For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ક્યારે ઉપલબ્ધ થશે કોરોના વેક્સીન, આરોગ્ય મંત્રીએ રાજ્યસભામાં આપી માહિતી

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ગુરુવારે રાજ્યસભામાં દેશના કોરોના વાયરસ મહામારીની સ્થિતિ વિશે માહિતી આપી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ગુરુવારે રાજ્યસભામાં દેશના કોરોના વાયરસ મહામારીની સ્થિતિ વિશે માહિતી આપી. આરોગ્ય મંત્રીએ કોરોના વેક્સીન વિશે સંસદમાં કહ્યુ કે ભારત અન્ય દેશોની જેમ પ્રયાસ કરી રહ્યુ છે. પીએમના માર્ગદર્શનમાં એક વિશેષજ્ઞોનો એક સમૂહ આને જોઈ રહ્યો છે અને અમારી પાસે આગળ માટે પણ સારી યોજનાઓ છે. અમને આશા છે કે આવતા વર્ષની શરૂઆતમાં ભારતમાં કોરોના વેક્સીન ઉપલબ્ધ થશે.

કોરોનાથી નિપટવા માટે પીએમને ઈતિહાસ યાદ કરશે

કોરોનાથી નિપટવા માટે પીએમને ઈતિહાસ યાદ કરશે

આરોગ્ય મંત્રીએ રાજ્યસભામાં કહ્યુ, '7 જાન્યુઆરીએ ડબ્લ્યુએચઓથી ચીનમાં કોરોના કેસ મળ્યો હતો. બીજા જ દિવસે અમે બેઠકો શરૂ કરી દીધી હતી. આઠ મહિનાથી પ્રધાનમંત્રી કોરોના માટે દરેક કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે. પીએમ મોદીએ એક પણ નિર્ણય વાત કર્યા વિના નથી લીધો. નિર્ણય એક્સપર્ટ્સની સલાહ, રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કર્યા વિના નથી લીધો. પીએમ મોદીના નેતૃત્વમાં આખો દેશ મળીને કોરોનાની લડાઈ લડી રહ્યો છે. છેલ્લા આઠ મહિનાથી જે રીતે પીએમ મોદીએ કોરોના સાથે સંબંધિત નાનામાં નાની વસ્તુઓનુ ઉંડાણપૂર્વક મોનિટરીંગ કર્યુ, લોકોને ગાઈડ કર્યા, તેમણે બધાની સલાહ લીધી. આના માટે તેમને ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે.'

આપણાથી વધુ કોરોના ટેસ્ટ માત્ર અમેરિકામાં

આપણાથી વધુ કોરોના ટેસ્ટ માત્ર અમેરિકામાં

ડૉ. હર્ષવર્ધને કહ્યુ કે જુલાઈ-ઓગસ્ટમાં ભારતમાં 300 મિલિયન કોરોના કેસ અને 5-6 મિલિયન મોતની વાત કહેવામાં આવી હતી પરંતુ આપણે સારી સ્થિતિમાં છે. તેમણે કહ્યુ કે 135 કરોડના આ દેશમાં આપણે 11 લાખ ટેસ્ટ કરી રહ્યા છે. આપણાથી વધુ કુલ 5 કરોડ ટેસ્ટ અત્યાર સુધી અમેરિકાએ કર્યા છે. આપણે જલ્દી અમેરિકાને ટેસ્ટિંગમાં પાછળ છોડી દઈશુ.

લૉકડાઉનથી રોક્યા 29 લાખ કેસ

લૉકડાઉનથી રોક્યા 29 લાખ કેસ

આ પહેલા લોકસભામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને માહિતી આપી હતી કે દેશભરમાં લૉકડાઉન લગાવવુ સરકારનો સાહસિક નિર્ણય હતો. એ અનુમાન લગાવવામાં આવ્યુ છે કે આ નિર્ણયથી 14થી 29 લાખ કોરોના કેસ અને 37,000થી 78,000 મોત રોકવામાં આવી. આજે દેશમાં પૂરતી માત્રામાં કોરોના કિટ, દવાઓ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. દેશમાં સક્રિય કેસથી વધુ સંખ્યામાં લોકો રિકવર થઈને પોતાના ઘરે પાછા ફર્યા છે. કોરોના સામે દેશ એક જૂટ છે અને અમને પૂરો ભરોસો છે કે અમે આ જંગ સફળતાપૂર્વક જીતીશુ.

ચીન દ્વારા જાસૂસી મામલે સત્ય સામે લાવશે આ સમિતિચીન દ્વારા જાસૂસી મામલે સત્ય સામે લાવશે આ સમિતિ

English summary
When will the COVID19 vaccine to be available in India, Health Minister Harsh Vardhan informed in rajyasabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X