For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે કલ્પના સોરેન, જે બની શકે છે ઝારખંડના આગલા મુખ્યમંત્રી

હેમંત સોરેનનુ વિધાનસભા સભ્યપદ ગુમાવ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી કોણ બનશે તેની ચર્ચા પણ તેજ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પર વિધાનસભાનુ સભ્યપદ રદ થવાનુ જોખમ છે. આવી સ્થિતિમાં જો ચૂંટણી પંચ તેમનુ સભ્યપદ રદ કરવાનો નિર્ણય લેશે તો તેમણે મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડશે. હેમંત સોરેનનુ વિધાનસભા સભ્યપદ ગુમાવ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી કોણ બનશે તેની ચર્ચા પણ તેજ થઈ ગઈ છે. સૂત્રોનુ માનીએ તો હેમંત સોરેનની પત્નીને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. તે રાજકારણથી ઘણા દૂર રહે છે અને તે મીડિયામાં બહુ આવતા નથી. તે પોતાની એક શાળા ચલાવે છે, મહિલા સશક્તિકરણ માટે પણ કામ કરે છે.

વ્યક્તિગત પરિચય

વ્યક્તિગત પરિચય

હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેનને લઈને ઝારખંડમાં ચર્ચા તેજ થઈ ગઈ છે કે તેમને રાજ્યના આગામી મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. કલ્પના ઓડિશાના મયુરભંજમાંથી આવે છે. તેમનો જન્મ એક બિઝનેસમેનના ઘરમાં થયો હતો. કલ્પના સોરેનના માતા ગૃહિણી છે. કલ્પનાનો જન્મ 1976માં રાંચીમાં થયો હતો અને તેમણે પોતાનુ શિક્ષણ રાંચીની એક ખાનગી શાળામાંથી પૂર્ણ કર્યુ હતુ અને અહીંથી પોતાનુ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ હતુ. તેમના લગ્ન 7 ફેબ્રુઆરી 2006ના રોજ હેમંત સોરેન સાથે થયા હતા અને તેમને બે બાળકો છે.

સામાજિક કામમાં લગાવ

સામાજિક કામમાં લગાવ

લોકોની વચ્ચે કલ્પના સોરેન ભાગ્યે જ જોવા મળે છે. તેઓ સ્કૂલ ચલાવવાની સાથે બિઝનેસ વુમન પણ છે. જો કે તેઓ એવા કામોમાં રસ લે છે જે મહિલાઓને પ્રોત્સાહિત કરે છે, મજબૂત બનાવે છે. તેઓ બાળકો માટે પણ કાર્યક્રમોનુ આયોજન કરે છે. તેઓ અવારનવાર આવા કાર્યક્રમોમાં જોવા મળે છે. ઘણા લોકો માને છે કે કલ્પનાના લગ્ન રાજકીય પરિવારમાં થયા છે. તેથી તે ઝારખંડની પરિસ્થિતિને સંભાળી શકે છે અને જો તક મળે તો તે સરકાર પણ ચલાવી શકે છે.

લાગી ચૂક્યા છે આરોપ

લાગી ચૂક્યા છે આરોપ

કલ્પના સાથે જોડાયેલા વિવાદ વિશે વાત કરતા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા રઘુબર દાસે આરોપ લગાવ્યો હતો કે હેમંત સોરેન પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમણે તેમની પત્નીને જમીન ફાળવી કે જે બિઝનેસ કરે છે. હેમંત સોરેન પાસે ઉદ્યોગ વિભાગ છે અને તેમણે કલ્પનાને 11 એકર જમીન ફાળવી હતી, આ જમીન આદિવાસીઓ માટે ઉદ્યોગો સ્થાપવા માટે આપવામાં આવી હતી. આ વાતનો ખુલાસો રઘુબર દાસે કર્યો હતો.

મની લૉન્ડ્રિંગ એક્ટનુ ઉલ્લંઘન

મની લૉન્ડ્રિંગ એક્ટનુ ઉલ્લંઘન

મીટ પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા માટે પ્લોટ ફાળવવામાં આવ્યો હતો. આ પ્લોટ રાંચીના બારહે ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં આપવામાં આવ્યો હતો. આ પ્લૉટ સોહરઈ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીને આપવામાં આવ્યો હતો. આ કંપની કલ્પના સોરેનની માલિકીની છે અને તે તેનુ સંચાલન કરે છે. રઘુબર દાસે આરોપ લગાવ્યો હતો કે જમીન ફાળવીને પ્રિવેન્શન ઑફ કરપ્શન એક્ટની કલમ 13-2નુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે.

English summary
Who is Kalpana Soren likely to replace Hemant Soren as CM of Jharkhand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X