ભારત આવશે મોસ્ટ વોન્ટેડ છોટા રાજન, જાણો શું છે રાજનનો ભૂતકાળ?

Posted By:
Subscribe to Oneindia News

ભારતની સીબીઆઇના ઇશારે ઇન્ડોનેશિયામાં ભારતના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની ઇન્ડોનેશિયામાં ધરપકડ કરવામાં આવી અને હવે બહુ જલ્દી તેને ભારતને સોંપવામાં આવશે. ભારતથી પ્રત્યર્પણ માટે સીબીઆઇની એક ટીમને ઇન્ડોનેશિયા મોકલવામાં આવી રહી છે. નોંધનીય છે કે રાજનની ધરપકડ ઇન્ડોનેશિયામાં સોમવારે કરવામાં આવી હતી. વધુમાં ત્યાંના પ્રશાસને પણ તે વાતની ખાતરી આપી છે કે તેને બહુ જલ્દી ભારતને સોંપવામાં આવશે.

એટલું જ નહીં ગૃહપ્રધાન રાજનાથ સિંહ આ અંગે ઇન્ડોનેશિયા સરકારનો આભાર પણ માન્યો છે. તેમણે કહ્યું કે ઇન્ટરપોલ અને ઇન્ડોનેશિયાના સહિયારા પ્રયાસ અને ભારત સરકારના સક્રિય પ્રયાસથી આ શક્ય બન્યું છે. ત્યારે એક સમયે ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઇબ્રાહિમનો ડાબો હાથ ગણાતા છોટા રાજને કેમ દાઉદથી પોતાનો છેડો ફાડી નાંખ્યો.

 

કેવા કેવા આરોપ અત્યાર સુધીમાં છોટા રાજન પર લાગ્યા છે. કેવા છે છોટા રાજનનો ગુનાહિત ભૂતકાળ અને કેમ તેની ધરપકડ ભારત માટે છે ખૂબ જ મહત્વની તેવા તમામ જાણકારી વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

રાજનાથ સિંહ માન્યો આભાર
  

રાજનાથ સિંહ માન્યો આભાર

વર્ષ 1995થી ભારતની ફરાર એવા છોટા રાજનને ઇન્ડોનેશિયાના બાલીના એક પર્યટક રિસોર્ટથી પકડવામાં આવ્યો છે. જે માટે રાજનાથ સિંહે ઇન્ટરપોલ અને ઇન્ડોનેશિયાની સરકારનો આભાર માન્યો છે. નોંધનીય છે કે આ ધરપકડ સીબીઆઇ અને ભારતની ગુપ્તચર સંસ્થાઓના ઇશારે થઇ છે.

કેવી રીતે રાજન નાયર બન્યો છોટા રાજન?
  

કેવી રીતે રાજન નાયર બન્યો છોટા રાજન?

રાજન સદાશિવ નિખલજે એક સામાન્ય ચોર હતો. મોટા રાજનની મૃત્યુ બાદ તેણે રાજનનું કામકાજ સંભાળ્યું. વધુમાં તેને ડી-ગેંગનો પણ સાથ મળ્યો જેના લીધે તે ભારતનો મોસ્ટવોન્ટેડ અંડરવર્લ્ડ ડોન બની ગયો.

બાળપણ
  
 

બાળપણ

મુંબઇના ચેંબૂરના તિલક નગરમાં જન્મેલા રાજન પહેલા શંકર સિનેમામાં કામ કર્યું હતું. ત્યાંથી જ તેની ઓળખાણ મોટા રાજન સાથે થઇ અને તેના મર્ડર બાદ છોટા રાજને તેનું કામ કાજ સંભાળી લીધું

દાઉદનો મળ્યો સાથ
  

દાઉદનો મળ્યો સાથ

વધુમાં છોટા રાજનને ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઇબ્રાહિમનો પણ સાથ મળ્યો. વર્ષ 1988 સુધી તે ડી ગેંગ માટે કામ કરતો હતો. અને તે બાદ તે દુબઇ જતો રહ્યો.

કેવા કેવા આરોપ છે?
  

કેવા કેવા આરોપ છે?

ઇન્ટપોલની વેબસાઇટ મુજબ છોટા રાજન પર વસૂલી, હત્યા, ડ્રગ્સ સ્મગલિંગ જેવા સંગીત આરોપો પર ભારતમાં અનેક કેસ ચાલી રહ્યા છે. વળી તેણે ફિલ્મોના પ્રડોક્શનમાં પણ હાથ અજમાયો છે.

દાઉદ અને છોટા રાજન વચ્ચે ફાંટ
  

દાઉદ અને છોટા રાજન વચ્ચે ફાંટ

વર્ષ 1993માં મુંબઇમાં થયેલા બ્લાસ્ટ બાદ છોટા રાજનને દાઉદ સાથે પોતાનો છેડો ફાડી નાંખ્યો. અને તે બાદ બન્ને એક બીજાના દુશ્મન બની ગયા.

દાઉદ સાથે દુશ્મની
  

દાઉદ સાથે દુશ્મની

છોટા રાજને એક વાર મદદના બદલે દાઉદની જાણીકારી આપવાનો પણ અનુરોધ કર્યો હતો. વધુમાં અનેક વર્ષો સુધી રાજન અને દાઉદની ગેંગો વચ્ચે મુંબઇમાં ગેંગવોર થતા રહ્યા છે. એટલું જ નહીં 2000માં દાઉદ તેના સાથી છોટા શકીલની મદદથી રાજન પર હુમલો પણ કરાવ્યો હતો.

થાઇલેન્ડથી ચલાવતો હતો કામ
  

થાઇલેન્ડથી ચલાવતો હતો કામ

વર્ષ 1995થી ભારતની ફરાર એવા છોટા રાજનને આટલા વર્ષો સુધી થાઇલેન્ડ અને દુબઇથી પોતાનો બિઝનેસ ચલાવ્યો હતો.

ભારતને શું લાભ થશે?
  

ભારતને શું લાભ થશે?

છોટા રાજનને ભારત લાવવાથી ભારતના મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને પકડવામાં મોટી સહાય થઇ શકે છે. તે સાથે જ આ લોકો વિદેશમાં બેસીને કેવી રીતે ભારતમાં તેમનું કામ કાજ ચલાવે છે અને કાણા નાણાંનો કેવી રીતે ઉપયોગ કરે છે તે અંગે અનેક મહત્વપૂર્ણ જાણકારી છોટા રાજનની આ ધરપકડથી બહાર આવી શકે છે.

English summary
Chhota Rajan has been detained in Indonesia after a chase that lasted over 2 decades. A former aide of Dawood Ibrahim, Rajan ran a crime syndicate in India
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.