામ હંમેશા કહેતા કે એક રાજકારણીએ તેના જીવનનો 30 ટકા સમય રાજકારણ પાછળ અને 70 ટકા સમય વિકાસ પાછળ ખર્ચવો જોઇએ.

યોગદાન

યોગદાન

મોદીએ કહ્યું કે કલામના ન્યૂક્લિઅર અને સ્પેસના યોગદાનના લીધે છે જ ભારત વિશ્વ ફલક પર એક સશક્ત રાષ્ટ્ર તરીકે ઉપસી આવ્યું છે.

પિતા

પિતા

મોદીએ કહ્યું કે એક બેચલર હોવાના કારણે કલામને બાળકો નહતા તેવું કહેવાય છે પણ હકીકત તો એ છે કે ભારતના તમામ બાળકોના તે પિતા છે.

ભવિષ્ય

ભવિષ્ય

મોદીએ કહ્યું કે તે જ્યારે મંગળવારે તેમના પાર્થિવ દેહની શ્રદ્ધાજંલિ અર્પવા તેમના દિલ્હી ખાતેને નિવાસ્થાને ગયા ત્યારે રૂમમાં એક પેન્ટીંગ હતું જેમાં બાળકો માટે તેમના દ્વારા લખાયેલા પુસ્તકની કેટલીક લાઇનો લખી હતી. જે દર્શાવે છે કે કલામ ભારતનું ભવિષ્ય તેવા બાળકોના વિચારોમાં હંમેશા જીવિત રહેશે.

English summary
When Narendra Modi said Bharat has lost its Ratna. See what Narendra Modi Wrote about APJ Abdul Kalam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X