• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખાદ્ય સુરક્ષા બિલથી કોને લાભ?; ગરીબો, સરકાર કે કોર્પોરેટ જગત

|
Google Oneindia Gujarati News

લોકસભામાં પાસ થઇ ગયા બાદ રાજ્યસભામાં ગયેલા ફૂડ સિક્યુરિટી બિલનો વિરોધ બે કારણોથી થઇ રહ્યો છે. એક કારણ રાજકીય છે અને બીજું કારણે કોર્પોરેટ જગત અથવા તેમના સમર્થક અર્થશાસ્ત્રીઓ તરફથી છે. આ અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ખાદ્ય સુરક્ષા બિલને કારણે દર વર્ષે એક લાખ 25 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. તેના કારણે સરકારની તિજોરીમાં ખાધ વધશે. આ કારણે આ બિલની જરૂર નથી. બીજી તરફ વિરોધ કરી રહેલા રાજકીય પક્ષો બિલને યોગ્ય માને છે પણ તેમાં કેટલાક સુધારા ઇચ્છે છે. જેના કારણે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે.

હવે પ્રશ્ન એ છે કે બધા પોતપાતોની રીતે તેનો વિરોધ કે તરફેણ કરી રહ્યા છે. પણ વાસ્તવિક સ્થિતિની વાત કરીએ તો ખરેખર તેનો લાભ કોને મળશે? આ લાભ ગરીબોને મળશે ખરો જેમના માટે આ બિલ લાવવામાં આવ્યું છે કે પછી કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારને જે આ યોજનાને લોકસભાની ચૂંટણીમાં વોટ બેંક મેળવવા માટે મુખ્ય મુદ્દો બનાવવા માંગે છે અથવા તો કોર્પોરેટ જગતને જે ગરીબોને બદલે પોતાની નાણાની ઝોળી ભરાય તેના લાગમાં રહે છે.

કોર્પોરેટને 32 લાખ કરોડની કર માફી

કોર્પોરેટને 32 લાખ કરોડની કર માફી

કોર્પોરેટ જગત સરકારને ખાદ્ય સુરક્ષા બિલ પર વાર્ષિક રૂપિયા એક લાખ 25 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવા સામે વાંધો ઉઠાવી રહ્યો છે. પરંતુ બીજી તરફ આ જ કોર્પોરેટ્સને સરકાર વર્ષ 2005-06થી અત્યાર સુધીમાં રૂપિયા 32 લાખ કરોડની ટેક્સ માફી આપી ચૂકી છે એ અંગે કોઇ બોલતું નથી. સરકારે તે સમયે ટેક્સ માફી આપતા જણાવ્યું હતું કે દેશની અર્થ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે કોર્પોરેટને ટેક્સ માફી આપવામાં આવી રહી છે. તમે જ વિચારો લાભ કોને થયો?

32 લાખ કરોડ ગયા ક્યાં?

32 લાખ કરોડ ગયા ક્યાં?

આજે ઉદ્યોગ જગતનો વિકાસ નકારાત્મક છે. મે મહિનામાં તેનો વિકાસ દર -1.9 ટકા રહ્યો છે. ઉત્પાદન ક્ષેત્ર બરબાદ થઇ ગયું છે. રોજગારીમાં પણ વધારો થઇ રહ્યો નથી. ત્યારે સરકારે કોર્પોરેટ જગતને આપેલી 32 લાખ કરોડ રૂપિયાની ટેક્સ માફીના રૂપિયા ક્યાં ગયા? આનો અર્થ એ છે કે ટેક્સ માફીની રકમ કેટલાક ઉદ્યોગ ગૃહોના ખિસ્સામાં ગઇ છે. આ અંગે કોઇ બોલવા તૈયાર નથી. પણ જ્યારે ગરીબો માટે સવા લાખ રૂપિયા ખર્ચ કરવાની વાત આવે છે ત્યારે કોર્પોરેટ જગતને પેટમાં કેમ દુ:ખવા લાગે છે?

ગરીબોને લાભ થશે?

ગરીબોને લાભ થશે?

ખાદ્ય સુરક્ષા બિલને આવકાર આપવો કે આલોચના કરવાને બદલે વાસ્તવિકતા તરફ નજર કરવાની જરૂર છે. સરકારે પહેલીવાર કાયદેસર રીતે ગરીબોને દર મહિને નિશ્ચિત માત્રામાં અનાજ આપવાની વાત કરી છે. આ બાબત ચોક્કસ પણે આવકારદાયક છે. પરંતુ સરકારે દેશમાં અનાજના ઉત્પાદનને ધ્યાનમાં રાખીને પ્રતિ માસ 5 કિલોને બદલે 7 કિલો અનાજ આપવાનો નિર્ણય લીધો છે. પણ વાસ્તવમાં અનાજનું આટલું ઉત્પાદન છે જ નહીં ત્યારે સરકાર પોતાનો વાયદો કેવી રીતે પૂરો કરશે તે વિચાર માંગી લે છે.

