For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રાજ્યના સર્વેમાં મોદીના મુકાબલે રાહુલ પીએમ પદ માટે પહેલી પસંદ

દેશના હવે પછીના પ્રધાનમંત્રી કોણ હશે એ તો હવે ભવિષ્ય નિર્ધારિત કરશે પરંતુ ચૂંટણી પહેલા જ તમિલનાડુની જનતાએ પોતાનો મૂડ બતાવી દીધો છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીમાં હજુ સમય છે પરંતુ રાજકીય દળોની સાથે સાથે દેશનો મૂડ પણ હવે ચૂંટણીના રંગે રંગાવા લાગ્યો છે. દેશના હવે પછીના પ્રધાનમંત્રી કોણ હશે એ તો હવે ભવિષ્ય નિર્ધારિત કરશે પરંતુ ચૂંટણી પહેલા જ તમિલનાડુની જનતાએ પોતાનો મૂડ બતાવી દીધો છે. તમિલનાડુની જનતાએ પોલ દ્વારા પોતાનો મૂડ બતાવી દીધો છે કે દેશના પ્રધાનમંત્રી તરીકે તેમની પહેલી પસંદ કોણ છે? સર્વેમાં જનતાએ બતાવી દીધુ છે કે જો તમિલનાડુમાં ચૂંટણીમાં થશે તો રાજ્યની સત્તા કોના હાથમાં જશે.

શું છે તમિલનાડુનો મૂડ

શું છે તમિલનાડુનો મૂડ

સર્વે મુજબ જો આજે લોકસભા ચૂંટણી થાય તો તમિલનાડુની 41 ટકા જનતા ડીએમકેના પક્ષમાં મત આપશે. જ્યારે 25 ટકા તમિલનાડુની જનતાએ એઆઈએડીએમકેના પક્ષમાં મત આપશે. એએમએમકેના પક્ષમાં 8 ટકા અને રજનીકાંતના પક્ષમાં માત્ર 6 ટકા મત જશે. વળી, કમલ હાસનના પક્ષમાં 5 ટકા લોકોએ મત આપવાની વાત કહી જ્યારે અન્યના ખાતામાં 7 ટકા મત આવશે.

પીએમ પદ માટેની પહેલી પસંદ કોણ?

પીએમ પદ માટેની પહેલી પસંદ કોણ?

ધાંતી ટીવી અને કૃષ ઈન્ફો મીડિયા સર્વેમાં તમિલનાડુની જનતાએ પીએમ પદ માટે ચોંકાવનારી વાત સામે મૂકી છે. સર્વે મુજબ પ્રધાનમંત્રી પદ માટે પીએમ મોદીથી વધુ તમિલનાડુની જનતાએ રાહુલ ગાંધીને પસંદ કર્યા છે. રાહુલના પક્ષમાં 37 ટકા લોકોએ મત આપ્યા જ્યારે તમિલનાડુની માત્ર 20 ટકા જનતા જ ઈચ્છે છે કે પીએએમ મોદી એક વાર ફરીથી દેશની સત્તા સંભાળે. તમિલનાડુની 59 ટકા લોકોએ પીએમ મોદીને નબળા અને પ્રતિરોધી માન્યા છે જ્યારે માત્ર 15 ટકા તમિલનાડુની જનતાએ તેમને મજબૂત પ્રધાનમંત્રી માન્યા છે. 26 ટકા લોકોએ સામાન્ય વ્યક્તિત્વના રૂપમાં તેમના માટે મતદાન કર્યુ છે. વળી, સૌથી વધુ 43 ટકા લોકો ઈચ્છે છે કે નવો ચહેરો આવે.

કોણ બનશે તમિલનાડુનો કિંગ?

કોણ બનશે તમિલનાડુનો કિંગ?

સર્વે મુજબ જો અત્યારે ચૂંટણી થાય તો તમિલનાડુમાં ડીએમકે નેતા સ્ટાલિનને સૌથી વધુ લોકો મુખ્યમંત્રી તરીકે જોવા ઈચ્છે છે. 51 ટકા લોકોએ ડીએમકે નેતા સ્ટાલિનના પક્ષમાં મત આપ્યા. જ્યારે ઈપીએસના પક્ષમાં 17 ટકા મત આપ્યા. વળી, એઆઈડીએકેના ઓપીએસના પક્ષમાં 8 ટકા લોકોએ મત આપ્યા છે. વળી, 6 ટકા લોકો ટીટીવીને પીએમ તરીકે જોવા ઈચ્છે છે. 6 ટકા લોકોએ રજનીકાંત અને 5 ટકા લોકોએ કમલ હાસનના પક્ષમા મત આપ્યા છે.

English summary
Who, according to Tamil Nadu, is the preferred candidate for PM's post?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X