12 વર્ષીય ગુજરાતી બાળકની મદદે આવ્યા PM નરેન્દ્ર મોદી

Posted By:
Subscribe to Oneindia News

અમરેલીનો 12 વર્ષનો પાર્થ ગંભીર બિમારીથી પીડાય છે. તેના ઇલાજ માટે તેના પિતા દ્વારા અનેક જગ્યા સારવાર કરાઇ. પોતાની પૂરી બચત અને સંપત્તિ પણ વેચી મારી પણ તેમ છતાં બાળકની સ્થિતીમાં કોઇ સુધાર જોવા ન મળ્યો. ડીડી ન્યૂઝ મુજબ કોઇ વિકલ્પ ન દેખાતા પાર્થના પિતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મદદ. અને તેમના આશ્ચર્યની વચ્ચે તેમના પત્રનો તરત જ પીએમ દ્વારા સકારાત્મક જવાબ આપવામાં આવ્યો.

modi


12 વર્ષીય પાર્થને સબેક્યૂટ સ્ક્લેરોજિંગ પેનેનસેલ્ફાઇટિસ (એસએસપીઆઇ) નામની મગજની બિમારી છે. પાર્થના પિતા મુજબ તેમને આ વાતની જાણ 4 મહિના પહેલા જ થઇ. અમરેલી સાથે અમદાવાદના તમામ સ્પેશ્યાલિસ્ટને તે આ અંગે બતાવી ચૂક્યા છે. પણ તેમ છતાં યોગ્ય ઇલાજ માટે આર્થિક મુશ્કેલી વેઠતા પાર્થના પિતાએ હારીને વડાપ્રધાન પત્ર લખ્યો.


જે બાદ વડાપ્રધાન કાર્યલય તરફથી તેમને એક પત્ર મળ્યો છે જે મુજબ હવે તેમના પુત્રનો ઇલાજ કોઇ પણ ખર્ચ વગર દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં કરવામાં આવશે. જે બાદ હાલ પાર્થનું એમ્સમાં ઇલાજ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડીડી ટીવીના માધ્યમથી પાર્થના પિતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મદદ માટે આભાર વ્યક્ત કર્યો છે.

English summary
અમરેલીના 12 વર્ષીય બાળક પાર્થની મદદ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. વિગતવાર વાંચો અહીં.
Please Wait while comments are loading...