For Quick Alerts
For Daily Alerts
કેજરીવાલ અમને પૂછનાર કોણ છે કે અમે શું કર્યું?
નવી દિલ્હી, 9 ઓક્ટોબર: બીજેપી નેતા વિજય ગોયલે વીજળીના ભાવ 23 ટકા ઘટાડવાના સવાલ પર સામાજિક કાર્યકર અરવિંદ કેજરીવાલને ખરીખોટી સંભળાવી છે. ત્રણ દિવસથી આવેલા કેજરીવાલ મને સવાલ પૂછે છે? કેજરીવાલે માફી માદવી જોઇએ. તે કોણ છે મને સવાલ પૂછનાર.
વિજય ગોયલે કેજરીવાલ પર ખીજ કાઢતા જણાવ્યું હતું કે કેજરીવાલ તેમના મંચ પર આવે છે અને તેમની પાસે બોલવાની પરવાનગી માગે છે અને અમને જ સવાલ કરે છે કે વીજળીના મુદ્દે અમે શું કરીએ છીએ. ગોયલે કહ્યું કે માણસાઇના કારણે મે તેમને બોલવાની પરવાનગી આપી હતી.
વિજય ગોયલે કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે કેજરીવાલ બે વીજળીના વાયરને જોડીને એવું સમજે છે કે તેઓ બીજેપી સામે ટક્કર લઇ શકશે. અમે વીજળીના ભાવ વધારા સામે વિરોધ કર્યો હતો. કોર્ટમાં પણ ગયા હતા. ત્રણ દિવસથી આવેલ કેજરીવાલ મને સવાલ કરે છે. તેમણે સાર્વજનિકરીતે માફી માગવી જોઇએ.