બેંગ્લોરમાં 94 કિમીના રસ્તા પર સફેદ પટ્ટા લગાવવામાં ચંદ્રયાન 2 જેટલો ખર્ચો થયો!
બેંગ્લોરઃ ઈસરોના અભિયાન ચંદ્રયાન 2ની લાગતની સરખામણી નાસાના અભિયાન અને હૉલીવુડ ફિલ્મો સાથે કરવામાં આવી રહી છે. ઓછા બજેટમાં અંતરિક્ષ સુધી પહોંચવાની આ સોનેરી સફર બદલ આખો દેશ ઈસરો પર ગર્વ કરી રહ્યો છે ત્યારે બેંગ્લોર કોર્પોરેશને ઈશરોના આ ચંદ્રયાન 2 અભિયાન જેટલા રૂપિયા માત્ર રસ્તાઓ પર ચૂનો લગાવવામાં ખર્ચી નાખ્યા. તમે જાણીને ચકિત થઈ જશો કે બેંગ્લોરના રસ્તામાં વ્હાઈટ ટોપિંગ કરવામાં તેનાથી પણ વધુ ખર્ચો થયો. તમને પણ આ અજીબ લાગશે પરંતુ આંકડા આની સાબિતી આપી રહી છે.
ચંદ્રયાન 2ની લાગતે સૌકોઈને પ્રભાવિત કર્યું. ઈસરોની આટલી ઓછી લાગતમાં આ અભિયાનને પૂરું કરવા માટે સૌકોઈ વખાણ કરી રહ્યા છે. આ મિશનને 978 કરોડ રૂપિયામાં પૂરું કરવાથી સૌકોઈ દંગ રહી ગયા. જ્યારે વર્ષ 2016માં 972 કરોડ રૂપિયાની લાગતથી બેંગ્લોરના રસ્તામાં વ્હાઈટ ટોપિંગ માટે બૃહત બેંગ્લોર મહાનગર પાલિકાએ બે કંપનીઓ એનસીસી અને મધુકોન પ્રોજેક્ટ્સને આદેશ જાહેર કર્યા.
ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન 2નું વિક્રમ લેન્ડર ઈસરોના પ્લાન મુજબ સૉફ્ટ લેન્ડિંગ ન કરી શક્યું અને ચંદ્રથી માત્ર 2.1 કિમીની દૂરી પર સ્પેસ એજન્સીથી તેનો સંપર્ક તૂટી ગયો, જો કે હવે ઑર્બિટરની મદદથી વિક્રમના કલેક્શનનો પતો લાગી ચૂક્યો છે અને તેનો સંપર્ક સાધવાની કોશિશ કરવામાં આવી રહી છે. સોમવારે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ જાણકારી આપી હતી કે લેન્ડર વિક્રમ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
ઈસરો ચીફ સિવાને જણાવ્યું કે ચંદ્રયાન 2નું લેન્ડર મળી ગયું છે પરંતુ હજુ સુધી તેનો કોઈપણ કોન્ટેક્ટ થઈ શક્યો નથી. સિવને એમ પણ જણાવ્યું કે ઑર્બિટરે લેન્ડરની થર્મલ ઈમેજ પણ ક્લિક કરી છે. સિવનની આ જાણકારી મુજબ લોકોની ઉમ્મદી ફરી જીવિત થઈ છે.
સ્માર્ટફોનના સ્માર્ટ ઉપયોગથી તગડા ચલાનથી બચી શકો, જાણો કેવી રીતે