For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કયા રાજ્યમાં રહે છે સૌથી વધુ અમીર લોકો, જાણો

આપણા દેશમાં સૌથી વધુ અમીર લોકો કયા રાજ્યમાં રહે છે તેનો ખુલાસો હાલમાં જ થયો. ભારતમાં સૌથી વધુ અમીર વ્યક્તિઓ મહારાષ્ટ્રમાં રહે છે.

|
Google Oneindia Gujarati News

આપણા દેશમાં સૌથી વધુ અમીર લોકો કયા રાજ્યમાં રહે છે તેનો ખુલાસો હાલમાં જ થયો. ભારતમાં સૌથી વધુ અમીર વ્યક્તિઓ મહારાષ્ટ્રમાં રહે છે. Barclays Hurun India Rich List 2018 અનુસાર મહારાષ્ટ્રમાં રહેતા આ વ્યક્તિઓની સંપત્તિ ઓછામાં ઓછી 1000 કરોડ રૂપિયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ અમીર વ્યક્તિઓ દેશની આર્થિક રાજધાની મુંબઈ, ઠાણે, નાસિક, નાગપુર અને પૂણેમાં રહે છે.

mumbai

મહારાષ્ટ્રના પાંચ જિલ્લા - મુંબઈ, ઠાણે, નાસિક, નાગપુર અને પૂણેમાં 271 અમીર વ્યક્તિઓ રહે છે. જેમની સંપત્તિ ઓછામાં ઓછી 1000 કરોડ રૂપિયા છે. આ બધા લોકોની સંપત્તિ મિલાવી દેવામાં આવે તો 21.14 લાખ કરોડ થશે. તે ભારતના કુલ 42.7 ટકા છે. ભારતમાં આવા અમીર લોકોની સંખ્યા કુલ 831 છે.

આ પણ વાંચોઃ સીએમ યોગીઃ વિવેક તિવારીનું એન્કાઉન્ટર નથી થયુ, જરૂર પડી તો CBI તપાસ થશેઆ પણ વાંચોઃ સીએમ યોગીઃ વિવેક તિવારીનું એન્કાઉન્ટર નથી થયુ, જરૂર પડી તો CBI તપાસ થશે

દેશમાં ટોપ 10 માંથી પાંચ લોકો મહારાષ્ટ્રમાં રહે છે. તેમાં દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનું નામ પણ શામેલ છે. જેમનુ ઘર એન્ટીલિયા મુંબઈમાં સ્થિત છે. અંબાણીની સંપત્તિ 3.7 લાખ કરોડ બતાવવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર બાદ સૌથી અમીર વ્યક્તિ દિલ્હીના એનસીઆરમાં રહે છે. નવી દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં 176 લોકો રહે છે જેમની સંપત્તિ 1000 કરોડ રૂપિયા છે. ત્યારબાદ કર્ણાટક છે જ્યાં 71 લોકો રહે છે. ગુજરાતમાં 1000 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા 60 લોકો રહે છે. પાંચમાં નંબરે આંધ્રપ્રદેશ છે જ્યાં આવા 55 લોકો છે.

આ પણ વાંચોઃ કોણ હતા વિવેક તિવારી જેને યુપી પોલિસે શંકાસ્પદ સમજી ગોળી મારી દીધીઆ પણ વાંચોઃ કોણ હતા વિવેક તિવારી જેને યુપી પોલિસે શંકાસ્પદ સમજી ગોળી મારી દીધી

English summary
Where The Most Richest Indians Live? Know Here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X