• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તેજતર્રાર IAS બી ચંદ્રકલા પહેલા પણ રહી ચૂકી છે વિવાદોમાં, CBI રેડથી થયો હોબાળો

|

યુપી કેડરની તેજતર્રાર અને ચર્ચિત આઈએએસ અધિકારી બી ચંદ્રકલાના લખનઉ સ્થિત નિવાસ પર શનિવારે સીબીઆઈની ટીમે છાપેમારી કરી. યુપીમાં અખિલેશ યાદવની સરકાર દરમિયાન ગેરકાયદે રેતી ખાણકામ મામલે સીબીઆઈની ટીમે દેશની રાજધાની દિલ્લી સહિત કાનપુર, હમીરપુર, લખનઉ અને જાલૌન સહિત ઘણા જિલ્લાઓમાં રેડ પાડી. જો કે મીડિયામાં આઈએએસ અધિકારી બી ચંદ્રકલાના નિવાસ પર પડેલી સીબીઆઈ રેડ અંગે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. 2008ની બેચની યુપી કેડરની આઈએએસ અધિકારી બી ચંદ્રકલા પોતાની કડક છબી અને સોશિયલ મીડિયા પર સક્રિયતા અંગે પહેલા પણ સમાચારોમાં રહી ચૂકી છે. આવો જાણીએ કોણ છે આઈએએસ અધિકારી બી ચંદ્રકલા?

ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં જ થઈ ગયા લગ્ન

ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં જ થઈ ગયા લગ્ન

બી ચંદ્રકલા મૂળ તેલંગાનાની રહેવાસી છે. ચંદ્રકલાએ હૈદરાબાદના કોટી વુમન કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે. જો કે ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં જ તેમના લગ્ન થઈ ગયા હતા પરંતુ ચંદ્રકલાએ પોતાનો અભ્યાસ છોડ્યો નહિ. લગ્ન બાદ ચંદ્રકલાને પતિનો સહયોગ મળ્યો અને ગ્રેજ્યુએશન બાદ તેમણે અર્થશાસ્ત્રમાં એમએનો અભ્યાસ કરતા જ સિવિલ સેવાની તૈયારી શરૂ કરી દીધી. ચંદ્રકલાને આઈએએસની પરીક્ષામાં 409મો રેંક મળ્યો. ચંદ્રકલાના પરિવારમાં તેમના પતિ ઉપરાંત એક પુત્રી પણ છે. તેમના પતિ વ્યવસાયે એન્જિનિયર છે.

ચંદ્રકલા સ્ટડી લીવ પર છે

ચંદ્રકલા સ્ટડી લીવ પર છે

ચંદ્રકલાને પોતાની પહેલી નિયુક્તિ યુપીના ઈલાહાબાદમાં મુખ્ય વિકાસ અધિકારીના પદ પર મળઈ. તેજતર્રાર સ્વભાવની ચંદ્રકલા વિશે કહેવામાં આવે છે કે કામ પ્રત્યે કોઈ પણ પ્રકારની બેદરકારી તે સહન નથી કરતી. ચંદ્રકલા યુપીના મથુરા, હમીરપુર અને બુલંદશહેરમાં ડીએમ પણ રહી ચૂકી છે. આ દરમિયાન વિકાસ કાર્યોમાં ગંભીરતા અંગે પણ તે ઘણા ચર્ચાઓમાં રહ્યા છે. ફેબ્રુઆરીમાં તેમને કેન્દ્રીય રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિના પ્રાઈવેટ સેક્રેટરી નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્તમાનમાં ચંદ્રકલા સ્ટડી લીવ પર છે.

‘પગારમાંથી પૈસા કપાવી લઈશ'

‘પગારમાંથી પૈસા કપાવી લઈશ'

બી ચંદ્રકલા પહેલી વાર એ વખતે સમાચારોમાં આવ્યા જ્યારે તેમણે બુલંદ શહેરમાં ડીએમ પદ રહીને એક સ્થાનિક ઠેકેદાર અને અધિકારીઓને પબ્લિકની સામે જ ખખડાવી દીધા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. મામલો વાસ્તવમાં એવો હતો કે ચંદ્રકલા બુલંદશહરમાં નગરપાલિકાના વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર અને કમિશનખોરીની ફરિયાદ પર તપાસ કરવા પહોંચ્યા હતા. ચેકિંગ દરમિયાન તેમણે જોયુ કે નિર્માણ કાર્યમાં નિમ્ન સ્તરની ઈંટ, ઈંટરલોકિંગ ટાઈલ્સ અને જૂની પટ્ટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના માટે ચંદ્રકલાનો ગુસ્સો ફૂટી પડ્યો અને તેમણે અધિકારીઓ અને ઠેકેદારોની ખેંચી અને કહ્યુ કે, ‘શરમ કરો, જનતાના પૈસા છે. તમારા ઘરના પૈસા નથી. આ રીતે ચીટ કરો છો તમે લોકો. પગારમાંથી પૈસા કપાવી દઈશ. રસ્તા બને છે અને રાતોરાત ઉખડી જાય છે. બધો સામાન પાછો આપો. હું આ સમગ્ર મામલાનો રિપોર્ટ પ્રશાસનને મોકલીશ.'

ભાજપ નેતાઓએ ખોલ્યો હતો મોરચો

ભાજપ નેતાઓએ ખોલ્યો હતો મોરચો

બી ચંદ્રકલા એ સમયે પણ વિવાદોમાં આવ્યા હતા જ્યારે 2017માં યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓએ તેમના વિરોધમાં મોરચો ખોલી દીધો હતો. વિધાનસભા ચૂંટણી દરમિયાન બી ચંદ્રકલા યુપીના મેરઠ જિલ્લામાં ડીએમ તરીકે કાર્યરત હતા. ભાજપના સ્થાનિક નેતાઓએ ચંદ્રકલા ઉપર પક્ષપાતપૂર્ણ વલણ અપનાવવાનો આરોપ લગાવીને ચૂંટણી કમિશનને તેમની ફરિયાદ કરી. ભાજપ નેતાઓએ આરોપ લગાવ્યો કે ચંદ્રકલા સમાજવાદી પાર્ટીની એજન્ટ તરીકે કામ કરી રહી છે. ચૂંટણી કમિશનને ફરિયાદ કરીને ભાજપ નેતાઓએ તેમના ટ્રાન્સફરની માંગ કરી.

આ પણ વાંચોઃ વિજય માલ્યાને પીએમએલએ અદાલતે ભાગેડુ આર્થિક ગુનેગાર ઘોષિત કર્યો

English summary
Who Is IAS B Chandrakala Read Full Profile.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more