કોણ છે દેશના પહેલા CDS જનરલ બિપિન રાવત, જાણો આખી પ્રોફાઈલ
નવી દિલ્હીઃ સેના પ્રમુખ જનરલ બિપિન રાવત દેશના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ તરીકે નિમણૂક પામ્યા છે. સોમવારે સૂત્રો તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. 31મી ડિસેમ્બરે આર્મી ચીફના પદ પરથી બિપિન રાવત રિટાયર થઈ રહ્યા છે. જનરલ રાવત દેશના એવા આર્મી ચીફ રહ્યા છે જેમણે પહેલા 2015 અને પછી કેન્દ્રીય કેબિનેટ તરફથી 24 ડિસેમ્બરે થયેલ બેઠકમાં દેશના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તિને મંજૂરી આપી હતી. સીડીએસ એક ફોર સ્ટાર જનરલ હશે જે રક્ષા મંત્રાલયમાં મિલિટ્રી મામલા સાથે જોડાયેલ વિભાગનો મુખિયા હશે. ઈન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફી (IDS)ના મુખિયા રહી ચૂકેલ લેફ્ટિનેન્ટ જનરલ (રિટાયર્ડ) સતીશ દુઆએ સીડીએસની નિયુક્તિને દેશની સેના માટે ક્યારેય ના ભૂલી શકાય તેવી પળ ગણાવી.

પરિવારમાં જ દેશ સેવાની પરંપરા
જનરલ રાવત સીડીએસ તરીકે ફોર સ્ટાર જનરલ હશે. તેમના પરિવારમાં હંમેશાથી દેશ સેવાની પરંપરા રહી છે. જનરલ રાવતના પિતા પણ આર્મી ઑફિસર હતા અને લેફ્ટિેન્ટ જનરલ તરીકે રિટાયર થયા. હિમાચલ પ્રદેશના શિમલા સ્થિત સેન્ટ એડવર્ડ સ્કૂલ અને દેહરાદૂનના કેમબેરિયન હૉલ સ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો. જે બાદ તેમણે પુણેના ખડકવાસલામાં નેશનલ ડિફેન્સ એકેડમી અને પછી વર્ષ 1978માં તેઓ ઈન્ડિયન મિલિટ્રી એકેડમીથી પાસ આઉટ થયા અને અહીં પર તેમને સ્વોર્ડ ઑફ ઑનર જેવું સન્માન પણ મળ્યું.

પિતાની યૂનિટમાં જ પહેલું પોસ્ટિંગ
ડિસેમ્બર 1978માં બિપિન રાવત એજ ગોરખા રાઈફલ્સમાં લેફ્ટિનેન્ટ તરીકે અપોઈન્ટ થયા જે એક સમયે તેમના પિતાની યૂનિટ હતી. લેફ્ટિનેન્ટ તરીકે તેમનો સફર શરૂ થયો અને આ સફરમાં તેઓ આરમી ચીફના પદ અને હવે સીડીએસના પદ સુધી પહોંચ્યા. મિલિટ્રી ઓપરેશન્સ ડાયરેક્ટોરેટમાં તેઓ જનરલ સ્ટાફ ઑફિસર ગ્રેડ ટૂમાં રહ્યા. લૉજિસ્ટિક સ્ટાફ ઑફિસર, કર્નલ મિલિટ્રી સેક્રેટરી, ડેપ્યૂટી મિલિટ્રી સેક્રેટરી, જૂનિયર કમાંડ વિંગમાં સીનિયર ઈન્સ્ટ્રક્ટર જેવા કેટલાય પદો પર તેઓ સેનામાં રહ્યા. જનરલ રાવત સદર્ન આર્મી કમાન્ડના મુખિયા પણ રહી ચૂક્યા છે.

જૂન 2015માં કરાયેલ સર્જિકલ સ્ટ્રાઈકમાં મહત્વનો રોલ
લેફ્ટિનેન્ટ જનરલ બિપિન રાવતને ઉચ્ચ શિખર લડાઈમાં મહારત હાંલ છે અને આતંકવાદ તથા ઉગ્રવાદી ગતિવિધિઓથી નિપટવા માટે તેમણે કેટલાય ઓપરેશન ચલાવેલાં છે. વર્ષ 2015માં મણિપુરના ચંદેલમાં એનએસસીએન-કે સંગઠનના નાગા આતંકીઓએ ઘાત લગાવી ઈન્ડિયન આર્મીના કાફલા પર હુમલો બોલ્યો હતો. આ હુમલામાં 18 સૈનિકો શહીદ થયા હતા. જે બાદ ઈન્ડિયન આર્મીએ સીમા પાર મ્યાનમારમાં સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપી અને આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ સર્જિકલ સ્ટ્રાઈક પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભલ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજર પણ ટકી હતી. આ સર્જિકલ સ્ટ્રાઈકની જવાબદારી તે સમયે નાગાલેન્ડના દિમાપુર સ્થિત 3 કોર્પ્સ કમાન્ડર રહેલ લેફ્ટિનેન્ટ જનરલ બિપિન રાવત પર હતી.

PoKની સર્જિકલ સ્ટ્રાઈક અને રાવત
વર્ષ 2016માં જ્યારે 18 સપ્ટેમ્બરે ઉરી હુમલો થયો ત્યારે બિપિન રાવત વાઈસ ચીફ ઑફ આર્મી સ્ટાફ હતા. તેમને આ પદ સોંપવામાં આવ્યું તેના માત્ર ત્રણ અઠવાડિયાં જ થયાં હતાં. જે બાદ પીઓકેમાં એક સર્જિકલ સ્ટ્રાઈક થઈ અને આ વખતે બિપિન રાવત ફરીથી સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપનાર ટીમના મહત્વના ભાગ બની ગયા હતા. પીઓકેની સર્જિકલ સ્ટ્રાઈકમાં ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટ્રી ઑપરેશન્સનના વાઈસ ચીફને રિપોર્ટ કરવાનો મહત્વનો રોલ હોય છે અને જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક થઈ ત્યારે રાવત જ સાઉત બ્લોકના નર્વ સેન્ટર હતા. તેઓ ફરી એકવાર એનએસએની સાથે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપી રહ્યા હતા.

ત્રીજા ગોરખા આર્મી ચીફ
જનરલ બિપિન રાવતની પત્ની મધુલિકા દિલ્હી યૂનિવર્સિટીથી મનોવિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ છે. મધુલિકા સોશિયલ વર્કર છે અને ખાસ કરીને કેન્સરના દર્દીઓ માટે કામ કરી રહ્યા છે. ફીલ્ડ માર્શલ સેમ મૉનકેશૉ અને જનરલ દલબીર સિંહ સહાગ બાદ લેફ્ટિનેન્ટ જનરલ બિપિન રાવત ત્રીજા એવા સેના પ્રમુખ હશે જેઓ ગોરખા રેજીમેન્ટમાં આવે છે. જનરલ બિપિન રાવત સરક્ષા મામલે પણ લખતા રહે છે અને તેમના આ લેક દેશના વિવિધ પત્ર-પત્રિકાઓમાં પ્રકાશિત થતા રહે છે.
ઉત્તર પ્રદેશમાં સરકાર અને પોલીસ સામાન્ય લોકોને પરેશાન કરી રહી છેઃ પ્રિયંકા ગાંધી