• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

યુપી પોલીસની હોળી,'હમકા પીની હે..પીની હે, હમકા પીની હે'

|
Google Oneindia Gujarati News

મુરાદાબાદ, 29 માર્ચઃ યુપીની કમાન ભલે સૌથી યુવા મુખ્યમંત્રીના હાથોમાં હોય પરંતુ સપાની સરકારે કાયદો-વ્યવસ્થાના કેવી રીતે ધજાગરા ઉડાવ્યા છે તેના પુરાવા અવાર-નવાર મળતા રહે છે. કાયદો વ્યવસ્થાની કમાન સંભાળનારી યુપી પોલીસની છબી શંકાના ઘેરામા છે. મુરાદાબાદમાં વર્દીના નશાના ચૂર પોલીસકર્મીઓએ જે કર્યું તેનાથી ફરી એક વખત યુપી પોલીસની કાર્યપ્રલાણી પર પ્રશ્નો ઉઠ્યાં છે.

અહીંના કેટલાક પોલીસકર્મીઓએ મથકને જ દારૂની દુકાન બનાવી નાંખ્યું અને સગીર બાળકોને બળજબરીપૂર્વક દારૂ પીવડાવ્યો હતો, એટલું જ નહીં પરંતુ તેમણે જોરદાર હંગામો મચાવ્યો હતો. મોટેથી સંગીત સાંભળવાની સાથો-સાથ નશામાંચૂર આ પોલીસકર્મીઓએ ડાન્સ કર્યો હતો અને દેકારો મચાવ્યો હતો.

મથકમાં પોલીસકર્મીઓની હરકતો કેમેરામાં કેદ થઇ ગઇ, જ્યારે આ વાતની જાણકારી પોલીસ અધિકારીઓને થઇ તો તેણે કાર્યવાહી કરવાની વાત કરી હતી. પોલીસકર્મીઓએ આ હરકત બાદ ટોચના અધિકારીઓએ તેના વિરુદ્ધ પગલાં ભરવાની વાત કરી છે અને ટૂંક સમયમાં તેમની આ હરકતો પર કાર્યવાહી કરવા અંગે આશ્વાસન આપ્યું છે. આરોપી પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરતા બેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બેને સસ્પેન્ડ કરવા ઉપરાંત અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ પણ આપ્યા છે.

English summary
Uttar pradesh show their real face. Policemen drink inside the Police station.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X