For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે વધુ પાવરફુલ? ભારતનું સુખોઇ કે પાકનું F-16

|
Google Oneindia Gujarati News

ગુરુવારે ઇસ્લામાબાદના આકાશમાં ફાઇટર જેટ એફ 16 ઉડાન શું ભરી લાહૌરથી લઇને દિલ્હી સુધી આ વાતે ચર્ચાઓનું બજાર ગરમ કરી દીધુ. ત્યારે સવાલ તે ઊભો થાય છે કે પાકિસ્તાન અમેરિકાથી મળનાર ફાઇટર જેટ પર કેમ આટલું ગુમાન કરે છે? શું ભારત પાસે પણ તેના એફ-16ને કાંટાની ટક્કર આપે તેવું કોઇ ફાઇટર પ્લેન છે?

નોંધનીય છે કે જ્યારે 1999માં કારગિલની લડાઇ થઇ હતી ત્યારે મિગ ફાઇટર જેટે દુશ્મનોનો છક્કા છોડાવી દીધા હતા. જો કે હવે મિગનો તે સુર્વણકાળ સમાપ્ત થઇ ગયો છે. તેવામાં ભારતની પાસે સુખોઇ 30 નામનું પ્લેન છે જે પાકિસ્તાનના એફ 16ને બરાબરનો જવાબ આપી શકે છે. ત્યારે આજે અમે તમને આ બન્ને પ્લેનના સારા-નસારા પોઇન્ટ જણાવાના છીએ. જે બાદ તમે આમાંથી કોણ કેવી રીતે પાવરફુલ છે તે જાણી શકશો.

કિંમત

કિંમત

એફ-16 : અમેરિકી ફાઇટર જેટ એફ 16ને જનરલ ડાયનૈમિક્સ અને લોકહીડ માર્ટીનને તૈયાર કર્યું હતું. તેના એક યુનિટની કિંમત છે અંદાજે 18.8 મિલિયન ડોલર.
સુખોઇ 30: રશિયાના ફાઇટર જેટ સુખોઇને સુખોઇ ડિઝાઇનર બ્યૂરોએ તૈયાર કર્યો હતો. અને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે એચએએલ દ્વારા તેને રુસથી લાઇસન્સ મળ્યા બાદ સાથે મળીને બનાવવામાં આવ્યું હતું. સુખાઇના એક યુનિટની કિંમત છે 53 મિલિયન ડોલર.

કોની કેટલી સ્પીડ?

કોની કેટલી સ્પીડ?

સુખોઇ- 751 નોટિકલ મીલ પર ન્યૂતમ અને અધિકતમ 1,620 નોટિકલ મીલ સુધી જઇ શકે છે. સુખોઇ 14,970 ફીટ ન્યૂયતમ અને 56,800 ફીટ અધિતમ ઉંચાઇ સુધી જઇ શકે છે. સુખોઇની સ્પીડ વધુમાં વધુ 2,120 કિમી પ્રતિ કલાક છે.
એફ-16 - 1,411 નોટિકલ મીલ સુધી ન્યૂનતમ અને અધિકતમ 2,280 નોટિકલર મીલ સુધી જઇ શકે છે. ત્યાં જ ન્યૂનતમ 8,170 ફિટ અને અધિકતમ 50,000 ફીટ ઊંચાઇ સુધી જઇ શકે છે. અને તેની અધિકતમ સ્પીડ 2,175 કિમી પ્રતિ કલાક છે.

રડાર સિસ્ટમ

રડાર સિસ્ટમ

સુખોઇ-30માં એન011એમ રડાર છે. જેની ડિટેક્શન રેન્જ લગભગ 140 કિમી સુધી છે. ત્યાં જ એફ-16માં ફિટ એપીજી રડારનું પરફોર્મન્સ છે જેને સુખોઇની સારું માનવામાં આવે છે. ટારગેટ વિષે જાણવા મામલે સુખોઇને એફ-16ને સારું માનવામાં આવે છે. ત્યાં જ સુખોઇ ઇન્સ્ટોલ પીઇએસએસ રડાર સરળતાથી રડાર વોર્નિંગ સિસ્ટમ ડિટેક્ટ કરી શકે છે. પણ એફ 16ની એઇએસએની સાથે આવું નથી.

વજન અને રેન્જ

વજન અને રેન્જ

વજનના મામલે એફ -16 એટલું સારું નથી. તે મામલે સુખોઇનું વજન છે 38,800 કિલોગ્રામ જ્યારે એફ-16નું વજન છે 21,772 કિલોગ્રામ.
રેન્જ
અમેરિકી ફાઇટર જેટ એફ-16ની રેન્જ 3,222 કિમી છે એટલે કે તે સરળતાથી ઇસ્લામાબાદથી ભારતના અનેક વિસ્તારોને સરળતાથી ટારગેટ કરી શકે છે. ત્યાં જ સુખોઇની રેન્જ 3,000 કિમી છે જે એફ-16થી ઓછી છે.

સુખોઇમાં ફિટ છે બ્રહ્મોસ

સુખોઇમાં ફિટ છે બ્રહ્મોસ

જો કે સુખોઇએ બ્રહ્મોસ ટેસ્ટ પાસ કર્યો છે. અને સુખોઇને રાતમાં પણ ઉડી શકે તે રીતે અપગ્રેડ કરાયો છે. વળી બ્રહ્મોસ મિસાઇલની રેન્જ 300 કિમી સુધી છે.
સુખોઇમાં બીવીઆર
સુખોઇની રડાર સિસ્ટમને વધુ શ્રેષ્ઠ કરવા માટે તેમાં બીવીઆર એટલે કે બિયોન્ડ વિજ્યુઅલ રેન્જ કોન્સેપ્ટ લગાવવામાં આવ્યો છે. જેને દુનિયાની શ્રેષ્ઠ ટેકનોલોજી છે.

હથિયાર

હથિયાર

એમ-16માં એમ61A120 એમએમ મલ્ટીબેરલ બંદૂક છે જે 500 રાઉન્ટ ફાયરિંગ કરે છે. હવાથી હવામાં મારી શકે તેવી 6 મિસાઇલ્સ તેમાં ઇનસ્ટોલ કરી છે. વળી તે હવાથી જમીન પર પણ મારી શકે છે. ઇલેક્ટ્રોનિક વોરફેયરમાં સક્ષમ છે.
સુખોઇ- 30 એમએમની સિંગલ બૈરલ જીએસએચ- 301 બંદૂક જે 150 રાઉન્ડનું ફાયરિંગ કરી શકે છે. તેમાં પણ હવાથી હવામાં મરાય તેવી 6 મિસાઇલ છે. હવામાંથી જમીન પર પણ મારી શકે છે. 6 લેસર ગાઇડેડ બોમ્બ, 8,500 કિલોના વજન વાળા ક્લસ્ટર બોમ્બ અને 80થી વધુ અનગાઇડેડ રોકેટ્સથી તે સજ્જ છે.

English summary
which fighter jet is mightier pakistan air force f 16 or iaf sukhoi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X