ગરીબોની સંખ્યા અંગે વિરોધાભાસ

ગરીબોની સંખ્યા અંગે વિરોધાભાસ

સરકારી આંકડા દર્શાવે છે કે ભારતમાં 21.9 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવે છે. આ ઉપરથી કહી શકાય કે બંને સમયે ભોજન નહીં મેળવનારા લોકોની સંખ્યા આ આંકડાથી નીચે હશે. જો અમેરિકાની વાત કરીએ તો ત્યાં દર ચાર માંથી એક ગરીબ છે અને દર સાતમાંથી એક ભૂખ્યો રહે છે. આવી જ રીતે ભારતમાં ભૂખ્યા રહેનારા લોકોની સંખ્યા ઓછી હોવી જોઇએ. જ્યારે બીજી તરફ યુપીએ સરકારે દેશના 67 ટકા લોકોને આ યોજનાનો લાભ આપવા માંગે છે ત્યારે સ્પષ્ટ થાય છે કે ગરીબોની સંખ્યામાં વિરોધાભાસ છે. આ સાથે સરકારની નિયત યોજનાનો લાભ વાસ્તવિક ગરીબો અને ભૂખ્યા રહેનારાઓ સુધી પહોંચાડવાને બદલે વોટ બેંક લૂંટવાનો છે.

ખેડૂતોને ફાયદે થશે ખરો?

ખેડૂતોને ફાયદે થશે ખરો?

આ યોજનાને કારણે ખેડૂતો પાસેથી વધારે અનાજ ખરીદાશે અને તેમને લાભ મળશે એવું પ્રાથમિક દ્ર્ષ્ટિએ લાગે છે. પરંતુ હકીકત એ છે કે દુનિયામાં જેટલા લોકો ભૂખ્યા છે તેમાંથી 50 ટકા લોકો ખેડૂતો છે. ભારતમાં પણ આ સ્થિતિ જ છે. ખેડૂત ભલે અનાજ પકવે છે પરંતુ તે ભૂખ્યો રહે છે.

ખેડૂતોની આત્મહત્યા અટકશે ખરી?

ખેડૂતોની આત્મહત્યા અટકશે ખરી?

સરકારે ખાદ્ય સુરક્ષા બિલને ખેતી સાથે જોડ્યું નથી. જેના કારણે બને છે એવું કે કૃષિ ઉત્પાદનમાં તો વધારો થાય છે પણ તેમની આત્મહત્યાઓ અટકવાનું નામ લેતી નથી. સરકાર ગરીબો માટે ઘણું કરી રહી છે પણ ખેડૂતોના કલ્યાણ માટે કશું કરી રહી નથી. આ સ્થિતિ ચાલુ રહી તો આપણે અનાજની આયાત કરવી પડશે એ સ્થિતિ દુર નથી.

કેશ ટ્રાન્સફરથી ભયંકર પરિણામો

કેશ ટ્રાન્સફરથી ભયંકર પરિણામો

સરકાર કેશ ટ્રાન્સફરથી ખાદ્ય સુરક્ષા મેળવવા માંગે છે. અનાજનો જથ્થો લોકોને કેશ ટ્રાન્સફર મારફતે મળશે. એટલે કે અન્ય સબસિડીની જેમ અનાજ આપવાને બદલે સરકાર લોકોના બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરશે. આ સ્થિતિના ગંભીર પરિણામ આવશે. કેશ લઇને વ્યક્તિ કોઇ પણ જગ્યાએથી અનાજ ખરીદી શકશે. આ કારણે સસ્તા અનાજની દુકાનો પર નિર્ભરતા ઘટશે. જેના કારણે સરકારે ખેડૂતો પાસેથી સમર્થન મૂલ્ય આપીને અનાજ ખરીદવાની જરૂર નહીં રહે. આ માટેની તૈયારીઓ થઇ ગઇ છે.

ખેડૂતોને ફટકો પડશે

ખેડૂતોને ફટકો પડશે

ખાદ્ય મંત્રાલયે એક યોજના બનાવી છે. જેના અનુસાર સરકાર ખેડૂતો પાસેથી ઓછું અનાજ ખરીદશે. વર્તમાન સમયમાં સરકાર ખેડૂતો પાસેથી 800થી 900 લાખ ટન અનાજ ખરીદે છે. હવે સરકાર ખેડૂતો પાસેથી માત્ર 200 લાખ ટન અનાજ ખરીદશે. બાકી બધું માર્કેટને હવાલે છોડી દીધું છે. આનો અર્થ એ થયો કે ખેડૂતોને મળનારા લઘુત્તમ ટેકાના ભાવમાં ઘટાડો થશે. ખેડૂતોએ બજાર પર નિર્ભર રહેવું પડશે. જેના કારણે ખેડૂતોને ફટકો પડશે.

કૃષિનું કોર્પોરેટકરણ થશે તો રોજગારીનો પ્રશ્ન ઉભો થશે

ભારતીય કોર્પોરેટ જગત ઇચ્છે છે કે અમેરિકા અને યુરોપની જેમ ભારતીય કૃષિનું કોર્પોરેટકરણ કરી દેવામાં આવે. જો ખેડૂતો ખેતીથી દૂર થશે તો દેશના 60 કરોડ લોકોનું શું થશે એ અંગે કોઇ વિચાર કરી રહ્યા નથી. દેશની 60 ટકા વસતી ખેતીમાંથી રોજગારી મેળવે છે. ખેતી બંધ થશે તો આ લોકોને રોજગારી ક્યાંથી મળશે તે વિકરાળ પ્રશ્ન દેશ સામે ઉભો થશે. ભારતમાં 2004થી 2009 વચ્ચે વિકાસ દર 9 ટકા હતો ત્યારે 140 લાખ લોકોએ ખેતી છોડી દીધી હતી. તે સામે ઉત્પાદન ક્ષેત્રમાં માત્ર 53 લાખ લોકોને રોજગારી મળી હતી. બાકીના લોકો બેકાર રહ્યા હતા.

English summary
Who benefits from food security bill?; Poor, government or corporate world
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X