• search

લોકોનો અસલી હીરો કોણ! મોદી, રાહુલ કે કેજરીવાલ?

પ્રતાપગઢ, 6 માર્ચ: ચૂંટણી પંચે આખરે લોકસભા ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરીને દરેક રાજકીય પક્ષોને પોતપોતાની મર્યાદામાં બાંધી દીધા છે. આખા દેશમાં આચાર સંહિતા લાગી ગઇ છે, તો અત્યાર સુધી જે દળ અથવા જે વ્યક્તિ વિશેષનો પ્રભાવ સામાન્ય જનતાની વિચારધારાને પ્રભાવિત કરી ચૂક્યું હશે, તે જ ભારતનું નેતૃત્વ કરશે.

હજી સુધી જેની હવા સ્પષ્ટ દેખાઇ છે, જેની અસર સામાજિક સંદર્ભોમાં સૌથી વધારે દેખાયો છે, તે નિ:સંકોચ ભાજપ અને તેમના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી છે. સરકારી તંત્ર દરેક રીતે લોક લુભાવન યોજનાઓ અને જાહેરાતોનો સહારો લઇને પોતાના વોટબેંકને વધારવાની કોશીશમાં છે.

જ્યારે નરેન્દ્ર મોદી શરૂઆતથી જ પોતાના ગુજરાત અને અન્ય ભાજપ શાસિત પ્રદેશોના સફળ પ્રયત્નોને ગણાવતા આવ્યા છે, સાથે જ કોંગ્રેસની ઘણા વર્ષોની નિષ્ફળતાઓને પણ ગણાવી ચૂક્યા છે જેને ગાંધી પરિવાર અને સરકારી પ્રશાસન દબાવતું રહ્યું છે. હવે વાત જો વોટ બેન્ક બનેલી જનતાની હોય તો એ પણ એક સત્ય છે કે યુવાન વોટરોની ટકાવારી ઘણી વધારે છે.

મોટી સંખ્યામાં આ વખતે નવા વોટરો જાગૃત થઇને જોડાયા છે, જેને કારણે યુવાનોનું પ્રમાણ વધવા પામ્યું છે. કોંગ્રેસના ઘણા પ્રયત્નો છતાં પણ રાહુલ ગાંધી, જે પોતે યુવાન છે, યુવાનોને પોતાની સાથે જોડવામાં નિષ્ફળ રહ્યા છે.

રહ્યો સવાલ 'આપ'ના અરવિંદ કેજરીવાલનો તો, દિલ્હીમાં તેમનું અસફળ રહેવાથી તેઓ યુવાનોની વિચારધારાથી ઘણા દૂર ધકેલાઇ ગયા છે. નરેન્દ્ર મોદીનું ગુજરાત મોડેલ કહો કે તેમના પ્રયાસ કહો, યુવાનોને તેમના વિચાર અને ભાષણોમાં એક નવી વિચારધારા એક નવી આશાની ઝલક મળે છે, લગભગ આ જ કારણ છે કે મોદી સાથે જોડાવા યુવાન એકદમ તૈયાર બેઠો છે.

rahul modi kejriwal
જોકે યુવાનોને પ્રભાવિત કરવા એ રાજકારણ કરનારાઓને ખૂબ જ સરળ લાગતું હોય છે, પરંતુ જે રીતે છેલ્લા કેટલાંક વર્ષોમાં મીડિયાની સાથે સાથે સોશિયલ મીડિયાની ક્રાંતિ આવી છે, ત્યારથી તેઓ સાચા અને ખોટાની પરખ કરતા થઇ ગયા છે.

તો હવે બાકી બચેલા કેટલાંક દિવસોમાં તમામ દળ શું શું કરવામાં સક્ષમ થશે તે તો આવનાર સમયજ બતાવશે. પરંતુ અત્યાર સુધી જે વિતી ગયું છે તે તો મોદીની હવાને યુવાઓ પર વહેતી દેખાઇ રહી છે. ચાલો આપ પણ અમારી સાથે 16 મેની રાહ જુઓ અને જુઓ કે આ વખતે યુવાનો શું કમાલ કરીને બતાવે છે?

Did You Know: વનઇન્ડિયાએ સર્વેક્ષણ કરાવ્યો... જેમાં અમે પૂછ્યું મોદી ફેક્ટર દેશમાં શું પરિવર્તન લાવશે. જેમાં 43.8 ટકા લોકોએ જણાવ્યું કે દેશનો યુવા વર્ગ મોદીની સાથે આવશે કારણ કે તેને અહેસાસ થઇ ગયો છે કે મોદી કથની નહીં પણ કરણી પર વિશ્વાસ રાખે છે. સૌથી ખાસ વાત આ સર્વેક્ષણમાં એ રહી કે 43.8 ટકા લોકોમાં 26 ટકા લોકો યૂપી અને બિહારના રહેનારા હતા.

English summary
Narendra Modi, Rahul Gandhi and Arvind Kejriwal are very Young and Progressive but who is the the Perfect Icon for Indian Youth. Here are some Points.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more